ચીનનું જાસૂસી નેટવર્ક:ચીન મોબાઇલ ફોન, લેપટોપ, મિક્સર અને ફ્રિઝમાં ચિપ મૂકી જાસૂસી કરે છે

લંડન3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ સરકારની તેમના નાગરિકોને મોટા ખતરાની ચેતવણી
  • બ્રિટનમાં ચીનની એલઇડી લાઇટ્સથી પણ જાસૂસીનો ઘટસ્ફોટ

ચીનનું જાસૂસી નેટવર્ક દુનિયામાં એટલું ઊંડું છે કે તે બ્રિટન જેવા દેશોના કરોડો લોકોની અંગત માહિતી સહેલાઇથી મેળવી શકે છે. આ માટે તેણે જાસૂસો નથી રાખ્યા પરંતુ ફોન, લેપટોપ, ફ્રિઝ, મિક્સર, ગ્રાઇન્ડર જેવાં હોમ એપ્લાયન્સીસમાં જ માઇક્રોચિપ મૂકી દીધી છે. બ્રિટિશ સરકારે એક ઊંડી તપાસ પછી ઘટસ્ફોટ કર્યો છે કે, ઘરે-ઘરે ઉપયોગમાં લેવાતી ચીનની ચીજવસ્તુઓમાં માઇક્રોચિપ છે, જેના થકી તે લોકોની અંગત માહિતી ભેગી કરે છે. એટલું જ નહીં, ચીનમાં બનેલા કારના સ્પેરપાર્ટ્સમાં પણ એક ચિપ હોય છે.

બ્રિટિશ સરકારે તેના મંત્રીઓ અને નાગરિકોને પણ ચેતવણી આપતા કહ્યું છે કે તમારા ઘરમાં ચીનનો એલઇડી બલ્બ પણ જાસૂસી કરતો હોઇ શકે છે. આ મામલો ફક્ત પ્રાઇવસીનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો છે.

બ્રિટનની અનેક યુનિવર્સિટીએ ચીનની કંપનીઓ સાથે ટેક્નોલોજી સંબંધિત કરાર કર્યા છે. તેથી બ્રિટિશ સરકારને શંકા છે કે ચીનની કંપનીઓ બ્રિટિશ યુનિવર્સિટીમાં સંશોધનની માહિતી પણ ચોરે છે. ચીનની આ કંપનીઓ પર આફ્રિકન દેશોમાં પણ જાસૂસીના આરોપ છે. તેથી કેટલીક કંપનીઓ પ્રતિબંધિત છે, જે હવે નવા નામે બજારમાં આવી ગઇ છે.

5જી નેટવર્કથી અગ્રણી લોકો અને મોટી સંસ્થાઓ પર નજર
બ્રિટિશ સરકારના મતે ચીનની ચીજોમાં લાગેલી જાસૂસી ચિપ 5જી નેટવર્કથી ઓપરેટ થાય છે. તે ચીનના વિવિધ સર્વર સાથે જોડાયેલી છે. તેમાં બ્રિટનનાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, સંસ્થાઓ અને સૈન્ય ગતિવિધિનો ડેટા પહોંચી રહ્યો છે. ચીનની મોટા ભાગની કંપની સરકારી છે. ખાસ કરીને ટેલિકોમ પ્રોડક્ટ ચીનની સરકારી કંપનીઓ બનાવી રહી છે, જે બ્રિટન જ નહીં, આખી દુિનયામાં વેચાય છે.

દુનિયાભરમાં સૈન્ય મૂવમેન્ટની માહિતી ભેગી કરાઇ રહી છે
બ્રિટને તેના રિપોર્ટમાં કહ્યું છે કે ચીને અમેરિકન શસ્ત્રોની નાનામાં નાની મૂવમેન્ટ સહેલાઇથી મેળવી લીધી હતી. અમેરિકા ક્યારે, કેટલા અને કેવાં હથિયાર તાઇવાનને આપી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી ચીન પાસે પહોંચી ગઇ હતી. આ શસ્ત્રો પહોંચે એ પહેલાં જ ચીનના ફાઇટર વિમાન તાઇવાન તરફ રવાના થઇ ગયાં હતાં અને સમુદ્રમાં યુદ્ધજહાજ પણ તહેનાત કરી દીધાં હતાં.

પ્રોડક્ટના ફીડબેક જાણવા પણ જાસૂસી થઇ રહી છે
ચીનમાં 22 વર્ષ રાજદૂત રહેલા કાર્લ્સ પાર્ટન કહે છે કે જે દેશમાં ચીનની ચીજવસ્તુ હોય, ત્યાં જાસૂસીની પૂરેપૂરી આશંકા છે કારણ કે, ચીન તે માહિતી ફક્ત સુરક્ષાના કારણસર ભેગી નથી કરતું. તે માહિતી તેની ચીજવસ્તુ માટે કસ્ટરમર ફીડબેક પણ છે.

આ ડિવાઇસનો જાસૂસી માટે વર્ષોથી ઉપયોગ થાય છે
લેપટોપ, વૉઇસ કન્ટ્રોલ્ડ સ્માર્ટ સ્પીકર, સ્માર્ટ વૉચ, સ્માર્ટ એનર્જી મીટર, સીસીટીવી કેમેરા, દુનિયાભરમાં પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા કેમેરા, ડોરબેલ કેમેરા, કાર્ડ પેમેન્ટ મશીનો, હોટ ટબ, કાર વગેરે. આ ઘટસ્ફોટ થયા પછીયે આ મુશ્કેલીનો ઉપાય મળી શક્યો નથી.

તમારી બેન્કિંગ ડીટેલ્સ પણ ચીનને મળે છે
ચીનનું જાસૂસી નેટવર્ક કોઇ પણ દેશની દરેક મહત્ત્વની વ્યક્તિની તમામ પ્રકારની માહિતી ભેગી કરે છે. એકલા સ્માર્ટફોન થકી ચીનની એજન્સીઓ બેન્ક ખાતાંની માહિતી સંપૂર્ણ માહિતી મેળવી લે છે. તમે કોને ચુકવણી કરી, કેટલી કરી, તમારા સંપર્કમાં કોણ છે એવી તમામ માહિતી ચીન સરળતાથી મેળવે છે. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચીન પાસે હોય છે. ત્યાં સુધી કે, ફોન સ્વિચ ઑફ હોય તો પણ તે તમારા વીડિયો-ઓડિયો રેકોર્ડિંગ કરે છે. તે સૌથી મોટો ખતરો છે.

દુનિયાભરનાં મોબાઇલ, લેપટોપ, સીસીટીવીના મોટા ભાગના પાર્ટ્સ ‘ફાઇબોકોમ’ અને ‘ચાઇના મોબાઇલ’ બનાવે છે. એટલે તેમની પાસે તમામ પ્રકારના ડેટાનો એક્સસે છે. ભારતમાં અત્યાર સુધી ડેટા પ્રોટેક્શન કાયદો ન હતો, એટલે ચીનની કંપનીઓ બિન્ધાસ્ત હતી. બ્રિટન જેવા યુરોપિયન દેશોમાં તો કડક કાયદા છે. ત્યાંથી ડેટા બહાર જવાની વાત સાબિત થશે તો ત્યાં કામ કરતી ચીનની કંપનીઓએ વૈશ્વિક ટર્નઓવરના 4% જેટલો દંડ ભરવો પડી શકે છે, જે અબજો રૂપિયામાં હોઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...