તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનની પત્રકારો પર તવાઈ:કોરોના વાઇરસ અંગે ઘટસ્ફોટ કરનાર પત્રકાર ઝાંગને જેલ ભેગી કરાયાં, વકીલે કહ્યું- મારી ક્લાયન્ટની તબિયત ખરાબ છે

શંઘાઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પત્રકાર ઝાંગ પર ટેક્સ, વિડિયો અને અન્ય મીડિયા માધ્યમ દ્વારા ખોટી સૂચના ફેલાવવાનો આરોપ છે. - Divya Bhaskar
પત્રકાર ઝાંગ પર ટેક્સ, વિડિયો અને અન્ય મીડિયા માધ્યમ દ્વારા ખોટી સૂચના ફેલાવવાનો આરોપ છે.

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર કબજો કર્યો છે અને હવે બધા ચીન પર આ વાઈરસના ફેલાવા માટે આંગળી ચીંધી રહ્યા છે. એવામાં ચીનના વુહાનમાં કોરોના વાઈરસ અંગે ઘણા ઘટસ્ફોટ કરનાર મહિલા પત્રકાર ઝાંગને ઝઘડો કરવા અને સમસ્યાઓને ઉશ્કેરવા માટે દોષિત ઠેરવીને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ પહેલાં મે મહિનામાં ઝાંગને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં.

ઝાંગ ઘણા મહિનાઓ સુધી ભૂખહડતાળ પર રહ્યાં હતાં. ઝાંગના વકીલનું કહેવું છે કે તેમના ક્લાયન્ટની તબિયત પણ ખરાબ છે. ઝાંગ એવાં સિટિઝન જર્નલિસ્ટમાં સામેલ છે જેમની પર વુહાનમાં કોરોના વાઈરસનો ઘટસ્ફોટ કરતાં સંકટનાં વાદળો ઘેરાયાં છે. ઝાંગ સોમવારે પોતાના વકીલ સાથે શંઘાઈ કોર્ટમાં પહોંચ્યાં હતાં.

ઝાંગ પર શું આરોપ છે?
ઝાંગ પર આરોપ છે કે તેઓ ફેબ્રુઆરી મહિનામાં કોરોનાનો રિપોર્ટ કરવા માટે વુહાન આવ્યાં હતાં. અહીં તેમણે ઘણા લાઈવ વિડિયો અને રિપોર્ટ કર્યા, જેને ફેબ્રુઆરીમાં સોશિયલ મીડિયા પર ઘણા શેર કરવામાં આવ્યા. નવેમ્બર મહિનામાં તેમની વિરુદ્ધ સત્તાવાર રીતે આરોપ લગાવાયા હતા કે તેમણે ટેક્સ, વિડિયો અને અન્ય મીડિયા માધ્યમ દ્વારા ખોટી સૂચના ફેલાવી છે. ચીનમાં માનવઅધિકાર સાથે જોડાયેલા NGOનું કહેવું છે કે ઝાંગે પોતાના રિપોર્ટમાં સ્વતંત્ર પત્રકારોને કસ્ટડીમાં નાખવા અને જવાબદારી ઈચ્છી રહેલા પરિવારોને હેરાનગતિ કરવાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

આવી જ રીતે પહેલાં પણ 3 પત્રકાર ભોગ બની ચૂક્યા છે
ઝાંગ પહેલાં પણ ત્રણ પત્રકારો શંકાસ્પદ રીતે ગુમ થયા હતા. આ તમામ કોરોના વાઈરસ માટે રિપોર્ટિંગ કરી રહ્યા હતા. લી જેહુઆ નામનો પત્રકાર ફેબ્રુઆરી મહિનાથી જ ગુમ હતો. જોકે એપ્રિલમાં સામે આવ્યા પછી તેમણે કહ્યું હતું કે તે ક્વોરન્ટીન હતા. આ ઉપરાંત ચેન કિયુશી વિશે પણ ખબર પડી કે તે સરકારની દેખરેખમાં છે. ફેન્ગ બિન નામના પત્રકારનો હાલ પણ કોઈ પત્તો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો