વિવાદ:ફ્રાન્સના ચર્ચમાં 71 વર્ષથી 3 હજાર નરાધમો બાળકોને શિકાર બનાવે છે, કાલે ખુલાસો

પેરિસ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્યાં-માર્ક સૉવે - Divya Bhaskar
જ્યાં-માર્ક સૉવે
  • 2018માં બનેલા પંચને ફોન હોટલાઇન પર ફરિયાદો મળી

કેનેડાના સ્કૂલ પરિસરમાં 215 બાળકોના શબ દફનાવાયાનો મામલો શાંત નહોતો પડ્યો ત્યાં હવે ફ્રાન્સમાં મોટો ખુલાસો થવા જઇ રહ્યો છે. એક સ્વતંત્ર પંચે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે 1950 બાદથી અનેક ચર્ચમાં 2,900થી 3,200 એવા પાદરી કે સભ્યો રહ્યા છે કે જેમણે બાળકોને પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા. પંચના વડા જ્યાં-માર્ક સૉવેએ રિપોર્ટ જારી કરતા પહેલાં રવિવારે આ અંગે માહિતી આપી કે મામલાની ગંભીરતા એ બાબત પરથી જાણવા મળે છે કે પંચે તેના આકલનને લઘુત્તમ કહ્યું છે, મતલબ કે સાચો આંકડો વધારે હોઇ શકે છે.

ફ્રેન્ચ કેથલિક ચર્ચ દ્વારા વર્ષ 2018માં સ્વતંત્ર પંચ રચાયું હતું. તેમાં 22 લીગલ પ્રોફેશનલ્સ, ડૉક્ટર્સ, ઇતિહાસવિદો, સમાજશાસ્ત્રીઓ અને ધાર્મિક વિદ્વાનોને સામેલ કરાયા. તેમનું કામ 1950ના દાયકામાં પાદરીઓ દ્વારા બાળકોના જાતીય શોષણના આરોપોની તપાસ કરવાનું હતું. તપાસના ભાગરૂપે પંચે સાક્ષીઓના નિવેદન લીધા. ફોન હોટલાઇન પણ શરૂ કરાઇ. હોટલાઇન બનતાં જ હજારો લોકોના મેસેજ આવવાના શરૂ થયા, જેમણે પોતાની સાથે થયેલા ગુનાની માહિતી આપી.

પંચ પીડિતો અને ગુનેગારો બંનેની માહિતી આપશે
પંચનો 2,500 પેજનો રિપોર્ટ મંગળવારે આવશે, જે ચર્ચ, કોર્ટ અને પોલીસ આર્ચઇવ સાથે સાક્ષીઓના આધારે અઢી વર્ષના રિસર્ચ બાદ તૈયાર કરાયો છે. તેમાં ગુનેગારો અને પીડિતો બંનેની સંખ્યાની માહિતી અપાશે. બાળકોનું જાતીય શોષણ કરતા હેવાનો ચર્ચમાં કેવી રીતે સક્રિય રહ્યા તે પણ જણાવાશે.

અન્ય સમાચારો પણ છે...