રસ્તા પર સંકટ:પેરિસને યુરોપની સાઈકલ રાજધાની બનાવવાનો દાવ ઊલટો પડ્યો, રસ્તે ચાલનારા સાથે ઝઘડા સતત વધ્યા

પેરિસ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ દસ લાખ સાઈકલની ભીડ, ટ્રાફિક બેકાબૂ

સ્વચ્છ પર્યાવરણ માટે ફ્રાન્સ સરકારે પેરિસને યુરોપની સાઈકલ રાજધાની બનાવવાનું નક્કી કર્યું હતું. અહીં રોજ આશરે દસ લાખ લોકો પોતાની સાઈકલ લઈને ઓફિસ, કોલેજ કે અન્ય સ્થળે જાય છે, પરંતુ હવે ફ્રાન્સ સરકારનો આ દાવ હવે ઊલટો પડવા લાગ્યો છે પેરિસમાં આટલી મોટી સંખ્યામાં રસ્તા પર સાઈકલો ઉતરતા ટ્રાફિક બેકાબૂ થઈ ગયો છે.

એટલું જ નહીં, સાઈકલિંગ કરનારા અને રસ્તે ચાલનારા વચ્ચે ઝઘડાનું પ્રમાણ પણ અત્યંત વધી ગયું છે. અનેક મામલામાં તો રસ્તા પર મારપીટ પણ થાય છે. સૌથી વધુ પરેશાનીનું કારણ સાઈકલ પર ડિલિવરી કરનારા લોકો હોય છે, જે મોટા ભાગે ફૂડ ડિલિવરી ચેઈન સાથે જોડાયેલા હોય છે. તેમણે સમયસર ફૂડ પહોંચાડવાનું હોય છે એટલે તેઓ પગપાળા જતા લોકો માટે નક્કી કરેલી લેનમાં ઘૂસી જાય છે.

પરિણામે ઉતાવળમાં તેઓ પગપાળા જતા લોકોનું ધ્યાન રાખી નથી શકતા અને ટક્કર થતાં જ ઝઘડો થઈ જાય છે. પેરિસના રહેવાસી રિવોલીનું કહેવું છે કે, આજકાલ જ્યારે તમે પગપાળા ચાલો છો, તો તમારી ડાબી કે જમણી બાજુ સાઈકલિસ્ટ આવી શકે છે.

પછી તમે કોઈ વીડિયો ગેમ રમતા હોવ, એ રીતે ફસાઈ જાઓ છો અને તમારે તેમાંથી બચીને નીકળવાનું હોય છે. આ વખતે ફ્રેન્ચ પ્રમુખપદની દાવેદારી કરી રહેલા પેરિસના મહિલા મેયર એની હિડાલ્ગોએ શહેરમાં વધુમાં વધુ સાઈકલોનો ઉપયોગ કરવાનું અભિયાન છેડ્યું છે. તેમણે પેરિસમાં 115 કિ.મી.નો વધારાનો સાઈકલ ટ્રેક પણ તૈયાર કરાવ્યો છે.

નેતાઓ વાહવાહી લૂંટવા ઈચ્છતા હોવાથી આંખ આડા કાન કરે છે
20 વર્ષીય સારાહનું કહેવું છે કે, નેતાઓ પેરિસને સાઈકલ રાજધાની બનાવીને યુરોપમાં પર્યાવરણ સંરક્ષણના નામે વાહવાહી લૂંટવા ઈચ્છે છે. જોકે, તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સાઈકલિસ્ટ નિયમોનું પાલન નથી કરતા. ઝિબ્રા ક્રોસિંગ પર પણ પગપાળા જતા લોકો માટે રસ્તો ઓળંગવો જોખમી બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...