અફઘાન વિદેશ મંત્રાલયની બહાર બ્લાસ્ટ:ચીન-તાલિબાન વચ્ચે બેઠક ચાલી રહી હતી, 20 લોકોના મોત, તાલિબાન નેતાનું મૌન

કાબુલ18 દિવસ પહેલા
બ્લાસ્ટ થયા બાદ સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં જમીન પર મૃતદેહો પડેલા જોઈ શકાય છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિદેશ મંત્રાલયની બહાર બુધવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 20 લોકા માર્યા ગયા હોવાના સમાચાર છે. જો કે, અફઘાનિસ્તાનમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકો બાબતે કંઈપણ જણાવ્યિં નથી. વિસ્ફોટના સમયે તાલિબાન અને ચીનના અધિકારીઓની વચ્ચે બેઠક ચાલી રહી હતી. ન્યૂઝ એજન્સી AFP મુજબ આ એક આત્મઘાતી હુમલો હતો.

કાબુલ સિક્યોરિટિ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ખાલિદ જાદરાને બ્લાસ્ટની જાણકારી તો આપી, પરંતુ તે જણાવ્યું નહોતું કે કેટલા લોકો માર્યા ગયા છે.

રિપોર્ટ મુજબ બ્લાસ્ટ વિદેશ મંત્રાલયના એન્ટ્રી ગેટ પર થયો હતો.
રિપોર્ટ મુજબ બ્લાસ્ટ વિદેશ મંત્રાલયના એન્ટ્રી ગેટ પર થયો હતો.

ચીનની હોટલ પર 12 ડિસેમ્બરે હુમલો થયો હતો
12 ડિસેમ્બરે ચિનની હોટેલ તરીકે ઓળખાતી રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો હતો. કુલ ત્રણ હુમલાખોરોએ હોટલને નિશાન બનાવી હતી. ત્રણેયના મોત થયા હતા. આ ઘટનામાં બે વિદેશી નાગરિકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલા સમયે હોટલમાં ઘણા ચાઈનીઝ નાગરીકો હાજર રહ્યા હતા. કેટલાક ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હોટલના એક ભાગમાં આગ દેખાતી હતી.

બ્લાસ્ટ બાદ હોટલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગ બીજા અને ત્રીજા માળે લાગી હતી
બ્લાસ્ટ બાદ હોટલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગ બીજા અને ત્રીજા માળે લાગી હતી

નવા વર્ષે મિલિટરી એરપોર્ટ પર બ્લાસ્ટ થયો હતો
આ પહેલા 1 જાન્યુઆરીએ કાબુલમાં એક મિલિટરી એરપોર્ટ પર બ્લાસ્ટ થયો હતો. તેમાં 8 લોકો ઘાયલ થયા હતા. 29 ડિસેમ્બરે પણ અફઘાનિસ્તાનના તાલુકા પ્રાંતમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 લોકો ઘાયલ થયા હતા.

રિપોર્ટ મુજબ, આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે એક સરકારી ઓફિસના સ્ટાફના ડેસ્કની નીચે રાખવામાં આવેલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. 26 ડિસેમ્બરે બાદશાહ ખાન પ્રાંતમાં થયેલા વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું.

ભારતીય દુતાવાસ પણ નિશાના પર રહે છે
અફઘાનિસ્તાનમાં ભારતીય દુતાવાસ પણ નિશાના પર રહે છે. ઓગસ્ટ 2013માં જલાલાબાદમાં દુતાવાસ પર હુમલો કરનારા ત્રણ આત્મઘાતી હુમલાખોરોને ઠાર કરાયા હતા. તેમાં અફઘાનની સેનાના કેટલાક જવાનો પણ માર્યા ગયા હતા. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદુત અમર સિંહાએ માર્યા ગયેલા લોકોના પરિવારજનો અને ઘાયલ થયેલા લોકોની મુલાકાત કરીને તેમને સુરક્ષા આપવાનું વચન આપ્યું હતુ.

એટલું જ નહીં, તમામ ઘાયલોની સારવાર માટેનો ખર્ચ પણ ભારતીય દુતાવાસે ઉઠાવ્યો હતો. 2010માં કાબુલ ખાતેના બે ગેસ્ટ હાઉસમાં થયેલા હુમલામાં 6 ભારતીયોના મોત થયા હતા. જુલાઈ 2008માં એક કાર વિસ્ફોટમાં બ્રિગેડિયર અને આઈટીબીપીના 2 જવાનો પણ શહીદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...