ચીનનો કડક સાયબર કાયદો:વ્હોટ્સએપ અને Gmailનો વપરાશ કરનારી મુસ્લિમ મહિલાઓને કસ્ટડીમાં લઈ રહ્યું છે ચીન, કહ્યું- આ સાયબર ક્રાઈમ છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીને ઉઇગર મુસ્લિમો સામે દમન વધાર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચીની સૈનિકો અને પોલીસ વોટ્સએપ કે જીમેલનો ઉપયોગ કરી રહેલી મુસ્લિમ મહિલાઓની અટકાયત કરી રહી છે. ચીનની સરકાર તેમને 'પ્રિ-ક્રિમિનલ્સ' એટલે કે ભવિષ્યમાં ગંભીર ગુનાઓ કરી શકે તેવા લોકો કહી રહી છે. તેને સાયબર ક્રાઇમ પણ કહેવામાં આવી રહ્યું છે. ચીનની આ કાર્યવાહી 'ઇન ધ કેમ્પ્સઃ ચાઇનાઝ હાઇટેક પિનલ કોલોની' નામના નવા પુસ્તકમાં જાહેર કરવામાં આવી છે.

એક વિદ્યાર્થીનીએ ખુલાસો કર્યો
બિઝનેસ ઇનસાઇડરે પુસ્તક વિશે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. જોકે ચીનમાં વોટ્સએપ અને જીમેલનો ઉપયોગ કરી શકાતો નથી, કારણ કે ત્યાં સરકારી નેટવર્ક અને મીડિયા પ્લેટફોર્મ છે, કેટલાક લોકો તેનો ઉપયોગ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) દ્વારા કરે છે. વોશિંગ્ટનમાં રહેતો એક ચીની વિદ્યાર્થીની શિનજિયાંગ ગઈ હતી. ત્યાં તેણે વોટ્સએપ અને જીમેલનો ઉપયોગ કર્યો. બાદમાં ચીની પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલમાં ધકેલી દીધી હતી. આ ઘટના 2017ના અંતમાં બની હતી. વિદ્યાર્થી વેરા ઝોઉના જણાવ્યા અનુસાર, તે 2018ના નવા વર્ષ દરમિયાન જેલમાં પણ હતી.

6 મહિના પછી છોડવામાં આવી
ઝોઉને છ મહિના જેલમાં રહેવું પડ્યું હતું અને બાદમાં તેને આ શરતે મુક્ત કરવામાં આવી હતી કે તે નિયમોનું પાલન કરશે અને દરરોજ સ્થાનિક વહીવટીતંત્રમાં હાજરી નોંધાવશે. ચીનમાં ઉઇગર અને હુઈ મુસ્લિમ સમુદાયો છે. ચીનની સરકાર દ્વારા તેમના પર નજીકથી દેખરેખ રાખવામાં આવે છે. લગભગ 1 મિલિયન ચીની મુસ્લિમો કસ્ટડીમાં છે અને તેમના પર થતા ટોર્ચરની વાર્તાઓ ઘણીવાર વિશ્વ સામે આવી છે.

ઝોઉના જણાવ્યા અનુસાર, વધુ 11 મુસ્લિમ મહિલાઓને તેની સાથે કસ્ટડીમાં લેવામાં આવી હતી. ચીનની સરકારે 2017માં પ્રિ-ક્રિમિનલ્સ એક્ટ લાગુ કર્યો હતો. તેના આધારે હજારો લોકોને કસ્ટડીમાં લેવામાં આવે છે.

હાઈટેક મોનિટરિંગ
રિપોર્ટ અનુસાર ચીનમાં મોટાભાગના લોકોની હાઈટેક મોનિટરિંગ કરે છે જેથી તેઓ સરકાર વિરુદ્ધ કોઈ ઓનલાઇન પ્રવૃત્તિમાં ભાગ ન લે. કોઈ પણ શંકા ધરાવતા લોકોની અટકાયત કરવામાં આવે છે અને તેમને પ્રિ-ક્રિમિનલ્સ એક્ટ હેઠળ ટોર્ચર આપવામાં આવે છે. ઇન્ટરનેટ પ્રોવાઈડર્સને પણ કહેવામાં આવ્યું છે કે યૂઝર્સના ડેટા સરકારને બતાવે.

એક મહિલાના જણાવ્યા મુજબ તેણે વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યું હતું. ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. મહિલા કઝાકિસ્તાનમાં તેના સાથીદાર સાથે વોટ્સએપ ચેટ કરી રહી હતી. બીજી મહિલા બાળકની સ્કૂલ માટે જીમેલમાં લોગ ઇન કરી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...