ચીને કર્યો ડરાવવાનો પ્રયાસ:ભારત સાથેની સરહદ પર બોમ્બર પ્લેન તહેનાત કર્યા, તેની લોન્ગ રેન્જ મિસાઈલની હદમાં દિલ્હી અને એરબેઝ

16 દિવસ પહેલા
  • જૂનમાં ચીને ઘણા દિવસો સુધી લદ્દાખની નજીક પોતાના વિસ્તારમાં સ્ટીલ્થ બોમ્બ જેટ H-20નો ટેસ્ટ કર્યો હતો

ચીને એક વખત ફરી ભારતને ધમકાવવાની કોશિશ કરી છે. ચીનની આર્મીએ ભારત સાથે જોડાયેલી સીમા પર બોમ્બર પ્લેન તહેનાત કર્યા છે. તે એરક્રાફટ CJ-20 લોન્ગ રેન્જ મિસાઈલ સાથે લેન્સ છે, જેની રેન્જમાં દિલ્હી પણ છે. ગત સપ્તાહે 11 નવેમ્બરે પીપુલ્સ લિબરેશન આર્મી(PLA)ની વાયુસેનાની 72મી એનિવર્સિરી પર ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝને હિમાલયની પાસે ઉડાન ભરી રહેલા H-6K બોમ્બર્સ પ્લેનના ફુટેજ પણ બહાર પાડ્યા હતા.

સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટના જણાવ્યા મુજબ, બીજિંગની નજીક તહેનાત રહેનાર પોતાના ફાઈટર જેટ્સને પણ ચીને શિનજિંયાંગ વિસ્તારમાં શિફ્ટ કર્યું છે. આ વિસ્તાર પણ એ જગ્યાની નજીક છે, જ્યાં ભારત અને ચીનની વચ્ચે વિવાદ છે. પોસ્ટ સાથેની વાતચીતમાં મિલિટ્રી એનાલિસ્ટ એન્થની વોન્ગે કહ્યું છે કે બોમ્બર એરક્રાફટ અને તેની CJ-20 મિસાઈલોની રેન્જમાં દિલ્હી પણ આવે છે. તે સીધી રીતે ભારત માટે ચેતવણી છે.

એક બીજા એનાલિસ્ટ સોંગ જોન્ગપિંગનું માનવું છે કે ચીનની સેના ભારતની રાજધાનીથી વધુ રેન્જમાં આવનારા એરબેઝને ટાર્ગેટ કરવાને સારો વિકલ્પ ગણશે. તેમણે કહ્યું કે ચીન રહેણાંક વિસ્તાર પર હુમલો કરવા માંગતુ નથી, આ સંજોગોમાં તે પોતાની લોન્ગ રેન્જ મિસાઈલથી દિલ્હીને નિશાન બનાવવા નહિ માંગે.

ચીનના પગલા પર સૈન્ય વિશેષજ્ઞોમાં મતભેદ, 2 કારણો
પ્રથમઃ એરક્રાફટમાં ન નજર આવી લોન્ગ રેન્જ મિસાઈલ
એક અન્ય એનાલિસ્ટે ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝનના ફુટેજનું અધ્યયન કર્યા પછી કહ્યું કે બોમ્બર વિમાનો પર ઘણી શોર્ટ રેન્જ મિસાઈલ ફિટ હતી, જોકે તેની પર લોન્ગ રેન્જ મિસાઈલ દેખાઈ નહોતી. ચીનેે જાણી જોઈને આ પગલુ ઉઠાવ્યું છે.

બીજુંઃ કોરોનાની વચ્ચે વિવાદ વધારવા નહોતું માંગતુ ચીન
મિલિટ્રી સાઈન્સ રિસર્ચર જોઉ ચેનમિંગે કહ્યું કે આ ખૂબ સાધારણ ચેતવણીવાળું પગલું છે. ચીન નિશ્ચિત રીતે સીમા વિવાદને વધારવા માંગે છે. તેનું કારણ એ છે કે ઠંડીમાં કોરોના મહામારી વધુ પ્રભાવી થવાની શક્યતા છે.

લદ્દાખની સામે સ્ટીલ્થ બોમ્બર્સનો પણ ટેસ્ટ કર્યો હતો
આ વર્ષે જૂનમાં ચીને ઘણા દિવસો સુધી લદ્દાખની નજીક પોતાના વિસ્તારમાં સ્ટીલ્થ બોમ્બ જેટ H-20નો ટેસ્ટ કર્યો હતો. તે જેટ રડારની રેન્જમાં આવ્યા વગર ટાર્ગેટ કરવાની ક્ષમતા રાખે છે. મિલિટ્રી એક્સપર્ટના જણાવ્યા મુજબ, આ સ્ટીલ્થ બોમ્બર ઘણી આધુનિ ટેકનિકોથી લેન્સ છે. તે પરમાણુ હુમલો કરી શકે છે કે નહિ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...