• Gujarati News
  • International
  • China Lays Fiber Optical Cable For 5G Technology On LAC, Also Builds Barracks For Soldiers Near Pangong So Zil

ચીન સીમા વિવાદ ઉકેલવા નથી ઈચ્છતુ:LAC પર 5G ટેક્નોલોજી માટે ફાઈબર ઓપ્ટિકલ કેબલ પાથરી રહ્યું છે ચીન, પૈંગોંગ સો ઝીલ પાસે સૈનિકો માટે બેરેક પણ બનાવી રહ્યું છે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • પૈંગોગ સો અને ગોગરા-હોટ સ્પિંગ વિસ્તારમાંથી ચીન પોતાની સેના પાછળ હટાવવા માટે તૈયાર નથી
  • સીમા વિવાદ વચ્ચે સ્થિતિને સુધારવા માટે ભારત અને ચીન એકબીજાના સંપર્કમાં

ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદને ઉકેલવા માટે બન્ને દેશ પ્રયાસો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીન લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)ની આસપાસ 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરાવનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પૈંગોંગ સો ઝીલ પાસે સૈનિકો માટે બેરેક ઉપરાંત અન્ય નિર્માણ પણ કરી રહ્યું છે.

ડેમચોકમાં 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ થઈ રહ્યું છે
સૂત્રોના હવાલાથી ન્યૂઝ એન્જસીએ જણાવ્યું હતું કે ચીન દ્વારા ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી LACના વિવાદિત વિસ્તાર ડેમચોકમાં 5Gનું નિર્માણ કરાઈ રહ્યું છે. એજન્સીએ જણાવ્યું હતું કે ચીન LAC પર ફાઈબર ઓપ્ટિકલ કેબલ પાથરી રહ્યું છે.

એજન્સીએ એલર્ટ આપ્યું છે કે સરહદ ઉપરથી પરત હટવાના દાવા વચ્ચે ચીન પૈંગોંગ સો ઝીલની આસપાસ નવું નિર્માણ ઝડપથી કરી રહ્યું છે. ગલવાન અથડામણ પછી ભારત-ચીન વચ્ચે ડિપ્લોમેટિક અને મિલિટ્રી લેવલની 5 વાતચીત થઈ ચૂકી છે.

4 મહિનાથી તણાવ છે
સરહદ વિવાદને લઈ ભારત તથા ચીન વચ્ચે મે મહિનાની શરૂઆતમાં તણાવની શરૂઆત થઈ હતી, આજે આ સ્થિતિને લગભગ ચાર મહિના પસાર થઈ ગયા છે. શરૂઆતમાં ગલવાન ઘાટી તથા પેટ્રોલિંગ પોઇન્ટ (PP)-15થી ચીને તેની સેના પાછી બોલાવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે પૈંગોંગ સો તથા ગોગરા-હોટ સ્પ્રિંગ (જેને PP-17A કહેવામાં આવે છે) તેને લઈ ચીન હજુ પણ અહીં અડ્ડો જમાવી રાખ્યો છે.

ગલવાન અથડામણ બાદ સ્થિતિ બગડી
ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે 15 જૂનના રોજ અથડામણ થઈ હતી, જેમાં 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ 35 સૈનિકો માર્યા ગયા હતા. જોકે ચીન આ વાત ક્યારેય માન્યુ નથી. ગલવાન અથડામણ બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજીત ડોભાલ સાથે વાતચીતમાં ચીન આ મુદ્દે તૈયાર થયુ હતું કે વિવાદાસ્પદ વિસ્તારોમાંથી તેણે પીછેહઠ કરશે. પહેલા તબક્કાનું ડિસએંગેજમેન્ટ પૂર્ણ થઈ ગયુ છે, પણ આ વિસ્તારમાં ચીન હજુ પણ અડગ વલણ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...