વિચિત્ર ચુકાદો:ચીનની અદાલતે કહ્યું- છેતરપિંડીના આધાર પર છૂટાછેડા નહીં મળે, ચુકાદાથી વિવાદ

બેઈજિંગ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ કહ્યું- જે લોકો જુદા થવા માંગે છે, તો તેમાં કોર્ટને શું વાંધો છે?

પતિ કે પત્ની સાથે ફક્ત છેતરપિંડી કરવાના કારણે છૂટાછેડાની મંજૂરી ના આપી શકાય. આ માટે છૂટાછેડાની અરજી કરવાની પણ મંજૂરી નહીં મળે. આ ચુકાદો ચીનના શેડોંગ પ્રાંતની એક અદાલતે આપ્યો છે. ચીનની સરકારી સમાચાર એજન્સીના મતે, અદાલતે કહ્યું છે કે, એવી અરજીઓનો સ્વીકાર નહીં કરાય, જેમાં છેતરપિંડીને આધાર બનાવીને સંબંધો ખતમ કરવાની વાત કરાઈ હશે.

જોકે, આ ચુકાદાથી આખા ચીનમાં વિરોધ શરૂ થઈ ગયો છે. લોકોનું કહેવું છે કે, જો કોઈ બે વ્યક્તિ જુદા થવા ઈચ્છે છે, તો તેમાં કોર્ટને શું વાંધો છે. અદાલતનું કહેવું છે કે, કોઈની સાથે રહેવાને છેતરપિંડીની રૂપ આપીને છૂટાછેડા કેવી રીતે માંગી શકાય. ટૂંકમાં એડલ્ટ્રીને છૂટાછેડા માટે અરજી દાખલ કરવાનું કારણ નહીં ગણી શકાય. અમે એડલ્ટ્રીને છૂટાછેડા માટેના કારણ તરીકે માન્યતા આપવા નથી માંગતા. આ ચુકાદા પછી દેશભરમાં લોકોએ આકરી પ્રતિક્રિયા કરી હતી.

‘કુલિંગ ઓફ’ ગાળામાં સાથે રહેવું ફરજિયાત કરાયું હતું
ચીને દેશમાં છૂટાછેડાના કેસ ઓછા કરવા માટે છેલ્લા એક વર્ષમાં છૂટાછેડાનો કાયદો લાગુ કર્યો હતો. તેના થકી દંપતી માટે છૂટાછેડા લેવા મુશ્કેલ થઈ ગયા હતા કારણ કે, નવી ગાઈડલાઈન હેઠળ દંપતિને એક મહિના માટે ‘કુલિંગ ઓફ’ ગાળામાં રહેવાનું હોય છે. તે સંપૂર્ણપણે ફરજિયાત કરાયું હતું. તે પાછળનો હેતુ એ હતો કે, જો દંપતિ છૂટાછેડા લેવા ના ઈચ્છે, તો તેમને ફરી સંબંધ શરૂ કરવાનો સમય મળી શકે.

અન્ય સમાચારો પણ છે...