તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • China Is Building A Superhuman, Experimented With Data From 8 Million Pregnant Women From 52 Countries, Fearing The US Will Now Face New Troubles

ભાસ્કર વિશેષ:ચીન સુપર હ્યુમન બનાવી રહ્યું છે, 52 દેશોની 80 લાખ ગર્ભવતી સ્ત્રીઓના ડેટા દ્વારા પ્રયોગ, USને ડર-હવે નવી મુસીબત આપશે

બેઈજિંગ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેનેટિક એન્જિનિયરિંગથી સૈનિકોના જિનમાં પરિવર્તન કરાતા ભારત-અમેરિકા ચિંતિત

િશ્વમાં પોતાનું વર્ચસ્વ કાયમી કરવા ચીન ખતરનાક પ્રયોગો કરી રહ્યું છે. કોરોના વાઈરસની ઉત્પત્તિને કારણે દુનિયાભરની તપાસ એજન્સીઓની નજરમાં આવી ચૂકેલું ચીન હવે સુપર હ્યુમન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ માટે 52 દેશોની 80 લાખથી વધુ ગર્ભવતી મહિલાઓના જિનેટિક ડેટાનો ચોરી-છૂપીથી અભ્યાસ કરાઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચીનનું લશ્કર (પીએલએ) આ કામ ચીની કંપની બીજીઆઈની મદદથી કરી રહ્યું છે. તપાસના બહાને બીજીઆઈ ગ્રૂપે મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓના જિનના ડેટા ભેગા કર્યા છે. તેને નિફ્ટી (નોન ઇન્વેસિવ ફેટલ ટ્રિજોમી) ડેટા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મહિલાની ઉંમર, વજન, લંબાઈ અને જન્મસ્થળની માહિતી હોય છે. એવા જ કેટલાક તથ્યોના આધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એવા ગુણોનો ખ્યાલ મેળવાઈ રહ્યો છે કે જેથી ભવિષ્યમાં પેદા થનારી વસતીના શારીરિક ગુણોમાં ફેરફાર કરી શકાય. બાઈડેન વહીવટી તંત્રના સલાહકારોએ માર્ચ મહિનામાં ચીનની આવી તૈયારીની ચેતવણી ઉચ્ચારી હતી.

અમેરિકી વિશેષજ્ઞ ચિંતિત છે કે આ પ્રયોગ સફળ રહેશે તો દુનિયાભરની ફાર્મા કંપની ચીન સાથે જોડાશે. ત્યારપછી ચીન આ કંપનીઓ પર પ્રભુત્વ મેળવી ષડયંત્ર કરી શકે છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ચીન આનુવંશિક રૂપે અત્યંત શક્તિશાળી સૈનિક તૈયાર કરશે. અમેરિકાને મોટો ડર એ પણ છે કે ચીન આ ટેકનિક દ્વારા રોગ પેદા કરનારા જીવાણુ, વિષાણુ વિકસિત કરી ગંભીર બીમારી ફેલાવી શકે છે. આ ઉપરાંત તે વૃક્ષ, વનસ્પતિમાં એવા પરિબળો નાંખીને અમેરિકી ફૂડ સપ્લાયને અવરોધી શકે છે.

ભૂતપૂર્વ અમેરિકી કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઓફિસર અન્ના પુગલિસી કહે છે કે ચીન પોતાને ત્યાં કામ કરનારી કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષાના નામે સહયોગ કરવા મજબૂર કરી શકે છે. બીજીઆઈ પાસેથી પણ આ રીતે ગર્ભવતી મહિલા અને નહીં જન્મેલા બાળકોના ડેટા મેળવાયા છે. બાયોરિસર્ચ માટે આ અત્યંત મહત્વના ડેટા છે.

મહત્વ કેમ: ભારત-ચીન સરહદે તહેનાત સૈનિકોને પ્રયોગ સાથે જોડ્યા
આ ડીએનએ ડેટા વિશ્લેષણના આધારે ચીન લશ્કર અને બીજેઆઈ ગ્રૂપ સાથે મળી સૈનિકોના જીનમાં પરિવર્તન કરી તેમને ગંભીર બીમારીથી સુરક્ષિત કરી રહ્યું છે. એવું મનાય છે કે તેનાથી સૈનિકોને વધુ ઊંચાઈએ મોરચો સંભાળતા બીમારી તથા સાંભળવાની ક્ષમતામાં થતી ઘટાડા સંબંધી બીમારીમાંથી છૂટકારો મળી શકે છે. છેલ્લા એક વર્ષથી ભારત-ચીન સરહદે તહેનાત મોટાભાગના ચીની સૈનિક બીમાર પડ્યાં હતા. આથી પ્રયોગમાં આ સૈનિકોને સામેલ કરાયા છે. જો ચીનનો પ્રયોગ સફળ થશે તો તેના સૈનિકો વધુ સમય સુધી ઊંચાઈવાળા વિસ્તારમાં તહેનાત રહી શકશે.

અન્ય સમાચારો પણ છે...