• Gujarati News
  • International
  • China US Tension | Chinese Missile DF 21D And DF 26B Launches In South China Sea; Here's China United States (US) TensionLatest News Updates

ચીનની દાદાગીરી:સાઉથ ચાઈના સીમાં સૈન્ય અભ્યાસ દરમિયાન બે મિસાઈલ છોડી, અમેરિકાએ કહ્યું- આનાથી વિસ્તારની શાંતિ અને સુરક્ષાને જોખમ

બેઈજિંગએક વર્ષ પહેલા
આ તસવીર ચીનની મિસાઈલ DF-21Dની છે. ચીને ગુરુવારે સાઉથ ચાઈના સમુદ્રમાં તેનું પરિક્ષણ કરવાનો દાવો કર્યો છે(ફાઈલ તસવીર)
  • ચીને DF-26B અને DF-21D મિસાઈલનું પરીક્ષણ કર્યું, આ મિસાઈલ જહાજ અને ફાઈટર જેટ્સને નિશાન બનાવી શકે છે.
  • પેન્ટાગને કહ્યું કે, સાઉથ ચાઈના સમુદ્રમાં મિસાઈલોનું પરીક્ષણ ચીન તરફથી 2002માં કરવામાં આવેલી સમજૂતી વિરુદ્ધ છે.

ગુરુવારે ચીને સાઉથ ચાઈના સમુદ્રમાં પાર્સલ આઈલેન્ડ પાસે બે બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. મિલેટ્રી એક્સરસાઈઝ દરમિયાન આ મિસાઈલોને અલગ અલગ જગ્યાએથી લોન્ચ કરવામાં આવી હતી. જેમાં DF-26B મિસાઈલની રેન્જ 4 હજાર કિમી અને DF-21D મિસાઈલની રેન્જ 1500 કિમી સુધીની છે. ચીનની આ મિસાઈલ જહાજો અને ફાઈટર જેટ્સને નિશાન બનાવી શકે છે. અમેરિકાએ ચીન તરફથી કરવામાં આવેલા મિસાઈલ ટેસ્ટીંગ અંગે વાંધો ઉઠાવ્યો છે.

અમેરિકન રક્ષા મંત્રાલય પેન્ટાગને ગુરુવારે દાવો કર્યો કે, ચીને સાઉથ ચાઈના સમુદ્રમાં ઓછામાં ઓછી ચાર મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આનાથી વિસ્તારની શાંતિ અને સુરક્ષા જોખમ મુકાશે.

ચીને સાઉથ ચાઈના સમુદ્રમાં ઘણા સૈન્ય ઠેકાણા બનાવ્યાઃ પેન્ટાગન
પેન્ટાગને કહ્યું કે, સાઉથ ચાઈના સમુદ્રમાં મિસાઈલોનું પરીક્ષણ ચીન દ્વારા 2000માં કરવામાં આવેલી સમજૂતી વિરુદ્ધ છે. સમજૂતી હેઠળ ચીને કહ્યું હતું કે, એવું કોઈ કામ નહીં કરે જેનાથી વિસ્તારમાં તણાવ પેદા થાય. છેલ્લા એક દાયકામાં ચીને અહીંયાના ઘણા આઈલેન્ડ પર પોતાના સૈન્ય ઠેકાણા બનાવ્યા છે. તે આ ક્ષેત્રના ઘણા વિસ્તારો પર પોતાનો દાવો કરી રહ્યો છે. ચીન વિયતનામ, પેલેસ્ટાઈન, મલેશિયા, તાઈવાન અને ઈન્ડોનેશિયા જેવા દેશોના સમુદ્રી વિસ્તારને પણ પોતાના ગણાવી રહ્યો છે.

ચીનનો આરોપઃ અમેરિકન જેટ્સ અમારા નો ફ્લાય ઝોનમાં ઘુસ્યા
ચીનની ડિફેન્સ મિનિસ્ટ્રીના પ્રવક્તા વુ ક્વિને આરોપ લગાવ્યો હતો કે અમેરિકન જેટ્સ અમારા નો ફ્લાઈ ઝોનમાં ઘુસ્યા હતા. અમેરિકન નેવીના બે યૂ-2 એરક્રાફ્ટ્સે ઉત્તરના વિસ્તારમાં અમારી સેનાના અભ્યાસ અંગે કલાકો સુધી જાસૂસી કરી. આનાથી અમારી ટ્રેનિંગ પર અસર પડી. અમેરિકાએ બન્ને દેશો વચ્ચેની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકાની આ હરકત ખતરનાક છે. જો તે ચીનના વિસ્તારમાં ઘુસશે તો આનાથી સૈન્ય અથડામણ થઈ શકે છે. સાથે જ અમેરિકાએ ચીનના આરોપોને ફગાવ્યા તો નથી પણ કહ્યું કે, અમે કોઈ નિયમ તોડ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...