• Home
  • International
  • Chinese letter checks passenger's passenger every two hours in India's name / flight, government puts stickers on people's passports, tracked by QR code

ચીનની ભારતના નામે ચિઠ્ઠી / ફ્લાઈટમાં બે કલાકે યાત્રિઓનું ટેમ્પરેચર ચેક કરાતું, સરકારે પાસપોર્ટ પર સ્ટીકર લગાવ્યા, QR કોડથી ટ્રેક કર્યા

Chinese letter checks passenger's passenger every two hours in India's name / flight, government puts stickers on people's passports, tracked by QR code
X
Chinese letter checks passenger's passenger every two hours in India's name / flight, government puts stickers on people's passports, tracked by QR code

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:17 PM IST

શાંઘાઈઃ ઈમૈનુઅલ ડીન ઈન્ડોનેશિયાના સુરબાયા શહેરથી છે, પરંતુ ચીનના શાંઘાઈ શહેરને પોતાનું બીજું ઘર માને છે. અહીંયા તેઓ છેલ્લા 2 વર્ષથી એક સ્ટાર્ટ અપ ‘બૂમી’ ચલાવી રહ્યા છે. પોતાને ઈન્ડોનેશિયન ચાઈનીઝ પણ કહે છે. કોરોના વાઈરસની ચીનમાં અસર વધ્યા પહેલા જ તેઓ પોતોના શહેર સુરબાયા ચાલ્યા ગયા હતા અને જ્યારે આ માહામારી થોભી ત્યારે પાછા આવ્યા હતા. ઈમૈનુઅલે કોરોનાની અસર વધ્યા પહેલા અને તેને થોભ્યા પછીનું શાંઘાઈ જોયું છે. ભારતના નામે તેમની આ ચિઠ્ઠીમાં તેઓ આ જ અનુભવને શેર કરી રહ્યા છે...

‘જ્યારે ગત વર્ષે ડિસેમ્બરમાં વુહાનમાં કોરોના મહામારીના પ્રારંભિક કેસ સામે આવ્યા તો તેની સાતે જોડાયેલા ફોટો અને વીડિયો ચાઈનીઝ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે, વીચેટ, વાઈબો અને શિહેંગ શૂ પર ફેલાતા ગયા હતા. વુહાનના આ દ્રશ્ય ભય પેગા કરવા વાળા હતા પરંતુ શાંઘાઈમાં બધું સામાન્ય હતું. કદાચ એ વખતે વુહાનની બહાર ઓછા જ લોકો આ મહામારી વિશે વધારે વિચારતા હતા. ચીની લોકોનું નવું વર્ષ ‘લુનાર’(25 જાન્યુઆરી) જ્યારે નજીક આવવા લાગ્યું, તો એ વખતે વુહાનમાં દર્દી ઝડપથી વધવા લાગ્યા હતા. જો કે, ત્યારે પણ શાંઘાઈમાં આ આંકડો ઓછો ન હતો. એ વખતે પણ અહીંયા લોકોમાં પણ એટલો ડર ન હતો.’

બસ એ જ વખતે હું પણ નવું વર્ષ ઉજવવા માટે મારા શહેર સુરબાયા આવ્યો હતો. મેં વિચાર્યું હતું કે, 10 ફેબ્રુઆરીએ ફરી શાંઘાઈ પાછો આવી જઈશ, પણ એવું ન થઈ શક્યું. નવા વર્ષ બાદ અહીંયા સંક્રમણ ઝડપથી ફેલાયું હતું. રોજ 1500 થી 2000 નવા દર્દી સામે આવવા લાગ્યા હતા. એવામાં મેં 10 ફેબ્રુઆરીએ ચીન જવાના ઈરાદો બદલ્યો હતો. સંક્રમણ જ્યારે થોભ્યું સ્થિતિ જ્યારે નિયંત્રણમાં આવી ત્યારે મેં 20 માર્ચે શાંઘાઈમાં પગ મૂક્યો. ફ્લાઈટ સુરબાયાથી સિંગાપુર અને સિંગાપુરથી શાંઘાઈ પહોંચી. સુરબાયાથી ઉડતી વખતે વિમાન લગભગ ખાલી હતું, પરંતુ સિંગાપુરથી શાંઘાઈ વચ્ચે સીટ ભરાયેલી હતી. 

 ફ્લાઈટમાં દર બે કલાકે તાવ ચેક કરાતો હતો, એરપોર્ટ પર ઉતરતા જ સવાલો અને તપાસોનો સિલસિલો શરૂ થઈ ગયો 


ફ્લાઈટમાં ઘણા યાત્રિઓએ વિશેષ સૂટ, ડબલ લેયર માસ્ક અને સ્કી માસ્ક પહેરેલું હતું. મેં પણ પહેર્યું હતું. શાંઘાઈ માટે ઉડાન ભરતી વખતે અમને બે બોટલ પાણી અને એક પેકેટ લંચ આપવામાં આવ્યું હતું. ફ્લાઈટ એટેન્ડેન્ટ દર બે કલાકમાં યાત્રિઓનું ટેમ્પરેચર ચેક કરતા હતા. શાંઘાઈના પુડોંગ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એક-એક કરીને યાત્રિઓને બહાર બોલાવવામાં આવી રહ્યા હતા. પહેલા એવા લોકોને બોલાવવામા આવ્યા જે વધારે સંક્રમિત દેશોમાંથી આવ્યા હતા. ચીને એવા 24 દેશોનું લિસ્ટ બનાવ્યું હતું. ઉતરતા પહેલા અમારી પાસે એક્ઝિટ/એન્ટ્રી હેલ્થ ડિક્લેરેશન ફોર્મ ભરાવ્યું હતું. 12.30 વાગ્યે વિમાનથી નીકળ્યા બાદ અમે ઘણા બૂથોમાંથી પસાર થયા હતા. અમને ઘણા સવાલો પણ પુછવામાં આવ્યા હતા જેમ કે, છેલ્લા 14 દિવસોમાં કયા દેશોમાં ગયા, કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં તો નહોતાને તમે?

ઈમિગ્રેશ અધિકારીઓએ અહીંયા ઘણા યાત્રિઓના પાસપોર્ટ પર પીળું સ્ટીકર લગાવ્યું હતું. તેમને અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. મારું તાપમાન ચેક કર્યા બાદ મને લીલું સ્ટીકર આપવામાં આવ્યું અને જવા દેવામાં આવ્યો. બે મહિના સુરબાયામાં રહેવાના કારણે મને અહીંયા કોઈ તકલીફ નહોતી થઈ. પીળા સ્ટીકર વાળાઓની લાઈનમાં 200-300 લોકો હતા, તેમના માટે ટેસ્ટ અને તપાસની અલગ પ્રક્રિયા ચાલતી રહી. મને પણ વીચેટથી ખબર પડતી હતી કે હજુ અમારા એક ન્યૂક્લિક ટેસ્ટમાંથી પસાર થવાનું છે અને પોતાને હોમ ક્વોરેન્ટાઈન કરવાના છે.

2 દિવસ બાદ જ કોમ્યુનિટી લીડર તપાસ માટે આવ્યા, તેમના આપેલા ક્યૂઆર કોડથી અમારી માહિતી તેમની સુધી પહોંચે છે 
હું એ દિવસે 3 વાગ્યે ઘરે પહોંચી ગયો હતો. આગામી થોડા દિવસ સુધી મને ઘરે જ રહેવા માટે જ કહેવાયું હતું, માત્ર ખાવા માટે હું બહાર નીકળતો હતો. 23 માર્ચે ઘણા લોકો મારા અપાર્ટમેન્ટમાં આવ્યા અને યાત્રા સાથે જોડાયેલા સવાલ પુછવા લાગ્યા હતા. તેમણે મારા ઈમિગ્રેશનના સ્ટીકરનો રંગ પણ જોયો. આ લોકો કોમ્યુનિટી લીડર હતા, જેમને ચીન સરકારે જ નિમણૂક કર્યા હતા. આ લોકો એક નિશ્વિત વિસ્તારમાં બહાર આવતા જતા લોકોની તપાસ કરવાના પ્રભારી હતા. તેમને મને સુશીનેમથી રજિસ્ટર કર્યા અને એક ક્યૂઆર કોડ આપ્યો. જેને અમે વીચેટ અથવા અલીપે પર જોઈ શકતા હતા. જેના દ્વારા અધિકારીઓને ખબર રહેતી હતી કે અમે સ્વસ્થ છીએ કે નહીં. હું જોઈ રહ્યો હતો કે શાંઘાઈ તેના જૂના રૂપમાં પાછું આવી રહ્યું છે, પરંતુ હાલ પણ તે અઢી કરોડની વસ્તીવાળું શહેર જેવું નહોતું લાગતું. 

દરેક જગ્યાએ તાપમાન ચેક થતું હતું, માસ્ક વગર પણ એન્ટ્રી નહોતી અપાતી
હવે જ્યારે હું ઘરની બહાર નીકળું છું તો મને એ અંદાજો બિલકુલ નથી રહેતો કે મારું તાપમાન કેટલી વખત ચેક કરાઈ રહ્યું છે. શોપિંગ મોલ, મેટ્રો સ્ટેશનથી માંડી અપાર્ટમેન્ટ સુધી દરેક જગ્યાએ તાવ માપ્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. પર્યટન ક્ષેત્ર જેવા કે તિયાનજિફાંગ, યુયુઆન ગાર્ડન અથવા જિન્ટિઆંડીમાં અમારે રોજ પાસ લેવાનો હતો. તિયાનજિફેંગાં તાવ સિવાય પાસતો જોતા જ હોય છે. તેની સાથે જ ક્યૂઆર કોડ પણ બતાવવો પડે છે.આ વિસ્તાર સામાન્ય રીતે ભીડભાડ વાળો છે પણ હાલ તે ભૂતિયા વિસ્તાર બની ગયો છે 

મોટાભાગના સ્ટોર્સમાં ગાર્ડ માસ્ક પહેરીને સૂચનાઓ આપે છે. માસ્ક ન પહેરીએ તો અંદર નથી જવા દેતા. અહીંયા દુકાનમાં એન્ટીસેપ્ટીક, સાબુ અને અન્ય વસ્તુઓ તો સરળતાથી મળી જાય છે પણ માસ્ક મળવું મુશ્કેલ છે. શહેરના તમામ સ્ટોર પુરી રીતે ડિઝીટલ બની ગયા છે. હવે અહીંયા કંઈ પણ ખરીદતી વખતે કેશિયરને મળવાની જરૂર નહીં પડે. ક્યૂઆર કોડ સ્કેન કરીને વીચેટ અથવા અલીપેથી પેમેન્ટ કરી શકાય છે.

50% કામકાજ થવા લાગ્યું છે, 4 એપ્રિલે મને પણ 14 દિવસ પુરા થઈ જશે 
ઘણા લોકો ઓફિસમાંથી પાછા આવી ગયા છે. 50%કામ શરૂ થઈ ગયું છે. જો કે, ઘણા નાના વેપારીઓને ધંધો પણ કરવો પડી રહ્યો છે. હું 25 માર્ચે મારી ઓફિસ ગયો હતો, પણ મને પાછો મોકલી દીધો હતો. હું 14 દિવસ પુરા થયા બાદ 4 એપ્રિલે જ કામ શરૂ કરી શકીશ. હું અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ મોબાઈક અને હેલોબાઈકનો જ ઉપયોગ કરું છું. મને મારા દોસ્ત જણાવે છે કે જ્યારે પણ તેઓ મેટ્રો સ્ટેશન પહોંચે છે તો તેમને વીચેટ અને અલીપે દ્વારા જે કાર અથવા બાઈકથી આવ્યા છે, તેને રજિસ્ટર કરવું પડે છે. આવું એટલા માટે કારણ કે જો કોઈ કોરોના સંક્રમિત મળી આવે તો અધિકારી તમારા સંપર્ક વાળા અન્ય લોકોને સરળતાથી ટ્રેક કરી શકે. 

ચીનના લોકોએ સરકારના દરેક આદેશનું પાલન કર્યું 
મહામારીને અટકાવવા માટે ચીની સરકાર પ્રશંસાની હકદાર છે. કોરોના દરમિયાન 80 હજારથી વધારે કોરોના સંક્રમિતોના કેસ હતા, પરંતુ હવે તે 5 હજાર જ છે. ચીનના લોકોની પ્રશંસા કરવી પડશે કારણ કે તેમને સરકારનો દરેક આદેશ સ્વીકાર્યો, માન્યો અને સહયોગ કર્યો છે. મેં એક પણ વ્યક્તિ એવો જોયો નથી જે સાર્વજનિક સ્થળ પર માસ્ક વગર હોય, દરેકે સોશ્યલ ડિસ્ટેસિંગ દ્વારા કોરોનાને રોકવામાં મદદ કરી હતી. 

હાલ પણ શાંઘાઈમાં સતર્કતા રાખલવામાં આવી રહી છે. શહેરમાં આવતા દરેક દેશ અને વિદેશના નાગરિકને એરપોર્ટથી નીકળતા પહેલા ન્યૂક્લિક ટેસ્ટ આપવો જ પડે છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત 24 દેશોથી આવનારા યાત્રિઓને તયશુદા સરકારી હોટલમાં 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. બાર અને રેસ્ટોરન્ટમાં એક વખમાં 50 લોકો એક સાથે બેસી શકે છે. હાલ પણ અહીંયા કોઈ પણ ઈવેન્ટમાં 50થી વધું લોકોને એકઠા થવાની મંજૂરી નથી. શાંઘાઈના રહેવાસી વિસ્તારમાં નિયમોમાં થોડી ઢીલ મળી છે.  

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી