તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જાપાન અને ચીન વચ્ચે શનિવારે તકરાવની પરિસ્થિતી સર્જાઈ હતી. જાપાનનું કહેવું છે કે ચીની નૌકાદળના જહાજોએ તેની દરિયાઇ સરહદમાં ઘુસણખોરી કરી છે. આ મામલે સરકારે ચીન સમક્ષ પણ વિરોધ નોંધાવ્યો હતો. જાપાને કહ્યું કે પૂર્વ ચીન સમુદ્રમાં ચીની સૈન્ય જહાજો તેના અધિકાર વાળા ટાપુઓ પર પહોંચી ગયા હતા. ચીને પણ આ દાવો કર્યો કરી રહ્યું છે. તે આ વિસ્તારમાં વારંવાર ઘૂસણખોરી કરે છે.
જાપાનના વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ચીનના જહાજોની આ હિલચાલ સહન કરવા લાયક નથી. ચીની કોસ્ટગાર્ડના 2 જહાજોએ શનિવારે સેનકાકુ ટાપુની સમીક્ષા કરી. ચીનમાં તેને દિયાઓયુના નામથી ઓળખાય છે. ચીન જહાજોએ કથિત રીતે જાપાનમાં 2 માછીમારી નૌકાઓ અટકાવવાના પ્રયાસ કર્યા હતા.
તેમણે રોકવા માટે જાપાની કોસ્ટગાર્ડે પોતાના જહાજ રવાના કરી દીધા છે. તોપોથી સજ્જ ચીનનું એક જહાજ જાપાનની સરહદ નજીક જોવામાં આવ્યું છે. હાલમાં ચીને એક કાયદો લાગુ કર્યો છે. જે હેઠળ વિદેશી જહાંજો પર હથિયારોની ઉપયોગ કહવા અને તેને નષ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કાયદો લાગુ થયા બાદઆ ઘૂસણખોરીનો પ્રથમ કિસ્સો છે.
ચીનની દાદાગીરી યથાવત
કેટલાક મહિના પહેલા જ સમાચાર મળ્યા હતા કે ચીનની સેનાએ તાઇવાન સાથેના દક્ષિણ પૂર્વી કિનારા પર નેવીના સૈનિકોની ટાઈનાતિમાં વધારો કર્યો છે. ચીન અહીં એક દાયકા કરતાં વધુ સમયથી તૈનાત જૂની ડીએફ-11 અને ડીએફ-15 મિસાઈલોને દૂર કરી રહ્યું છે. તેની જગ્યાએ આધુનિક સુપરસોનિક ડીએફ -17 મિસાઇલો તૈનાત કરી રહ્યું છે. આ મિસાઇલો લાંબા અંતરથી પ્રહાર કરી શકે છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા સંરક્ષણ નિષ્ણાતો દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનને આપ્યા યુદ્ધ વિમાન
ચીને પોતાના ખાસ દોસ્ત પાકિસ્તાન માટે હાલમાં જ બીજું નેવીનું યુદ્ધ જહાજ તૈયાર કર્યું છે. ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ મજબૂત રડાર સિસ્ટમ અને લાંબા અંતરથી પ્રહાર કરવામાં આ મિસાઇલ સક્ષમ છે. તેનાથી દરિયામાં પાકિસ્તાનની તાકાતમાં વધારો થશે. પાકિસ્તાની નેવી 054 એ/પી પ્રકારના 2017માં ચીને 4 યુદ્ધ જહાજો બનાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રથમ શિપ ઓગસ્ટ 2020માં બનાવવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.