તાઈવાન પર ડ્રેગનની લાલ આંખ:રાષ્ટ્રપતિ જિનપિંગ બોલ્યા- શાંતિ સાથે તાઈવાનને ચીનમાં સામેલ કરીશું; એક દિવસ અગાઉ જ હુમલાની ધમકી આપી હતી

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાઈવાનને એક દિવસ અગાઉ ધમકી આપનારા ચીનના સૂર બદલાયેલા નજરે આવી રહ્યા છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે તાઈવાનને ચીનમાં સામેલ કરશે. આ અગાઉ ચીને જ ધમકી આપી હતી.

બીજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં અંતિમ શાહી રાજવંશની સમાપ્તિ (1911) માટે થયેલી ક્રાંતિની વર્ષગાંઠ પર જિનપિંગે કહ્યું- ચીન કોઈ પણ કીંમતે પોતાની સંપ્રભુતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. તાઈવાનને શાંતિપૂર્ણ રીતે ચીનમાં જોડવું બંને દેશોના વિકાસ માટે જરુરી છે.

જિનપિંગે કહ્યું- કોઈને પણ ચીનની સંપ્રભુતા અને અખંડીતતાના પ્રતિ સમર્પણ અને ક્ષમતાને ઓછી આંકવી ન જોઈએ. દેશના ઐતિહાસિક એકીકરણનું કામ જરુર પૂરુ થશે.

જિનપિંગના નિવેદન પર તાઈવાને શું કહ્યું
તાઇવાને ચીનના રાષ્ટ્રપતિના નિવેદનનો જવાબ આપ્યો છે. તાઇવાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું છે કે તે એક સ્વતંત્ર દેશ છે. તાઇવાન રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ ન હતું તેઓએ 'એક દેશ, બે સિસ્ટમ' માટે ચીનના પ્રસ્તાવને સ્પષ્ટ પણે નકારી કાઢ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય તાઇવાનના લોકોના હાથમાં છે.

એક મહિનામાં PLAએ 60 વખત બોર્ડર ક્રોસ કરી
ચીને 1 ઓક્ટોબરે તેના રાષ્ટ્રીય દિવસે 38 ફાઇટર જેટ્સ સાથે શૌર્ય પ્રદર્શન કર્યું હતું. આ જેટ્સ તાઇવાનની સરહદમાં ઉડ્યા હતા. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ચીને 18 જે-16, 4 સુખોઈ-30 વિમાન અને 2 પરમાણુ બોમ્બ પાડવામાં સક્ષમ એચ-6 બોમ્બ મોકલ્યા હતા. તેના જવાબમાં તાઇવાનની વાયુસેનાએ પણ તેના ફાઇટર જેટ ઉડાવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર ચીને પાછલા મહિનામાં 60 વખત તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે.

તાઈવાન શું કરી રહ્યું હતું, જેનાથી ચીન નાખુશ છે?
ચીનમાં ગૃહયુદ્ધ સમાપ્ત થયા બાદ તાઇવાન 7 દાયકાથી વધુ સમયથી સ્વ-શાસિત રાજ્ય રહ્યું છે. ચીને ક્યારેય 24 મિલિયનની વસ્તી ધરાવનાર તાઇવાન પર શાસન કર્યું નથી, તેમ છતાં ચીન તાઈવાનને પોતાનો અવિભાજિત ભાગ માને છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે જો જરૂર પડશે તો તેઓ તાઇવાન પર કબ્જા માટે સૈન્યનો ઉપયોગ કરવામાં અચકાશે નહીં.

તાઇવાને તાજેતરમાં ટ્રાન્સ-પેસિફિક ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ (CPTPP)માં જોડાવા માટે અરજી કરી છે. ચીન આ પગલાની વિરુદ્ધ છે. 23 સપ્ટેમ્બરે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. મૂંઝવણની સ્થિતિમાં હવે તે તાઇવાનમાં ફાઇટર જેટ્સ મોકલી રહ્યું છે.

શું ચીન લશ્કર વધારવામાં વ્યસ્ત છે?
આ શક્ય છે, કારણ કે જો બીજિંગ તાઇપે સામે સંપૂર્ણ લશ્કરી કાર્યવાહી માટે જાય છે, તો તેમને વિગતવાર ગુપ્ત માહિતીની જરૂર છે. તેમણે એ શોધવું પડશે કે તાઇવાનની સેના કેવી પ્રતિક્રિયા આપશે. તેથી તાઈવાનના રક્ષા ક્ષેત્રમાં વિમાન મોકલીને PLA મેપિંગ કરી રહ્યા છે. તે એક રીતે કાર્યવાહીનો પૂર્વ અભ્યાસ છે.

તાઈવાનની સૈન્ય શક્તિ કેટલી છે?
તાઈવાન પાસે ચીનના મુકાબલે લડાકુ વિમાન નથી. તેનું સ્ક્વાડ્રન પણ 30 વર્ષ જૂનું છે. જો તાઈવાન ચીનના ઉકસાવામાં આવીને ચીન પર હુમલો કરશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે.

ચીન આ ઘુષણખોરીથી કોને સંદેશો આપી રહ્યું છે?
તાજેતરમાં જ્યારે પણ ચીન તાઇવાન પર ગુસ્સે થયું ત્યારે તેણે વિમાનોની ઘૂસણખોરી કરી હતી. 24 એપ્રિલે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રીએ ચીનને તાઇવાનના બચાવની પ્રતિબદ્ધતાની ચેતવણી આપી ત્યારે બીજા જ દિવસે ચીનના વિમાનોએ ઘૂસણખોરી કરી હતી. જૂનમાં જી-7નેતાઓએ ચીનને ઘેરી લીધું હતું અને તાઇવાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તે પછી પીએલએના 28 વિમાનો તાઇવાનની સરહદમાં ઉડાન ભરી હતી. ગયા મહિને અમેરિકા, જાપાન, યુકે, ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ્સે ઓકિનાવા નજીક નૌકાદળની કવાયત હાથ ધરી હતી. ત્યારથી ચીન ચિડાઈ રહ્યું છે. તે ઘુસણખોરીના બહાને તાઇવાન અને તેના મૈત્રીપૂર્ણ દેશોને ધમકી આપે છે.

અન્ય સમાચારો પણ છે...