• Gujarati News
  • International
  • Clashes Between Army And Protesters In Public, Curfew Thwarted; See The Violent Attitude Of The People In The Pictures

શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ:રસ્તા વચ્ચે જ આર્મી અને પ્રદર્શનકારીઓ વચ્ચે ટક્કર, કર્ફ્યૂ નાકામ; તસવીરોમાં જુઓ લોકોનું હિંસક વલણ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રીલંકામાં અત્યારે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે અત્યારે વધુ એક સિવિલ વોર તરફ દેશ આગળ વધતો હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપી દીધું છે. ત્યારપછી જે થયું એની કોઈને કલ્પના જ નહોતી. રાજપક્ષે પરિવારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જાહેરમાં હિંસક અથડામણો થઈ હતી. પોલીસે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને તેમના પરિવારનો સાથ આપ્યો હતો.

ત્યારપછી સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સેનાને તૈનાત કરવી પડી હતી. સામાન્ય જનતાએ રૂલિંગ પાર્ટીના સાંસદો અને મંત્રિઓ સિવાય અન્ય નેતાઓ પર હુમલા શરૂ કરી દીધા હતા. તેવામાં પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે એક સાંસદે ભીડથી બચવા માટે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. 2 મંત્રિઓના ઘરને આંગ ચાંપી દેવાઈ. ચલો હિંસક પ્રદર્શન પર તસવીરો દ્વારા નજર કરીએ....

સોમવારે ભૂતપૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. ત્યારપછી વિરોધીઓએ મહિન્દા રાજપક્ષેના ઘરની બહાર વાહનોને આગ ચાંપી હતી.

વિરોધીઓએ શ્રીલંકાના સરકારી મંત્રી સનથ નિશાંથાના ઘરને પણ આગ ચાંપી દીધી હતી. હિંસા અને આગચંપીની ઘટનાઓને પગલે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહિન્દા રાજપક્ષેના રાજીનામાંના કલાકો પછી કોલંબોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. કોલંબોમાં અથડામણ બાદ દેખાવકારોએ એક બસને આગ ચાંપી દીધી હતી.

કોલંબોમાં સામાન્ય લોકોની સાથે વકીલોએ માનવ સાંકળ બનાવી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આવા જ વિરોધ દેશના ઘણા ભાગોમાં થયા હતા.

રાજપક્ષે પરિવારના એક સહકર્મીની આ કાર છે. આ કારમાં દારૂ લઈ જવામાં આવતો હતો. લોકોએ તેને રસ્તામાં રોકી તોડફોડ કરી હતી.

આ તસવીર પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના ઘરની બહારની છે. મહિન્દાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘણા લોકો ઘાયલ થયા હતા.

કોલંબોમાં ટ્રેડ ફેયર ચાલી રહ્યો હતો. સોમવારે રોષે ભરાયેલા લોકો અહીં પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી. અહીં હાજર લોકો માંડ માંડ પોતાનો જીવ બચાવી શક્યા.

કોલંબો અને દેશના અન્ય મહત્વના શહેરોમાં સેના તૈનાત કરવામાં આવી છે. બે દિવસથી કર્ફ્યુ લાગુ છે, પરંતુ સરકાર અને સુરક્ષા દળો તેનું પાલન કરી શક્યા નથી.

આ તસવીર શ્રીલંકાના પત્રકાર મરિયાના ડેવિડે શેર કરી છે. ડેવિડ કહે છે કે મહિંદાના યુગમાં શ્રીલંકા દરેક સ્તરે વિનાશ તરફ જ ગયું છે.

આ તસવીર શ્રીલંકાના પત્રકાર મધુભાશિની રત્નાયકે શેર કરી છે. રત્નાયકેના જણાવ્યા અનુસાર, શ્રીલંકાની સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનોને બળ સાથે દબાવી રહી છે.

આવી જ સ્થિતિ સોમવારે કોલંબોના રસ્તાઓ પર જોવા મળી હતી. ખાસ વાત એ છે કે પોલીસ-સેના માત્ર VVIP વિસ્તારોમાં જ તૈનાત હતી.

આ છોકરી અને તેના કૂતરાને સુરક્ષા દળોએ હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી બચાવી લીધા હતા. તેને કોલંબોના બહારના વિસ્તારમાં બનેલા શરણાર્થી કેમ્પમાં રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...