તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • China Is Going To Build Bio Labs Like Wuhan, The Birthplace Of Corona; A New Law Will Be Enacted For Construction And Management

ચીન વિશ્વ માટે ફરી જોખમરૂપ બની શકે છે:ચીન કોરોનાની જન્મદાતા ગણાતી વુહાન લેબ જેવી અનેક બાયો લેબ્સ બનાવવા જઈ રહ્યું છે; નિર્માણ અને સંચાલન માટે નવો કાયદો અમલી બનાવશે

5 મહિનો પહેલા
(પ્રતિકાત્મક તસવીર)
  • ચીન નવા બાયોસિક્યુરિટી કાયદા હેઠળ એડવાન્સ્ડ પેથોજેનિક માઈક્રોબાયોલોજીમાં વિશેષતા ધરાવતી જૈવ પ્રયોગશાળાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિર્માણ કરવાનું જારી રાખશે
  • ચીનના મંત્રાલયે ત્રણ બાયોસેફ્ટી લેવલ-4 લેબ્સ, અથવા P4 લેબ્સ, અને 88 બાયોસેફ્ટી લેવલ-3 લેબ્સ, અથવા P3 લેબ્સના નિર્માણ માટે યોગ્ય તપાસ કરી મંજૂરી પણ આપી દીધી છે

ભારત સહિત વિશ્વભરના દેશો કોરોના વાઈરસના સંક્રમણને લીધે ભારે મુશ્કેલ પરિસ્થિતિ પર આવીને ઉભા છે. આ વાઈરસના જન્મદાતા ગણાતા ચીન અને ખાસ કરીને વુહાન તેનાથી વિશેષ ચિંતિત હોય તેમ જણાતા નથી. તાજેતરમાં ચીન તરફથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીનને પોતાની ઉપર લાગેલા આરોપથી કોઈ જ ફર્ક પડ્યો નથી.

ચીન કોરોના વાઈરસનું જ્યાંથી સર્જન થયું હતું તે વુહાનની લેબ જેવી જ અનેક જૈવ પ્રયોગશાળા (Bio Labs) બનાવવા જઈ રહ્યું છે, એટલું જ નહીં તે આ પ્રકારની જૈવ પ્રયોગશાળાઓની સ્થાપના અને સલામતીપૂર્વક સંચાલન કરી શકાય તે માટે તેનો નવા જૈવ સુરક્ષા કાયદો (Biosesurity Law) પણ અમલી બનાવવા જઈ રહ્યું છે.

ચીનના પ્રધાને નવી લેબ્સનું નિર્માણ કરવા અંગે માહિતી આપી
ચીનના વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતના પ્રધાન જિંઆંગ લિબિને આ અંગે જણાવ્યું હતું કે ચીન નવા બાયોસિક્યુરિટી કાયદા હેઠળ એડવાન્સ્ડ પેથોજેનિક માઈક્રોબાયોલોજીમાં વિશેષતા ધરાવતી જૈવ પ્રયોગશાળાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિર્માણ કરવાનું જારી રાખશે.

ચીન સરકારના અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ જિંઆંગને એમ કહેતા ટાંક્યા છે કે ચીન ભવિષ્યમાં સંક્રમિત રોગો સામે તેની જૈવ સુરક્ષા વિજ્ઞાન તથા ટેકનોલોજીની ક્ષમતાને વધારવા માટે વ્યાપક પ્રમાણમાં વૈજ્ઞાનિક સંશોધનને હાથ ધરશે.ચીનના વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતોના મંત્રાલયે ત્રણ બાયોસેફ્ટી લેવલ-4 લેબ્સ, અથવા P4 લેબ્સ, અને 88 બાયોસેફ્ટી લેવલ-3 લેબ્સ, અથવા P3 લેબ્સના નિર્માણ માટે યોગ્ય તપાસ કરી હતી અને મંજૂરી પણ આપી દીધી છે.

બાયોસેફ્ટી લેવલ (BSL), અથવા પેથોજન/પ્રોટેક્શન લેવલ એ બાયોકન્ટેઈમેન્ટનો એક એવો સેટ છે જે સંલગ્ન લેબોરેટરી ફેસિલિટીમાં જોખમી હોય તેવા બાયોલોજીકલ એજન્ટ્સને અલગ કરવામાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી હોય છે.

આ કન્ટેઈમેન્ટના લેવલ (Level of Containment) ન્યૂનત્તમ બાયોસેફ્ટી લેવલ-1 (BSL-1)થી ઉચ્ચત્તમ લેવલ-4 (BSL-4)ની રેન્જ ધરાવે છે.ચીઈનીઝ એકેડમી ઓફ સાયન્સિસના પ્રમુખ બાઈ ચુનલીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે એપ્રિલ મહિનાં જ ચીને બે P4 લેબ ઉપરાંત 81 P3 લેબ્સને કાર્યરત કરી હતી અથવા તો નિર્માણ માટે મંજૂરી આપી હતી.

અમેરિકા 12 જેટલી P4 અને 1500 P3 લેબ્સ ધરાવે છેઃ ગ્લેબલ ટાઈમ્સ
બીજી બાજુ ગ્લોબલ ટાઈમ્સે એવું પણ દાવો કર્યો છે કે અમેરિકા 12 જેટલી P4 અને 1500 P3 લેબ્સ ધરાવે છે. બાયોલોજી લેબ્સને લગતી બાબત એટલા માટે મહત્વની બની જાય છે કારણ કે અમેરિકા એવો આરોપ લગાવી ચુક્યું છે કે Covid-19 એ વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વિરોલોજી (WIV)માંથી જ આવ્યો છે, જે P-4 બાયોલોજી લેબ છે.