તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USનો ગુપ્તચર અહેવાલ:ચીને પોતાની ભૂલ છૂપાવવા ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કરતા પરિવારને અટકાવ્યા

નવી દિલ્હી/બેઇજિંગ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીન ગલવાન ઘાટીમાં તેના સૈનિકો માર્યા ગયા હોવાનો ઈન્કાર કરી રહ્યું છે (ફાઈલ ફોટો)
  • US ગુપ્તચર વિભાગ પ્રમાણે ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકોની હિંસામાં 35 ચીની સૈનિકો માર્યા ગયા હતા
  • ભારતના 20 સૈનિક શહીદ થયા હતા, જોકે ચીન પોતાના પક્ષે જાનહાનીનો ઈન્કાર કરતું રહ્યું છે

જે પ્રકારે માહિતી મળી રહી છે તેને જોતા એવું લાગે છે કે ચીન ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા તેના સૈનિકોને ઓળખવા  માટે પણ તૈયાર નથી. અમેરિકાનો એક ગુપ્તચર અહેવાલ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે ચીનની સરકાર માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર અને દફનાવવાની વિધિ નહીં કરવા તેમના પરિવારો પર ભારે દબાણ કર્યું છે. પોતાનાથી થયેલી મોટી ભૂલને છૂપાવવા માટે ચીન આ પ્રકારની પરિવારોને દબાવવાની નીતિ અપનાવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઈ હતી. જેમાં બન્ને દેશના સૈનિકો માર્યા ગયા હતા. ભારતે તો પોતાના પક્ષે જે જાનહાની થઈ તે મુક્તપણે સ્વીકાર કરી વિશ્વ સમક્ષ માહિતી રજૂ કરી હતી કે પોતાના 20 સૈનિક શહીદ થયા છે. આ ઉપરાંત ભારતે પોતાના શહીદોને સન્માનપૂર્વક અંતિમ વિદાય પણ આપી હતી. બીજી બાજુ ચીન પોતાના સૈનિકોના મોત અંગે સતત ઈન્કાર કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 જૂનના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પરિવારોએ જે દેશ માટે બલિદાન આપ્યુ છે તે પૂજનીય છે. જોકે, ગલવાન ઘાટીની ઘટનાને આજે એક મહિના બાદ પણ ચીને હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તેના કેટલા સૈનિક માર્યા ગયા હતા.

ચીને લદ્દાખના પૂર્વ વિસ્તારમાં એક તરફી કાર્યવાહીનો પ્રયત્ન કરેલો
લદ્દાખના પૂર્વમાં ચીને વર્તમાન સ્થિતિને બદલવા માટે એક તરફી કાર્યવાહી કરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે સમયે આ હિંસક ઘટના બની હતી. ભારતે કહ્યું હતું કે જો ચીન તરફથી ઉચ્ચસ્તરીય સમજૂતીનું પાલન કરવામાં આવે છે તો સ્થિતિને ટાળી શકાય છે. અમેરિકાના ગુપ્તાચર વિભાગનું માનવું છે કે ચીનના 35 સૈનિક માર્યા ગયા હતા.

આ ઘટના સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે ઝપાઝપીમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારોને કહ્યું છે કે તેમણે પારંપરિક દફન કાર્યક્રમ તથા સૈનિકોના અવશેષોનું અંતિમ સંસ્કાર કરવું જોઈએ નહીં. કોઈ પણ અંતિમ સંસ્કાર એકાંત જગ્યા પર જ થવા જોઈએ. સરકારે આ માટે કોરોના વાઈરસનું કારણ આગળ ધર્યું છે. ચીન સરકાર આ ઝપાઝપીમાં માર્યા ગયેલા સૈનિકોને લગતી યાદને કોઈ પણ સંજોગોમાં જાહેર થવા દેવા માંગતી નથી. 
 ચીનના મૃતક સૈનિકોના પરિવાર ચીન સરકારથી નારાજ
અમેરિકાની બ્રેઈટબાર્ટ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના આ નિર્ણયથી સૈનિકોના પરિવારજનો નારાજ છે. સરકારના આ નિર્ણય સામે પરિવારના સભ્યો વીબો તથા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ મારફતે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો