ચીનની સેના જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે પાકિસ્તાનના આતંકી સંગઠન અલ બદ્રને સક્રિય કરવા માંગે છે. ન્યુઝ એજન્સી યુએનઆઈના રિપોર્ટ મુજબ અલ બદ્રના આતંકીઓનું ગ્રુપ તાજેતરમાં જ ચીનના અધિકારીઓને મળ્યું છે. આ મીટિંગ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(POK)માં થઈ છે.
મ્યાંમારના અરાકન આર્મીને 95 ટકા ફન્ડિંગ ચીનમાંથીઃ રિપોર્ટ
ચીન પાકિસ્તાનના આતંકીઓને મદદ કરવા ઉપરાંત મ્યાંમારના વિદ્રોહી સંગઠન અરાકન આર્મીને પણ ફન્ડ અને હથિયાર સપ્લાઈ કરી રહ્યું છે. બેંગકોક સ્થિત મીડિયા કંપની લિકાસ ન્યુઝે સૂત્રોના હવાલાથી આ રિપોર્ટ આપ્યો છે. તે મુજબ અરાકન આર્મીને 95 ટકા ફન્ડિંગ ચીનમાંથી આવી રહ્યું છે.
દક્ષિણ એશિયામાં ભારતને નબળું કરવાનું ષડયંત્ર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન અરાકન આર્મી દ્વારા પશ્ચિમ મ્યાંમારના ભારત સાથે બોર્ડર ધરાવતા વિસ્તારમાં પોતાની દખલગીરી વધારવા માંગે છે. તે પશ્ચિમ એશિયામાં ભારતને નબળું કરવા માંગે છે, આ કારણે મ્યામારમાં ભારતના પ્રભાવને વધતો અટકાવવા માંગે છે.
ભારત-ચીનના તણાવની વચ્ચે પાકિસ્તાન પણ સક્રિય
ન્યુઝ એજન્સી યુએનઆઈના જણાવ્યા મુજબ પાકિસ્તાને POKમાં ગિલગિત-બાલિસ્તાન વિસ્તારમાં 20 હજાર સૈનિકોને વધારી દીધા છે. તે ભારત-ચીનની વચ્ચેના વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે. બીજી તરફ પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની પોલીસનું કહેવું છે કે પાકિસ્તાનમાંથી સતત આતંકીઓ ઘુસણખોરીની કોશિશ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.