• Gujarati News
  • International
  • The Double Test Kit Was Purchased Just Before The Epidemic, According To An Australian American Joint Firm

ચીન પર ફરી શંક, કોરોના તેણે જ ફેલાવ્યો:મહામારી પહેલા જ ખરીદી હતી બેગણી ટેસ્ટ કિટ, ઓસ્ટ્રેલિયા-અમેરિકાની જોઈન્ટ ફર્મનો ખુલાસો

વુહાન15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની શરૂઆતને લઈને ચીન પહેલેથી જ વિવાદોમાં છે. ચીન પહેલેથી જ કોરોનાની શરૂઆતને લઈને નિવેદનો બદલતુ આવ્યું છે અને હવે એક નવો ખુલાસો થવાથી ચીનની ભૂમિકા પહેલા કરતા વધુ શંકાસ્પદ બની છે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની જોઈન્ટ સાઈબર સિક્યોરિટી ફર્મે કોરોનાના ચીની કનેક્શનને લઈને રિસર્ચના આધાર પર એક દાવો કર્યો છે.

દાવાના જણાવ્યા મુજબ ચીને કોરોનાનો પ્રથમ કેસ આવવાની જે તારીખ જણાવી, તેના એક મહિના પહેલા ત્યાંના એક પ્રાંતમાં કોરોનાના ટેસ્ટિંગ ઉપકરણોને મોટી સખ્યામાં ખરીદવામાં આવ્યા.

સિક્યોરિટી ફર્મ ઈન્ટરનેટ-2.0ના જણાવ્યા મુજબ ચીનના હુબેઈ પ્રાંતમાં 2019માં PCR(પોલીમર ચેન રિએક્શન) ટેસ્ટ કિટની ડિમાન્ડ અચાનક વધી ગઈ. 2019માં હુબેઈ પ્રાંતમાં RT-PCR ટેસ્ટ પર 67.4 મિલિયન યુઆન(10.5 મિલિયન ડોલર) ખર્ચ કરવામાં આવ્યા, જે 2018માં થયેલા ટેસ્ટિંગથી બે ગણા હતા. તેને અમે RT-PCR ટેસ્ટના નામથી પણ ઓળખીએ છીએ.

વુહાનમાં જ મળ્યો હતો પ્રથમ કેસ
RT-PCR ટેસ્ટ કોરોનાનું સંક્રમણ જાણવા માટે સૌથી ચોક્કસ ગણાય છે. તેમાં વૈજ્ઞાનિક DNA સેમ્પલનું સ્ક્રીનિંગ કરીને ઈન્ફેક્શન વિશે જાણે છે. સૌથી વધુ ટેસ્ટ કિટ હૂબેઈના વુહાન શહેરમાં ખરીદવામાં આવી. ચીનના આ શહેરમાં જ પ્રથમ કોરોનાનો કેસ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો.

કોરોનાને ચીને પહેલા ન્યુમોનિયો ગણાવ્યો
31 ડિસેમ્બર 2019એ ચીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ને જણાવ્યું હતું કે તેને વુહાન શહેરમાં ન્યુમોનિયાનો એક અજીબ કેસ મળ્યો છે. 7 જાન્યુઆરી 2020ના રોજ ચીને અધિકારીક રીતે કોરોનાનો નવો વેરિઅન્ટ સાર્સ-કોવિડ 2 કે કોવિડ-19 મળવાની જાહેરાત કરી.

લેબ એક્સિડન્ટના કારણે કોરોના ફેલાયો હોવાની શક્યતા
કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે એ શક્યતાથી ઈન્કાર ન કરી શકાય કે લેબના કોઈ કર્મચારીની બેદરકારીથી આ ધાતક વાઈરસ લેબની બહાર નીકળ્યો અને તે જ આ મહામારીનું કારણ બન્યો. વુહાનની આ લેબ હુનાન સીફૂડ માર્કેટથી વધુ દુર નથી, જ્યાં સૌથી પહેલા કોરોનાનો કહેર જોવા મળ્યો.

WHOની જે ટીમ ચીન ગઈ હતી, તેને શું મળ્યું હતું?
આ વર્ષે જાન્યુઆરીમાં WHOની ટીમ ચીનના વુહાન શહેરમાં ગઈ હતી. એપ્રિલમાં આ ટીમે પોતાનો રિપોર્ટ આપ્યો, જોકે આ રિપોર્ટમાં કઈ જ આવ્યું નહોતું. કોરોના વાઈરસની ઉત્પતિને લઈને કોઈ નિશ્ચિત નિષ્કર્ષ પણ આવ્યો નહોતો.

પ્રાણીઓથી લોકોમાં કોરોના ફેલાવવાની થિયરી
ઘણા વૈજ્ઞાનિકો માને છે કે કોઈ લેબની જગ્યાએ વાઈરસની નેચરલ ઉત્પતિની શક્યતા વધુ છે. કોરોના વાઈરસ પર કામ કરી રહેલા સ્ક્રિપ્સ રિસર્ચના વૈજ્ઞાનિક ક્રિસ્ટન જી એન્ડરસેન કહે છે કે ઈબોલા અને બીજા વાઈરસ પ્રાણીઓમાંથી જ લોકોમાં ફેલાય છે. આ વાઈરસના જિનોમ સીક્વેન્સથી જ કોરોના ફેલાવવાની શક્યતા સૌથી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...