તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી ગાઇડલાઇન:હોંગકોંગમાં 6 વર્ષનાં બાળકો પર પણ ચીનની નજર જેથી તે દેખાવોમાં સામેલ ન થાય

બેજિંગ, હોંગકોંગ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચીને હોંગકોંગનાં બાળકો માટે નવી એજ્યુકેશન ગાઈડલાઈન જારી કરી
 • સરકાર વિરોધી દેખાવો પછી ચીને નવો કાયદો લાગુ કર્યો

સામાન્ય રીતે દુનિયામાં થનારા દેખાવોમાં પુખ્ત, યુવાન અને વૃદ્ધ લોકો જ ભાગ લે છે પણ હોંગકોંગમાં 2019માં સરકાર અને ચીનવિરોધી દેખાવોમાં 6 વર્ષ સુધીના બાળકોએ પણ ભાગ લીધો હતો. તેને લઈને સરકારે હોંગકોંગનાં બાળકોના મગજ પર પણ કબજો કરવાનો નિર્ણય કર્યો છે. ખરેખર ચીન સરકારે તેના વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર હોંગકોંગમાં બાળકોને રાષ્ટ્રવાદનું શિક્ષણ આપવા એજ્યુકેશન ગાઈડલાઈન જારી કરી છે. તે હેઠળ ચીનના નેતા એવા શિક્ષણ પર ભાર મૂકી રહ્યા છે જેનાથી તે ચીન પ્રત્યે વફાદાર બને. એટલા માટે 6 વર્ષનાં બાળકોને શીખવાડાઈ રહ્યું છે કે કેવી રીતે બાહ્ય તાકાતના પ્રભાવને વધતા અટકાવે અને પોતાના દેશને કોઈને હસ્તક ન થવા દે.

શિક્ષકો બાળકોને બતાવશે કે પોલીસ અને પીપલ્સ લિબરેશન આર્મી હોંગકોંગના સંરક્ષક છે. તેની સાથે તે આતંકવાદ અને ભાગલાવાદ જેવા મામલાઓ વિશે પણ બાળકોને માહિતગાર કરશે. માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને શીખવાડાશે કે ચાર મુખ્ય ગુના કયા છે? જેને કરતા વ્યક્તિને જન્મટીપની સજા થઈ શકે છે. સરકાર તરફથી એક કાર્ટૂન વીડિયો પણ રિલીઝ કરાયો છે. તેમાં એક ઘૂવડ એક ગ્રેજ્યુએશનની ટોપી પહેરેલો છે જે હોંગકોંગના ઈન્સ્ટિટ્યૂશનલ આર્કિટેક્ચર વિશે જણાવી રહ્યું છે. તેની સાથે તે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા માટે કર્તવ્યો વિશે માહિતી આપી રહ્યું છે. વીડિયોના એક પોઈન્ટમાં કહેવાયું છે કે દેશ માટે રાષ્ટ્રીય સુરક્ષાના મામલાઓનું મહત્ત્વ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો