ભાસ્કર ખાસ:હિન્દ-પેસિફિક મહાસાગરમાં ચીનની અમેરિકાના મિત્ર દેશોને ધાકધમકી, ભારત-દ. કોરિયાના ‘ફાઈવ આઈઝ’માં જોડાવાના પ્રસ્તાવથી ડ્રેગન ભડક્યું

ટોક્યો16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીનની દ. કોરિયાને ધમકી, દબદબો ઘટતો જોઈને દબાણની વ્યૂહનીતિ અપનાવી

હિન્દ-પ્રશાંત મહાસાગરમાં સ્થાનિક રાજકીય હરીફાઈ બગડતી જોતા જ મધ્યમ કદના દેશો પર એક જૂથ પસંદ કરવાનું દબાણ વધી ગયું છે. આ દબાણ દક્ષિણ કોરિયા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 1950-53ના કોરિયન યુદ્ધ પછી દક્ષિણ કોરિયા અમેરિકાની ખૂબ નજીક છે.

અહીં અમેરિકાની સેનાનાં વિવિધ થાણાં પણ છે, પરંતુ આર્થિક હિતોના કારણે તે પાડોશી ચીનની પણ નજીક છે. વિદેશી સંબંધોના નિષ્ણાતોનું કહેવું છે કે બેજિંગની ઈચ્છા અમેરિકાના મિત્રદેશોને પોતાની તરફ કરવાની છે. આવું ચીન ખુલ્લેઆમ કરે છે અને તે માટે કોઈ દેશને ધાકધમકી આપતા પણ તે ખચકાતું નથી.

ચીનના વિદેશમંત્રી વાંગ યી ગયા મહિને દક્ષિણ કોરિયા ગયા હતા. દક્ષિણ કોરિયાને આશા હતી કે ચીન ઉત્તર કોરિયા પર વાતચીત કરીને દબાણ ઊભું કરે અને તેને પરમાણુ હથિયારો વિકસાવવાના કાર્યક્રમો બંધ કરવા રાજી કરી લે. આ બેઠકો વખતે ખબર પડી કે વાંગનો એજન્ડા જુદો છે.

એ વખતે વાંગે વ્યૂહાત્મક અંદાજમાં કહ્યું કે, બંને દેશનાં હિતોને ધ્યાનમાં રાખવા જોઈએ. જ્યારે વાંગને મીડિયાએ સવાલ કર્યા ત્યારે તેમણે અમેરિકા-ચીનના બગડતા સંબંધ વચ્ચે દ. કોરિયાનું વલણ કેવું હોવું જોઈએ એ વિશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘તમારે કયા દેશ સાથે રહેવું જોઈએ, તે નિર્ણય કરવો જ પડશે.’

વાંગે પાંચ દેશ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડાના ઈન્ટેલિજન્સ ગઠબંધન ‘ફાઈવ આઈઝ’માં દક્ષિણ કોરિયા સહિત ભારત, જાપાન અને જર્મનીને જોડવાના અમેરિકન પ્રસ્તાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ચીને કહ્યું કે, આ જૂથમાં ચીનના પાડોશી દેશોને સામેલ કરવાથી અમારા દબદબાને નુકસાન થશે.

ચીન દ. કોરિયાને આર્થિક રીતે નબળું પાડી રહ્યું છે
થાડની તહેનાતી હટાવવાની ના પાડ્યા પછી ચીને તેના નાગરિકોને દ. કોરિયા જવા પર પ્રતિબંધ લગાવી દીધો, જેથી તેના પ્રવાસન પર ભારે અસર પડી. બેજિંગે કોરિયાના ગાયકોની વેબસાઈટો પણ પ્રતિબંધિત કરી દીધી. સિયોલની ટ્રૉય યુનિવર્સિટીના પરિસરમાં આંતરરાષ્ટ્રીય સંબંધના પ્રો. ડેનિયલ પિંક્સ્ટન કહે છે કે, દ. કોરિયા અસહજ છે. તેઓ ચિંતિત છે કે તેણે દુનિયાની કઈ મહાશક્તિ સાથે રહેવું જોઈએ!

અન્ય સમાચારો પણ છે...