શી જિનપિંગને મગજની બીમારી:સેરેબ્રલ એન્યુરિઝમથી પીડાય છે ચીનના રાષ્ટ્રપતિ, ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું

8 દિવસ પહેલા

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સેરેબ્રલ એન્યુરિઝમ (એક પ્રકારની મગજની બીમારી)થી પીડિત છે. તેમણે ગયા વર્ષે આ જ કારણથી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જિનપિંગ સર્જરીની જગ્યાએ પારંપરિક દવાઓથી સારવાર કરી રહ્યા છે. આ દવાઓના ઉપયોગથી મગજના બ્લડ સેલ્સ નરમ થાય છે.

શી જિનપિંગની હેલ્થ વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. તેમણે બીજિંગ વિન્ટર ઓલિમ્પિક પહેલાં અને કોરોનાની લહેર સમાપ્ત થઈ ત્યાં સુધી તેમણે વિદેશી નેતાઓને મળવાનું ટાળ્યું હતું. ત્યાર પછી તેઓ બીમારી હોવાની વાત વધુ મજબૂત થઈ હતી.

આ પહેલાં માર્ચ 2019માં ઈટાલી યાત્રા દરમિયાન તેમને લથડિયાં આવી ગયાં હતાં અને જ્યારે તેઓ ફ્રાન્સની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં પણ તેમને બેસવા માટે મદદ લેવી પડી હતી. આ જ રીતે ઓક્ટોબર 2020માં શેનઝેનમાં ભાષણ દરમિયાન તેમનો અવાજ ખૂબ ધીમો હતો અને તેમને ખૂબ ખાંસી આવતી હતી. ત્યારે તેમની બીમારી હોવાની આશંકા વધી ગઈ હતી.

શું હોય છે સેરેબ્રલ એન્યુરિઝ્મ
સેરેબ્રલ એન્યુરિઝ્મથી પીડિત વ્યક્તિના મગજની નસો નબળી થઈને ફૂલી જાય છે. 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને અથવા હાઈ બ્લડપ્રેશર, જિનેટિક બીમારી, ઈન્ફેક્શન અથવા મગજમાં ઈજા થઈ હોય, તણાવથી પીડાતા લોકોને આ બીમારીનો સામનો કરવો પડે છે.

આ બીમારી મગજના કોઈપણ ભાગમાં થઈ શકે છે અને એમાં ગમે ત્યારે મગજની નસ ફાટવાની શક્યતા રહે છે. ખૂબ માથાનો દુખાવો, હાથ-પગમાં લકવો થવો, સતત નબળાઈ અને ચક્કર આવવા, આ બીમારીનાં લક્ષણો છે. એ સિવાય ખેંચ આવવાને પણ આ બીમારીનું લક્ષણ માનવામાં આવે છે.

કથળતી અર્થવ્યવસ્થા વિશે તણાવમાં જિનપિંગ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી ચીનની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે. યુક્રેન યુદ્ધના કારણે ચીનમાં ગેસ અને તેલની કિંમત ખૂબ વધી ગઈ છે. એ ઉપરાંત ઝીરો કોવિડ પોલિસીને કારણે પણ ઈકોનોમી મુશ્કેલમાં છે. આ બધાને કારણે જિનપિંગ ખૂબ તણાવમાં રહે છે. આ સ્ટ્રેસ તેમની આ બીમારીનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...