તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • China Pakistan Saudi Arabia| China Again Save Imran Khan Goverment Grant New Loan To Payback Saudi Arabia.

PAKને ચીનનો સહારો:3 મહિનામાં બીજી વખત પાકિસ્તાને ચીન પાસેથી પૈસા લઈને સાઉદી અરબના ઉધારની ચૂકવણી કરી, હાલ પણ એક અબજ ડોલર બાકી

વોશિંગ્ટન9 મહિનો પહેલા
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઓક્ટોબર 2018માં સાઉદી અરબની મુલાકાતે ગયા હતા. તેમણે સાઉદી અરબના પ્રિન્સ સલમાન સાથે રિયાદમાં મુલાકાત કરી હતી. ત્યારે સાઉદી અરબે પાકિસ્તાનમાં 2 અબજ ડોલરના રોકાણનો વિશ્વાસ અપાવ્યો હતો. - Divya Bhaskar
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ઓક્ટોબર 2018માં સાઉદી અરબની મુલાકાતે ગયા હતા. તેમણે સાઉદી અરબના પ્રિન્સ સલમાન સાથે રિયાદમાં મુલાકાત કરી હતી. ત્યારે સાઉદી અરબે પાકિસ્તાનમાં 2 અબજ ડોલરના રોકાણનો વિશ્વાસ અપાવ્યો હતો.

પાકિસ્તાને એક વાર ફરી ચીન પાસેથી ઉધાર લઈને સાઉદી અરબની લોન ચૂકવી છે. ઈમરાન ખાન સરકારે ચીન પાસેથી એક અબજ ડોલર ઉધાર આપવાની વિનંતી કરી હતી. ત્રીજો અને છેલ્લો હપ્તો જાન્યુઆરીમાં ચૂકવવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે આના માટે પણ ચીને જ પૈસા આપવા પડશે.

ગત વર્ષે જ્યારે પાકિસ્તાન દેવાદાર થવાના આરે હતું ત્યારે સાઉદી અરબે કુલ 6.2 અબજ આપીને તેને બચાવ્યું હતું. જેમાંથી 3 અબજ ડોલર કેશ લોન હતી. બાકી 3.2 અબજ ડોલર ઓઈલ ક્રેડિટ ફેસેલિટી તરીકે આપવામાં આવ્યા હતા.

ત્રીજો હપ્તો બાકી
પાકિસ્તાનના છાપા ‘ધ ડોન’ના એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ચીન પાસેથી 2 અબજ ડોલર લઈને સાઉદી અરબને બે હપ્તા ચૂકવી ચુકી છે. હવે ત્રીજો હપ્તો જાન્યુઆરીમાં ચૂકવવાનો છે.આ અંગે પણ ઈમરાન સરકાર ઘણા દબાણમાં છે. આ જ કારણ છે કે તેની પાસે આ લોન ચૂકવવા માટે પૈસા નથી અને આવામાં ફરી ચીન પાસેથી ઉધાર લેવા પડશે.

સાઉદીએ ચોંકાવ્યા
છાપાના રિપોર્ટ પ્રમાણે, સાઉદી અરબ દેવું ચૂકવવા માટે જે પ્રકારનું દબાણ પાકિસ્તાન પર કરી રહ્યો છે, સામાન્ય રીતે તે આવું બીજા કોઈ દેશ સાથે નથી કરતો. અને એકલો સાઉદી અરબ જ નહીં પણ અમીરાત એટલે કે UAE પણ પાકિસ્તાન પર સકંજો કસી રહ્યાં છે. ઈમરાન સરકાર માત્ર દેવું ચૂકવીને રાહત ન મેળવી શકે. જાણકાર પૂછી રહ્યાં છે કે 3.2 અરબ ડોલરની તે ઓઈલ ક્રેડિટનું શું થશે જેના દ્વારા પાકિસ્તાન સરકારને સાઉદી પાસેથી ઉધારમાં તેલ ખરીદવાનું છે. જો સાઉદીએ આ ઓઈલ ક્રેડિટ બંધ કરી દીધી તો પાકિસ્તાનમાં હાહાકાર મચી જશે કારણ કે તેની પાસે ક્રુડ રોકડમાં ખરીદવા માટે પૈસા નથી.

ચીન જ મુસીબતમાંથી કાઢશે
પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટ્રીના એક અધિકારીએ આ સવાલોનો એક જ જવાબ આપ્યો. કહ્યું કે, ચીન અમને મુસીબતમાંથી બહાર કાઢશે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના એક અધિકારીએ કહ્યું કે, ચીનની કોમર્શિયલ બેન્ક સાથે અમારી વાતચીત ચાલી રહી છે. અમુક સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને સાઉદીએ આ લોન ઓક્ટોબર 2018માં આપી હતી. અમુક રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ લોન 2019 જાન્યુઆરીમાં આપવામાં આવી હતી.

અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી થોડાક દિવસ પહેલા અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, તે ચીનની લોનના કાવતરામાં ન ફસાય. અમેરિકાએ કહ્યું હતું કે, ચીન અન્ય દેશો સાથે પણ આવું કરી ચૂક્યો છે. અમેરિકન વિદેશ વિભાગે કહ્યું હતું કે, પાકિસ્તાન ચીનની લોનના કિચડમાં ફસાતો જઈ રહ્યો છે. 6 અબજ ડોલરની સીપેક તેની અર્થવ્યવસ્થા બગાડી શકે છે.