તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીન સેનાનું નવું હથિયાર:લદાખમાં ચીને માઇક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો, બે શિખરને ભારતીય સૈનિકોના કબજામાંથી છોડાવી લીધાં

લંડન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારત અને ચીન વચ્ચે લદાખના પેંગોંગ સરોવર વિસ્તારમાંથી સૈનિકોને ખસેડવાની દરખાસ્ત પર વાટાઘાટ ચાલી રહી છે- ફાઈલ ફોટો. - Divya Bhaskar
ભારત અને ચીન વચ્ચે લદાખના પેંગોંગ સરોવર વિસ્તારમાંથી સૈનિકોને ખસેડવાની દરખાસ્ત પર વાટાઘાટ ચાલી રહી છે- ફાઈલ ફોટો.

લદાખના પેંગોંગ સરોવર વિસ્તારમાં ડિસએંગેજમેન્ટના પ્રસ્તાવ પર ચાલી રહેલી મંત્રણા વચ્ચે એક મોટો ઘટસ્ફોટ થયો છે. ચીનની એક યુનિવર્સિટીના પ્રોફેસરે દાવો કર્યો છે કે ચીનના સૈનિકોએ લદાખમાં ભારતીય સેનાના કબજા હેઠળનાં શિખરો ખાલી કરાવવા માટે માઈક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો હતો. આ સંજોગોમાં ભારતના સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર બનવું પડ્યું હતું.

આ દાવો રેનમિન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના એસોસિયેટ ડીન જિન કેનરોંગે એક ઓનલાઈન સેમિનારમાં કર્યો છે. આ અંગેનો એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં જિન કહી રહ્યા છે કે તેમની (ભારત) સેનાએ બે શિખર પર કબજો કરી લીધો હતો. વ્યૂહાત્મક રીતે આ શિખર ખૂબ જ મહત્ત્વનાં હતાં.

એ ખૂબ જ ખતરનાક સ્થિતિ હતી. એને લીધે વેસ્ટર્ન થિયેટર કમાંડર પર ખૂબ દબાણ હતું. તેમને કોઈ પણ સંજોગોમાં આ શિખરો પાછાં મેળવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે એવા પણ આદેશ આપવામાં આવ્યા હતા કે કોઈપણ સંજોગોમાં ફાયરિંગ કરવામાં ન આવે. આ સંજોગોમાં કામ ખૂબ જ મુશ્કેલ હતું.

આ ઉત્તર વિચાર હતો
ચીનના પ્રોફેસરે કહ્યું હતું, આ સ્થિતિમાં આપણા સૈનિકોએ એક ઉત્તમ વિચાર રજૂ કર્યો. તેમણે અન્ય બટાલિયનો સાથે વાતચીત કરી અને મુશ્કેલ સમસ્યાનો ઉકેલ મેળવ્યો. તેમણે માઈક્રોવેવ હથિયારનો ઉપયોગ કર્યો હતો. તેમણે શિખર પર નીચેથી હુમલો કર્યો અને તેમણે માઈક્રોવેવ ઓવનમાં બદલી નાખ્યા. ફક્ત 15 મિનિટમાં જ ભારતીય સૈનિકો ઊલટી(વોમિટિંગ) કરવા લાગ્યા. તેઓ ત્યાં ઊભા પણ રહી શકતા ન હતા. છેવટે તેઓ આ શિખર છોડીને જતા રહ્યા. આ રીતે બે શિખર પાછાં મેળવી લીધાં. એને લીધે કોઈ જ પ્રકારની સમજૂતીનું ઉલ્લંઘન થયું નથી.

આ ઘટના અંગે કોઈએ વાત કરી નથી
બ્રિટનના અખબાર ધ ટાઈમ્સે જિનને ટાંકી અહેવાલમાં લખ્યું છે કે આ ઘટનાનો વધુ પ્રચાર કરવામાં આવ્યો નથી, કારણ કે અમે આ સમસ્યાનો ખૂબ જ સારી રીતે ઉકેલ મેળવી લીધો હતો. ભારતે પણ આ મુદ્દે વધુ વાત કરી નથી, કારણ કે તેઓ ખૂબ જ ખરાબ રીતે હારી ગયા હતા. ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, આ હુમલો 29મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો.

માઈક્રોવેવ હથિયાર શું છે
માઈક્રોવેવ ઈલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશનનું એક સ્વરૂપ છે. એનો ઉપયોગ ભોજન બનાવવા અને રડાર સિસ્ટમમાં કરવામાં આવે છે. વર્ષ 2008માં બ્રિટનના એક સામયિક ન્યૂ સાયન્ટિસ્ટે જણાવ્યું હતું કે માઈક્રોવેવ શરીરના ભાગોને ગરમ કરી શકે છે. કાન મારફત માથામાં એક શોકવેવનું સર્જન કરે છે. આ ટેક્નોલોજી ધરાવતાં હથિયારોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ અંગે અનેક દેશ સંશોધન કરી રહ્યા છે.

ધ ટાઈમ્સે દાવો કર્યો છે કે ભારતીય સેના સામે ચીન તરફથી માઈક્રોવેવ હથિયારનો ઉપયોગ સૈનિકો સામે તેમની પહેલી ગોઠવણ હોઈ શકે છે. માઈક્રોવેવ હથિયારો પર અનેક દાયકાથી સંશોધન ચાલી રહ્યું છે. આ પ્રકારનાં હથિયારોની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઓછાં ઘાતક માનવામાં આવે છે. એનાથી ગંભીર ઈજા થવાના કે મૃત્યુ થવાનું જોખમ રહેતું નથી.

અમેરિકી રાજદ્વારીઓએ ફરિયાદ કરી હતી
વર્ષ 2016થી 2018 વચ્ચે અમેરિકાના 36થી વધારે રાજદ્વારી અને તેમના પરિવાર બીમાર થઈ ગયા હતા. આ રાજદ્વારી ચીન અને ક્યુબામાં ગોઠવવામાં આવ્યા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સે વર્ષ 2018માં કહ્યું હતું કે આ લોકોને કાનમાં ખૂબ જ ઘોંઘાટ થયો અને ઘંટડી વાગે તેવો અવાજ અનુભવતા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પર માઈક્રોવેવ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ચીન માઈક્રોવેવ હથિયારો વિકસાવી રહ્યું છે
વર્ષ 2017માં પોપ્યુલર સાયન્સે કહ્યું હતું કે ચીન એવા માઈક્રોવેવ હથિયારો પર કામ કરી રહ્યું છે કે જે ઈલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરી મિસાઈલો અથવા અન્ય મશીનરીને નકામી કરી શકે છે. આ પ્રકારનાં હથિયાર 300 અને 3,00,000 મેગાહર્ટ્ઝ વચ્ચે એનર્જી પલ્સ સાથે કોઈ પણ નિશાન પર હુમલો કરી શકશે. આટલી એનર્જી દુશ્મનની ઈલેક્ટ્રોનિક સર્કિટને ઓવરલોડ કરી દે છે, જેને લીધે એ બંધ થઈ જાય છે.

દુશ્મનોની રડાર, કમ્યુનિકેશન અને જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ પ્રણાલીને ખરાબ કરવા માટે આ પ્રકારનાં માઈક્રોવેવ હથિયાર ડ્રોન અથવા ક્રૂઝ મિસાઈલ પર ગોઠવી શકાય છે.

અમેરિકા અને જાપાન સાથે સ્પર્ધા
ફેબ્રુઆરી,2019માં ચીન સરકારનું સમર્થન કરતાં મીડિયાએ કહ્યું હતું કે દેશ નુકસાન ન પહોંચાડનાર માઈક્રોવેવ હથિયાર પર કામ કરી રહ્યો છે. આ હથિયાર હિંસક પ્રવૃત્તિઓને અટકાવશે અને વિરોધ પ્રદર્શન કરનારને વિખેરવામાં મદદરૂપ બનશે. એનાથી પોલીસ અને તટરક્ષક દળોને ઘણી સુગમતા રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો