તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Chinese Media Mocks US Donation । 80 Vaccine Vials To Trinidad And Tobago । Worst Public Relations Award Of The Year

અમેરિકાની ઠેકડી ઊડી:બાઇડન સરકારે એક આફ્રિકી દેશને વેક્સિનની ફક્ત 80 શીશી દાનમાં આપી, ચીની મીડિયાએ કહ્યું- તમે એવૉર્ડ વિનિંગ કામ કર્યું છે

3 મહિનો પહેલા

અમેરિકા અને ચીન વચ્ચે અન્ય દેશોને વેક્સિન દાન કરવાની વિદેશ નીતિ દ્રઢ કરવાની રેસ લાગી છે. આ દરમિયાન ચીનના ગ્લોબલ ટાઇમ્સ, ચાઇના ડેલી સહિત શિન્હુઆ એજન્સી જેવા મીડિયા ગૃહે અમેરિકાની વેક્સિન પોલિસીનો મજાક ઉડાવ્યો હતો.

અમેરિકાએ 14 જૂને ત્રિનિદાદ અને ટોબૈગોને ફાઇઝર વેક્સિનની 80 શીશિઓ દાનમાં આપી. આ જાણકારીને અમેરિકી દૂતાવાસે પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી ટ્વીટ પણ કર્યું હતું. અમેરિકી દૂતાવાસે ટ્વીટમાં કહ્યું હતું કે ફાઇઝરના એક ડોઝમાં વેક્સિનના 5 થી 6 ડોઝ હોય છે. અમે આશા રાખીએ છીએ કે આની ગણતરી ડોઝના હિસાબે કરવી જોઇએ.

US કામ ઓછું અને વાતોના વડા કરે છેઃ ચીની મીડિયા
ચીનના શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અમેરિકાના આ દાનની મજાક ઉડાવતા લખ્યું હતું કે, ' અમેરિકાએ કામ ઓછુ અને વાતોના વડા કરવાની કહેવતને સાકાર કરી છે. શું આ દાન માટે અમેરિકાની પસંદગી સૌથી ખરાબ પબ્લિક રિલેશન અવોર્ડ ઓફ ધ યર માટે થઇ શકે છે? એજન્સીએ આ અંગે બુધવારે એક અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. અમેરિકાના ટ્વીટને શેર કરીને ન્યૂઝ એજન્સીએ કુલ 10 ટ્વીટ કર્યા હતા, જેમાં અમેરિકાની ઠેકડી ઉડાવી હતી.

ચીને 1 લાખ ડોઝ દાન કર્યા
ચીને મેમાં ત્રિનિદાદ અને ટોબેગોને સિનેફાર્મ વેક્સિનના એક લાખ ડોઝ દાનમાં આપ્યા હતા. વેક્સિન ડિપ્લોમેસી અંતર્ગત ચીને અત્યારસુધી 53 દેશોને ફ્રીમાં વેક્સિન સપ્લાઇ કરી છે. ચીને અત્યારસુધી ટોટલ કેટલી વેક્સિન દાનમાં આપી છે એનો ડેટા પ્રકાશિત કર્યો નથી, પરંતુ ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર ચીન 15 જૂન સુધી 16.82 મિલિયન (1 કરોડ 60 લાખ 82 હજાર) વેક્સિનના ડોઝ દાન કરી ચૂક્યું છે.

અમેરિકા 50 કરોડ ડોઝ દાન કરશે
દુનિયામાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે અમેરિકા અને ચીન બંને વેક્સિન દાન કરવા પર જોર આપી રહ્યું છે. અત્યારે આયોજિત બ્રિટનની જી-7 સમિટમાં પણ અમેરિકાએ આના પર ફોકસ કર્યું હતું. એણે કહ્યું હતું કે અમેરિકા દુનિયાના ગરીબ દેશોને ફાઇઝર વેક્સિનના 0.5 બિલિયન (50 કરોડ) ડોઝ દાન કરશે. જેમાંથી 80 મિલિયન ડોઝ (8 કરોડ) જૂનના અંતસુધી દાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...