તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Chinese Rocket Has Reportedly Crashed In The Indian Ocean, South West Of India & Just Over The Maldives!

ચીનનું 21 ટનનું રોકેટ ક્રેશ:બેકાબૂ બનેલું ચાઈનીઝ રોકેટ 'માર્ચ 5B' ગુજરાત ઉપર પણ પસાર થયું હતું, અંતે માલદિવ્સના દરિયા નજીક ક્રેશ

3 મહિનો પહેલા
ચીનનું બેકાબૂ થયેલુ રોકેટ જ્યારે ગુજરાત પરથી પસાર થયું હતું તે સમયની તસવીર
  • ચીનના રોકેટ પર નાસાની પણ નજર હતી, તે કોઈ પણ ક્ષણે ક્રેશ થવાની શક્યતા હતી

ચીન દ્વારા માર્ચ 5B નામના રોકેટને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું જે આજે વહેલી સવારે ક્રેશ થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ રોકેટ માલદિવ્સના દરિયા નજીક ક્રેશ થયું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા આ બેકાબૂ થયેલા રોકેટને સતત ફોલો કરવામાં આવતું હતું. આ બેકાબૂ થયેલું રોકેટ ગુજરાતના કચ્છ ઉપરથી પણ પસાર થયું હતું અને અંતે આજે વહેલી સવારે તે ભારત નજીક માલદિવ્સના દરિયા નજીક ક્રેશ થયું છે.

સ્પેસ ટ્રેકનો ખુલાસો

અમેરિકન મિલેટ્રી ડેટાનો ઉપયોગ કરતી સ્પેસ મોનિટરિંગ એજન્સી 'સ્પેસ ટ્રેકે' પણ આ વાત સ્વીકારી છે કે, રોકેટ ક્રેશ થઈ ગયું છે. સ્પેસ ટ્રેકે એક ટ્વિટ પોસ્ટ કરીને કહ્યું છે કે, લોંગ માર્ચ 5Bના પૃથ્વીમાં પ્રવેશ કરતા જે લોકો તેના પર નજર રાખતા હતા તે લોકો હવે આરામ કરી શકે છે. રોકેટ ક્રેશ થઈ ગયું છે.

માલદિવ્સ નજીક મળ્યો રોકેટનો કાટમાળ
'ચાઈના મેન્ડ સ્પેસ એન્જિનિયરિંગ ઓફિસ'એ રવિવારે કહ્યું છે કે, બેઈજિંગના સમય પ્રમાણે સવારે 10.24 વાગે રોકેટે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરી લીધો હતો. તેનો કાટમાળ 72.47 ડિગ્રી પૂર્વી દેશાંતક અને 2.65 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ પર એક ખુલ્લા દરમિયામાં પડ્યો છે. હિન્દ મહાસાગરના જે વિસ્તારમાં રોકેટનો કાટમાળ મળ્યો છે તે માલદિવ્સથી ઘણો નજીક છે. એજન્સીએ કહ્યું છે કે, વાતાવરણમાં પ્રવેશ દરમિયાન મોટાભાગનો હિસ્સો સળગીને ખાક થઈ ગયો હતો. આમ, સમગ્ર દુનિયામાં દરેક દેશના સરકારને ચિંતા હતી કે આ રોકેટ ક્યાં અને ક્યારે ક્રેશ થશે તેમણે હવે રાહતનો શ્વાસ લીધો છે.

આ રોકેટ ચીનના દક્ષીણી હેનાનથી 29 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ પર કેટલીક ખામી સર્જાતા એને સંચાલિત કરનારી ટીમે આના પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. હવે આવી પરિસ્થિતિમાં માર્ચ 5બી રોકેટ પૃથ્વી તરફ પૂર ઝડપે આવી રહ્યું હતું અને પૃથ્વીની કોઈપણ જગ્યા પર ક્રેશ થવાની શક્યતા હતી.

આ રોકેટ 19,050 કિલો વજનનું છે
આ રોકેટનો મુખ્ય હિસ્સો છે, જેને કોર કહેવામાં આવે છે. આનું વજન લગભગ 21 ટન એટલે કે 19 હજાર 50 કિલો જેટલું છે અને લંબાઈ 100 ફૂટથી વધુ છે. આ બેકાબૂ રોકેટ શનિવારે 8 મેના રોજ પૃથ્વીના વાતારણમાં પ્રવેશ કરી શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને યૂરોપની સ્પેસ એજન્સી સહિત અન્ય દેશની સંસ્થાઓ પણ પોતાની રડાર સિસ્ટમથી આના પર સતત નજર રાખી રહ્યું છે. જ્યારે પણ આ રોકેટ પૃથ્વીમાં પ્રવેશ કરશે ત્યારે એ જે પણ દેશમાં ક્રેશ થવાનું હશે એની પહેલા જ આ સ્પેસ એજન્સીઓ ત્યાંના સ્થાનિક પ્રશાસનને આની સૂચના આપી દેશે.

નાસાએ ચીનની ટીકા કરી
18 હજાર કિલોના આ રોકેટનો કાટમાળ હિંદ મહાસાગરમાં પડ્યા પછી ચીનની ટીકા કરતા નાસાએ કહ્યું કે, ચીન પોતાના અંતરિક્ષ કાટમાળની જવાબદારી ઉઠાવવા માટે અને તેને લગતા માપદંડો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું છે. નાસાના મતે, વિશ્વના તમામ દેશોએ અંતરિક્ષમાંથી આવતી પોતપોતાની ચીજવસ્તુઓ સામે પૃથ્વી પરના નાગરિકો અને તેમની સંપત્તિના જોખમો ઘટાડવા ગંભીર રહેવું જોઈએ.

ગત વર્ષે પણ એક રોકેટ ક્રેશ થયું હતું
આ બેકાબૂ રોકેટ એટલું ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યું છે કે તે કયા ક્ષેત્રમાં અને ક્યારે ક્રેશ થશે? એ જાણવું પણ ઘણું મુશ્કેલ બની ગયું છે. આમ તો પૃથ્વીના વાતાવરણમાં આવતા જ આ રોકેટ મોટા ભાગે બળી જશે, પરંતુ જે પણ ભાગ બચ્યો હશે એ જો કોઈપણ દેશની જનસંખ્યાવાળા પ્રદેશમાં ક્રેશ થયો તો ભારે વિનાશ સર્જી શકે છે. ગત વર્ષે ચીનનું એક રોકેટ પશ્ચિમ આફ્રિકા અને એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...