ચીનમાં કોરોનાના કેસો વધવાની સાથે ભારત, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં તેની નવી લહેર આવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે ચીનની દવા ઉત્પાદક સિનોફાર્મે કહ્યું છે કે, તેની mRNA વેક્સીનને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. તેમજ કંપનીએ કહ્યું કે, આ વેક્સિન ઓમિક્રોન વેરિયન્ટ સામે લડવામાં મદદરૂપ થશે. શાંઘાઈમાં કંપનીનું એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે, જ્યાંથી દરેક વર્ષે આ વેક્સિનના 2 બિલિયન ડોઝ બનાવવામાં આવશે.
પહેલાં જાણો ભારતમાં કોરોનાની સ્થિતિ શું છે...
ભારતમાં20 જાન્યુઆરીએ 145 નવા કેસ સામે આવ્યા હતા. હેલ્થ મિનિસ્ટ્રીના આંકડા મુજબ, દેશમાં અત્યારે 1946 એક્ટિવ કેસ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી દેશમાં પાંચ લાખથી વધુના મોત થઈ ચૂક્યા છે.
જાપાન: 82 હજારથી વધુ કેસ સામે આવ્યા...
જાપાન ટુડેના રિપોર્ટ મુજબ, 20 જાન્યુઆરીએ ત્યાં 82 હજાર 614 કેસ નોંધાયા હતા. પાટનગર ટોક્યોમાં કોરોનાના કેસની સંખ્યા 6,603 રહી હતી. મોતનો આંકડો 425 રહ્યો હતો. ત્યારે 673 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા.
દુનિયામાં 67 કરોડથી વધુ કેસ
કોરોના worldometer મુજબ, દુનિયામાં હજી સુધી કોરોનાના 67 કરોડ 26 લાખ 86 હજાર 602 કેસ સામે આવી ચૂક્યા છે. 11 જાન્યુઆરી 2020એ ચીનના વુહાનમાં 61 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું. જે દુનિયામાં કોરોનાના કારણે થવાવાળું પહેલું મૃત્યું હતું. આ પછી મોતનો સિલસિલો વધવા લાગ્યો હતો. ત્યારે હજી સધી દુનિયામાં 67 લાખ 40 હજાર 520ના મોત થઈ ચૂક્યું છે.
આ દેશોએ ચીનના યાત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ
ચીનથી આવવાવાળા યાત્રીઓ પર સ્વિડન, જર્મની, મલેશિયા, કતર, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોરક્કો, ફ્રાન્સ, બ્રિટેન, સ્પેન, અમેરિકા, જાપાન, ઈઝરાયલ, ભારત, ઈટલી અને સાઉથ કોરિયાએ પ્રતિબંધ લગાવી રાખ્યો છે. અહિંયા ચીનથી આવવાવાળા યાત્રીઓએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. ત્યારે મોરક્કોએ તો ચીનના યાત્રીઓ પર બેન જ લગાવી દીધો છે. તાઈવાને પણ ચીનથી આવવાવાળા યાત્રીઓ માટે કોવિડ ટેસ્ટિંગ કમ્પલસરી કરી રાખ્યું છે. પાકિસ્તાન અને ફિલીપીન્સ પણ મોનિટરિંગ કરી રહ્યું છે. જ્યારે થાઈલેન્ડ અને ન્યૂઝીલેન્ડે કોઈપણ પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.