જિનપિંગને વિરોધ પસંદ નથી:18 દેશ પર ઇમેજ સુધારવા માટે દબાણ, આમાં મોટે ભાગે ગરીબ આફ્રિકન દેશો, અરબો રૂપિયા ખર્ચ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીનના રાષ્ટ્રપતિ તરીકે શી જિનપિંગની ત્રીજીવાર તાજપોશી માટે ઓક્ટોબરમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ મીટિંગ બોલાવી હતી. કોરોનાકાળ, માનવ અધિકારના મામલા અને વિસ્તારવાદીના રૂપમાં ચીન પોતાની નકારાત્મક છબિને બદલવા માટે પેંતરાઓ અજમાવી રહ્યું છે. અમેરિકન ફ્રી સ્પીચ થિંક ટેંક 'ફ્રીડમ હાઉસ'ના રિપોર્ટ મુજબ 30 લોકતાંત્રિક દેશમાં 18 દેશ એવા છે, જેમાં મીડિયા પર જિનપિંગની ઇમેજ સુધારવા માટે ચીને પ્રેશર બનાવ્યું છે. એમાં મોટે ભાગે આફ્રિકન દેશો છે.

આ દેશોમાં સોશિયલ મીડિયા, પત્રકાર અને મીડિયા સંસ્થાનોને ચીનના પક્ષમાં લખવાનું અને માહોલ બનાવવાનું કહેવામાં આવ્યું. રાષ્ટ્રપતિ જિનપિંગના આ મીડિયા મેનેજમેન્ટ માટે ચીન સરકાર તરફથી 75 લાખ કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ફંડથી કેટલાક દેશોમાં રોકાણની જાહેરાત પણ કરવામાં આવે છે.

આફ્રિકાઃ 70% 4G નેટવર્ક ચીનનું

  • ચીનનું આફ્રિકાના કેટલાય દેશોમાં લગભગ 160 કરોડ રૂપિયાનું રોકાણ, ટેક્નિકલ ક્ષેત્રમાં સૌથી વધુ.
  • ચીને ઇથોપિયા અને યુગાંડાને 3 લાખ કોરોના વેક્સિન, સોમાલિયા અને કેન્યાને 2 લાખ ડોઝ ફ્રીમાં આપ્યા.
  • જિબૂજી જેવા નાના આફ્રિકન દેશમાં ચીને ત્યાં લગભગ 14 મોટા પ્રોજેક્ટમાં 25 હજાર કરોડ લગાવ્યા.
અમેરિકન ફ્રી સ્પીચ થિંક ટેંક ફ્રીડમ હાઉસના રિપોર્ટ પ્રમાણે 30 લોકતાંત્રિક દેશમાં 18 દેશ એવા છે, જેમના મીડિયા પર જિનપિંગની ઈમેજ સુધારવા માટે ચીને પ્રેશર ઊભું કર્યું છે.
અમેરિકન ફ્રી સ્પીચ થિંક ટેંક ફ્રીડમ હાઉસના રિપોર્ટ પ્રમાણે 30 લોકતાંત્રિક દેશમાં 18 દેશ એવા છે, જેમના મીડિયા પર જિનપિંગની ઈમેજ સુધારવા માટે ચીને પ્રેશર ઊભું કર્યું છે.

પાક-શ્રીલંકા પર રાજનીતિક દબાણ નાખે છે ચીન
શ્રીલંકામાં ચીન સમર્થક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર્સની સંખ્યા 2019 બાદ ઝડપથી વધી રહી છે. રાજપક્ષે સરકાર પણ ચીન સમર્થક હતી. શ્રીલંકાનું આર્થિક હિત ચીનથી જોડાયેલું છે. જિનપિંગની ઇમેજ અને નીતિઓને મીડિયા દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં પણ જિનપિંગના પક્ષમાં મીડિયામાં રિપોર્ટ છાપવા માટે કહેવામાં આવે છે. પાક. અને શ્રીલંકાની સરકારો પર ચીન પોતાનું રાજનીતિક દબાણ નાખે છે.

2019 પછી ચીનની છબિ દુનિયાભરમાં ખરડાઈ છે
2019 પછી આજે ચીનના માટે વિદેશી માનસિકતા વધુ નકારાત્મક થઇ છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન બીજિંગમાં કેટલીય એવી ઘટનાઓ ઘટી, જેણે મીડિયાનું ધ્યાન ખેંચ્યું. વિશેષજ્ઞોના મતે ચીનની આ રાજનીતિથી નીપટવા માટે મીડિયા હાઉસ અને રાજનેતાઓએ આગળ આવવું પડશે. આમાં પારદર્શિતા અને પત્રકારોની સુરક્ષા સૌથી મુખ્ય હશે. ચીનના કાવતરાની સામે સૌએ એક થવું પડશે.

જિનપિંગના આ મીડિયા મેનેજમેન્ટ માટે ચીન સરકાર તરફથી 75 લાખ કરોડ રૂપિયાનું સ્પેશિયલ ફંડ પણ આપવામાં આવ્યું છે.
જિનપિંગના આ મીડિયા મેનેજમેન્ટ માટે ચીન સરકાર તરફથી 75 લાખ કરોડ રૂપિયાનું સ્પેશિયલ ફંડ પણ આપવામાં આવ્યું છે.

વિદેશમાં રહેતા પત્રકારોને જાનથી મારી નાખવાની ધમકી
જિનપિંગ સરકારના વિરોધમાં લખવા પર ચીન દુનિયાભરના પત્રકારોને ધમકાવી રહ્યું છે. કેટલાય પત્રકારો અને સંસ્થાઓએ પોતાના સમાચારમાં ફિલ્ટર લગાવી દીધું છે. ચીન-અમેરિકન પત્રકાર અને ચીન-ઓસ્ટ્રેલિયન રિસર્ચરે કેટલીક ગોપનીય વાતો ઉજાગર કરી છે, ત્યાર બાદ તેને સાયબર ધમકીઓ મળવાની શરૂઆત થઇ ગઇ. યુરોપમાં રહેતા એક ચીની પત્રકારે જણાવ્યું કે ચીનના વિરોધમાં છાપશો તો તેનો પરિવાર જોખમમાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...