તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈટલીથી ગ્રાઉન્ડ રિપોર્ટ:મૃતદેહોથી ચર્ચ ઉભરાઇ ગયા છે, લોકો સ્વજનોને વિદાય નથી આપી શકતા, સેનાએ મોરચો સંભાળ્યો

Italyએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અહીં અબજપતિઓ અત્યાર સુધી 350 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે, સમગ્ર દેશમાં હોસ્પિટલ બની રહી છે
  • લોકોએ નિયમોને નેવે મૂક્યા, 70 હજાર કેસ સામે આવ્યા બાદ લોકડાઉન ચૂસ્ત થયું

મિલાનથી મારિયા મેજેટી: ઈટલી અત્યારે તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. લોકડાઉનના ત્રણ અઠવાડિયા પસાર થયા બાદ પણ પરિસ્થિતિ સામાન્ય દેખાતી નથી. ચારેતરફ સન્નાટો છે અને માત્ર સાયરનનો અવાજ સંભળાય છે. અત્યાર સુધી 86498 પોઝિટિવ કેસ મળ્યા છે. 9134 લોકોના મોત થયા છે. લગભગ 1 કરોડની આબાદી વાળો ઉત્તર ઇટલીનો લોમ્બાર્ડી વિસ્તાર તબાહીનું કેન્દ્ર બન્યો  છે. દેશના જીડીપીમાં આ ક્ષેત્રની ભાગીદારી 20 ટકા છે. અહીં સૌથી વધારે 23895 સંક્રમિત મળ્યા છે. તેમાંથી 5402 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઇટલીના નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ સિલવિયો બ્રુસાફેરો કહે છે કે દેશમાં લોકડાઉનના નિયમોનું કડકાઇથી પાલન કરવાની અસર જોવા મળી રહી છે. આંકડા દર્શાવી રહ્યા છે કે પહેલી વખત કેસ વધવાનો રેટ સિંગલ ડીજીટ (8%)માં આવી ગયો છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઈટલીએ આ મહામારીની ગંભીરતા સમજવામાં અને તેને દૂર કરવાના જરૂરી પગલા ભરવામાં બહુ મોડું કર્યું હતું. અહીં ઉત્તરના ક્ષેત્રમાં જ્યારે મહામારીએ શિકંજો જમાવવાનું શરૂ કર્યું હતું ત્યારે નેતાઓ લોકોને ભરોસો અપાવી રહ્યા હતા કે ડરવાની જરૂર નથી. 

કારણ વિના ફરતા લોકો પર દંડ લગાવવામાં આવ્યો
બીમારી વધ્યા બાદ પણ લોકોની ભીડ થવા પર અંકૂશ આવી રહ્યો નથી. બીજા સ્ટેપમાં લોકોને ઘરોમાં રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા પરંતુ લોકો બેદરકારી સાથે ફરી રહ્યા હતા. એક અઠવાડિયામાં 1 લાખ લોકોએ આ નિયમ તોડ્યો. જ્યારે સત્તાવાર કેસ 70 હજાર પાર પહોંચી ગયા ત્યારે કડકાઇ દાખવવાનું શરુ થયું હતું. આર્મીને તૈનાત કરવામાં આવી હતી. કારણ વિના ફરી રહેલા લોકો પર 3 હજાર યૂરોનો દંડ લગાવવામાં આવ્યો છે. કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. તેમને 5 વર્ષની સજા થઇ શકે છે. હવે રસ્તાઓ ખાલી થયા છે. યુરોપમાં કોરોનાનું કેન્દ્ર બનેલા લોમ્બાર્ડીની હોસ્પિટલોમાં જગ્યાઓ બચી નથી. સુરક્ષા સાધનોની અછત છે. મેડિકલ સ્ટાફ અને ડોક્ટર પણ વાયરસ સામે ઝઝુમી રહ્યા છે. અહીં 5 હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત છે. 33 ડોક્ટરના મોત થયા છે જેમાંથી 19 લોમ્બાર્ડીના છે. 

2008-2009ની મંદીથી પણ ખરાબ પરિસ્થિતિ
અહીં ડોક્ટરોની મદદ માટે ક્યૂબા અને રશિયાથી મેડિકલ ટીમ આવી છે. જાણકારો પ્રમાણે આર્થિક વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઇ છે. પરિસ્થિતિ 2008-2009ની મંદીથી પણ વધારે ખરાબ છે. સરકારે કંપનીઓને 25 બિલિયન યુરોનું પેકેજ આપવાનો વાયદો કર્યો છે. આ ખૂબ નાની મદદ છે. કંપનીઓ લોકોને રજા પર મોકલી રહી છે. લોકો ડરમાં છે. માત્ર 4F મતલબ કે ફેશન, ફૂડ, ફર્નીચર અને ફેરારીને છોડીને અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્રમાં સ્લોડાઉન રહેશે. અહીં ઘણી કંપનીઓએ તેમની ભૂમિકા બદલી નાખી છે. 

ફેશન કંપની ડોક્ટરો માટે ડિસ્પોઝેબલ શર્ટ બનાવે છે
ઈટલીમાં ફેશનની મોટી કંપની કલજેડોનિયા, અરમાની માસ્ક અને ડોક્ટરો માટે ડિસ્પોઝેબલ શર્ટ બનાવી રહી છે. લોકોની મદદ અને પૈસા એકત્ર કરવા માટે 600થી વધુ કેમ્પેન ચાલી રહ્યા છે. અત્યાર સુધી લાખો યુરો એકત્ર કરવામાં આવ્યા છે. અહીં અબજપતિ 350 કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. તે સિવાય સમગ્ર ઈટલીમાં મેડિકલ સેટઅપ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ અઠવાડિયે મિલાનમાં એક્ઝિબિશન સેન્ટરમાં 250 બેડવાળી હોસ્પિટલ શરૂ થઇ જશે. 

99 ટકા મોત 60 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના લોકોની થઇ છે
ઈટલીમાં સંક્રમિત લોકોની એવરેજ ઉંમર 80.4 વર્ષ છે. અહીં આબાદીમાં 65 વર્ષથી ઉપરની ઉંમરની આબાદી 23.3 ટકા છે જે યુરોપની એવરેજ 19 ટકાથી વધુ છે. અહીં માત્ર 1 ટકા મોત 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોની થઇ છે. 80 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનો મૃત્યુદર 22 ટકા છે. તેમાં મોટાભાગના ડાયાબિટિસ , હાર્ટની બીમારી અને મોટી ઉંમરને લગતી બીમારીઓથી પીડિત હતા. 

અન્ય સમાચારો પણ છે...