અફઘાનિસ્તાન અબ ‘ગનિસ્તાન’:ચીન બેલ્ટ એન્ડ રોડને વધારવા તાલિબાનનું મિત્ર બનવા માગે છે, પાક. નવી ચાલ ચાલવાની ફિરાકમાં

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાનું નીકળવું તથા તાલિબાનની વાપસીથી ભારતીય રોકાણ અને પ્રોજેક્ટ પર ખતરો

અફઘાનમાં તાલિબાનના કબજા બાદ હવે દહેશતની સાથે હિંસાનો પણ ખતરો છે. આ દરમિયાન અમેરિકાના બહાર નીકળતા જ ચીનને અફઘાનમાં ફાયદો દેખાઈ રહ્યો છે. તે તેની પૂર્વ સરહદ પર ભાગલાવાદીઓનો સામનો કરવા તાલિબાનનું મિત્ર બનવા માગે છે. સાથે જ તેની મહત્ત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ માટે સમર્થન ઈચ્છે છે.

એવું થવા પર તે સમગ્ર એશિયામાં રોડ મારફતે બિઝનેસ કરી શકશે. હાલ તેણે સંપૂર્ણ એશિયા સુધી પહોંચવા માટે સમુદ્રી માર્ગનો સહારો લેવો પડે છે જે ખૂબ જ મોંઘો છે. તેની અનેક કંપનીઓએ અબજો રૂપિયાનું રોકાણ અફઘાનમાં કર્યું છે, જેની સુરક્ષા પણ ઈચ્છે છે. આ જ કારણ છે કે અત્યાર સુધી તેણે કાબુલમાં તેનું દૂતાવાસ બંધ કર્યું નથી. બીજી બાજુ પાકિસ્તાન પણ તાલિબાનના સહારે ચાલ ચાલવાની તક શોધી રહ્યું છે.

ઉઈગર મુસ્લિમો પરથી ધ્યાન હટાવવાના પ્રયાસ
ચીનના પૂર્વ શિનજિયાંગ પ્રાંત સાથે અફઘાનની સરહદ છે અને અહીં ચીનની મુસ્લિમ વસતી મોટી સંખ્યામાં છે. ઉઈગર મુસ્લિમોને ચીને અહીં વસાવ્યા છે. તાલિબાન અહીં વસેલા ભાગલાવાદીઓને સમર્થન આપી શકે છે જે ચીન માટે મુશ્કેલી સર્જી શકે છે. એટલા માટે ચીને શરત રાખી છે કે તાલિબાન આ મામલે ધ્યાન નહીં આપે. જ્યારે તાલિબાનની મજબૂરી છે કે ચીનની શરતો માને કેમ કે તેને હાલ સમર્થનની જરૂર છે. ચીનની તાલિબાનપરસ્તી તેનાથી જ સામે આવી રહી છે કે સત્તાપલટાના પખવાડિયા પહેલાં જ તેના વિદેશમંત્રી વાંગ યી બેઈજિંગમાં તાલિબાનના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરવા પહોંચી ગયા હતા. બેઈજિંગના સ્વતંત્ર રાજકીય વિશ્લેષક પોની માનીએ તો ચીને અમુક શરતો રાખી છે. તેમાં પહેલી શરત છે કે તાલિબાન ચીનના રોકાણોની રક્ષા કરશે, તેને કોઈ નુકસાન નહીં પહોંચાડે. ચીનના નાગરિકોની સુરક્ષા કરશે. શિનજિયાંગમાં જે ભાગલાવાદી છે તેમની સાથે તાલિબાન કોઈ સંબંધ નહીં રાખે.

રશિયા-ચીનની પાછળ પાક. પણ ઊભું છે
રશિયા, અમેરિકાને સાથ આપી શકે નહીં અને ભારતનું નમતું વલણ અમેરિકા તરફ વધારે છે એટલા માટે પાકિસ્તાન તાલિબાનની પડખે ઊભું રહી શકે છે. વિશ્વમાં એકલા પડી ગયેલા પાક.ને અફઘાન સમીકરણે રશિયા અને ચીનની નજીક લાવી દીધા છે.

બ્રિટન, અમેરિકા અને જર્મની 52 હજાર અફઘાન નાગરિકોને શરણ આપશે
એ અફઘાન નાગરિકો અને પરિવાર સામે મોટું સંકટ છે જેમણે અમેરિકા માટે કામ કર્યું. કાબુલમાં એરપોર્ટ જ એકમાત્ર એવી જગ્યા છે જે તાલિબાનના કબજા બહાર છે. ત્યાં અમેરિકાના 3000 સૈનિકો તહેનાત છે. પેન્ટાગોને કહ્યું છે કે 22000 અફઘાની જેમની પાસે વિશેષ અપ્રવાસી વિઝા(એસઆઈવી) હશે તેમનામાંથી 5000ને દરરોજ એરલિફ્ટ કરાશે. બ્રિટને કહ્યું કે તે 20 હજાર લોકોને તબક્કાવાર શરણ આપશે. જર્મનીએ કહ્યું કે તે 10,000 લોકોને કાઢશે. દેશની વસતીમાં 6 ટકા શરણાર્થી છે.

તાલીમ નિયંત્રણમાં : હેરાતમાં સ્કૂલો શરૂ, બાળકીઓ હિજાબ-બુરખામાં પહોંચી
તાલિબાની નિયંત્રણ હેઠળ હેરાત શહેરમાં હિજાબ અને બુરખામાં છોકરીઓ સ્કૂલે પહોંચી રહી છે. ત્યાં 2 અઠવાડિયાથી સ્કૂલો બંધ હતી. 1990માં જ્યારે તાલિબાનનો કબજો હતો ત્યારે તેણે શરિયતનો કાયદો લાગુ કરી છોકરીઓને શિક્ષણ, રોજગારથી દૂર કરી હતી.

ગનીની દીકરીએ કહ્યું - પિતાના ભાગવાના સમાચારથી હું એસિડની જેમ બળી રહી છું

  • રાષ્ટ્રપતિ અશરફ ગનીની દીકરી મરિયમ ગનીએ કહ્યું કે અફઘાન પર તાલિબાનના કબજા બાદ મારા પિતાને દેશ છોડી ભાગવું પડ્યું. આ સમાચારે મને એસિડની જેમ બાળી નાખી છે. મરિયમ 42 વર્ષીય ફિલ્મ નિર્માતા છે અને તે ન્યુયોર્કના બ્રુકલિનમાં રહે છે.
  • ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાને અફઘાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. આ જાહેરાત બાદ તજાકિસ્તાન સ્થિત અફઘાન દૂતાવાસે રાષ્ટ્રપતિ અશરફ ગનીની જગ્યાએ અમરુલ્લાહ સાલેહનો ફોટો લગાવી દીધો.
અન્ય સમાચારો પણ છે...