ચીનની તાઈવાનની વિરુદ્ધ મિલિટ્રી ડ્રીલ:તાઈવાનના સમુદ્રી તટ પાસે 11 બેલેસ્ટિક મિસાઈલ છોડી; 5 જાપાનની નજીક પડી

5 દિવસ પહેલા

ચીન અને તાઈવાન વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. અમેરિકાના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનથી પરત ફર્યા પછી ચીન એગ્રેસિવ બન્યું છે. ગુરુવારે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી(PLA)એ તાઈવાનની આસપાસના 6 વિસ્તારમાં સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે.

તાઈવાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે PLAએ તાઈવાનના ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમિ તટ પાસે 11 ડોંગફેંગ બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. તો તાઈવાને કહ્યુ હતુ કે અમે જંગ ઈચ્છતા નથી પરંતુ તેના માટે તૈયાર છે. તાઈવાન માટેની અંદાજે 50 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને કેન્સલ કરી નાખવામાં આવી છે.

તો બીજી બીજુ, ચીને છોડેલી 5 બેલેસ્ટિક મિસાઈલ જાપાનના એક્સક્લૂઝીવ ઇકોનોમિક ઝોન (EEZ)માં જઈને પડી છે. જાપાનનાં રક્ષામંત્રી નોબુઓ કિશીએ જણાવ્યુ હતુ કે આવુ પહેલીવાર થયુ છે. તેણે ડિપ્લોમેટિક ચેનલના માધ્યમથી આ ઘટનાનો વિરોધ કર્યો હતો.

નક્શા દ્વારા સમજો કે ક્યાં થઈ રહ્યો છે સૈન્ય અભ્યાસ

7 ઑગસ્ટ સુધી ચાલશે મિલિટ્રી એક્સરસાઈઝ

ચીને આ મિલિટ્રી એક્સરસાઈઝને લાઈવ ફાયરિંગ નામ આપ્યું છે. ચીનના સરકારી મીડિયા મુજબ, આ મિલિટ્રી ડ્રિલ તાઈવાનથી માત્ર 16 કિમી દૂર કરવામાં આવી રહી છે. તેમાં હથિયારો અને દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એક્સરસાઈઝ 7 ઓગસ્ટ સુધી ચાલશે. ચીન પહેલા આ ડ્રિલ તાઈવાનથી લગભગ 100 કિમી દૂર કરતુ હતું. જોકે નેન્સીની મુલાકાત પછી હવે તે ખૂબ નજીક પહોંચી ગયું છે.

ચીન મિસાઈલ ટેસ્ટ પણ કરશે
PLA ઈસ્ટર્ન થિએટર કમાન્ડના પ્રવક્તા સિનિયર કર્નલ શી યીએ કહ્યું- સૈન્ય અભ્યાસ દરમિયાન લોન્ગ રેજ લાઈવ ફાયર શૂટિંગ કરવામાં આવશે. સાથે જ મિસાઈલનો પણ ટેસ્ટ થશે. બીજી તરફ તાઈપે કહ્યું કે તે ચીનની હરકત પર નજર રાખી રહ્યાં છે. જો યુદ્ધ કરવાનો વારો આવશે તો અમે તૈયાર છીએ. તાઈવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે અમે કોઈ પણ પ્રકારનો તણાવ ઈચ્છતા નથી. દેશ એવી સ્થિતિની વિરુદ્ધ છે, જેનાથી વિવાદ સર્જાય. અમે યુદ્ધ થાય તેમ ઈચ્છતા નથી પરંતુ યુદ્ધ માટે તૈયાર છીએ.

ફોટામાં જૂઓ, ચીનની મિલિટ્રી એક્સરસાઈઝ

ચીને તાઈવાનના ફુજિયાન પ્રાંતમાં પિંગટન દ્વીપની પાસે મિલિટ્રી એક્સરસાઈઝ શરૂ કરી. આકાશમાં ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યા હતા.
ચીને તાઈવાનના ફુજિયાન પ્રાંતમાં પિંગટન દ્વીપની પાસે મિલિટ્રી એક્સરસાઈઝ શરૂ કરી. આકાશમાં ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યા હતા.
ચીનનો પિંગટન દ્વીપ તાઈવાનની ખૂબ જ નજીક છે. અહીં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી સૈન્ય અભ્યાસ કરીને પોતાની તાકાત દેખાડી રહી છે.
ચીનનો પિંગટન દ્વીપ તાઈવાનની ખૂબ જ નજીક છે. અહીં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી સૈન્ય અભ્યાસ કરીને પોતાની તાકાત દેખાડી રહી છે.

ચીનના ફાઈટર જેટ્સ તાઈવાનના ડિફેન્સ ઝોનમાં ઘુસ્યા હતા
ન્યુઝ એજન્સી AFPના જણાવ્યા મુજબ નેન્સી પેલોસી તાઈવાનથી પરત ફર્યા પછી 3 ઓગસ્ટે ચીનના 27 ફાઈટર જેટ્સ તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ઘુસી આવ્યા હતા.

USના 24 ફાઈટર જેટ્સે પેલોસીને આપ્યું હતું સિક્યોરિટી કવર
નેન્સી પેલોસીની તાઈવાન વિઝીટને લઈને US અને ચીનની વચ્ચે તણાવ હતો. ચીન અમેરિકાને ધમકી આપી રહ્યું હતું. તે ઈચ્છતું નહોતું કે પેલોસી તાઈવાનની મુલાકાત કરે. આ દરમિયાન 2 ઓગસ્ટે નેન્સી તાઈવાન પહોંચી હતી. ચીને કહ્યું હતું કે જો પેલોસીનું પ્લેન તાઈવાન તરફ ગયું તો તે તેની પર હુમલો કરશે. આ ધમકી પછી અમેરિકાની નેવી અને એરફોર્સના 24 એડવાન્સ્ડ ફાઈટર જેટ્સે નેન્સીના પ્લેનને એસ્કોર્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...