• Home
  • International
  • Chisachis Machi was just one km from the airport after the plane crashed in Jinnah Garden.

કરાચી પ્લેન ક્રેશની તસવીરો / 15 ઘરોને નુકસાન પહોંચાડીને પ્લેન ક્રેશ થયું, તેની પાછળનો ભાગ જમીનથી અથડાયો, આગળ બેઠેલા પ્રવાસીઓ બચી ગયા

Chisachis Machi was just one km from the airport after the plane crashed in Jinnah Garden.
X
Chisachis Machi was just one km from the airport after the plane crashed in Jinnah Garden.

  • આ પ્લેન 15 વર્ષ જૂનું હતું, કરાચી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે દુર્ઘટના બની

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 10:22 PM IST

કરાચી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક પેસેન્જર પ્લેન શુક્રવારે કરાચી એરપોર્ટ પાસે ક્રેશ થયું હતું. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 98 લોકો ઓનબોર્ડ હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે તે એરપોર્ટથી માત્ર એક કિલોમીટર દૂર હતું. પ્લેન મોડલ કોલોનીના જિન્ના ગાર્ડન વિસ્તારમાં ક્રેશ થયું હતું. ત્યાં ઘણા મકાનોમાં આગ લાગી ગઇ અને સમગ્ર વિસ્તારમાં ધુમાડો ભરાઇ ગયો હતો.15 ઘરોને નુકસાન પહોંચાડીને આ પ્લેન ક્રેશ થયું હતું. આ સમયે પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાયો હતો. તેના લીધે આગળ બેઠેલા લોકો બચી ગયા. જોકે તેમને ગંભીર ઇજા પહોંચી છે. 

પ્લેનનો કાટમાળ. અધિકારીઓનું કહેવું છે કે રેસ્ક્યૂ ઓપરેશન હજુ 48 કલાક ચાલી શકે છે. 
ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યૂ મિશન ચાલુ છે. 
પ્લેન ક્રેશ થવાથી ઘણા મકાનોમાં આગ લાગી ગઇ હતી.
દુર્ઘટનામાં એક બાળકનું પણ રેસ્ક્યૂ કરવામા આવ્યું હતું.


બેન્ક ઓફ પંજાબના પ્રેસીડન્ટ જફર મસૂદ દુર્ઘટનામાં બચી ગયા હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી