• Gujarati News
  • International
  • China Is Building 166 Buildings roads In Bhutan; It Is Just 30 Km From Doklama, Where The Controversy Took Place In 2017

સરહદ પર જોખમ:ચીન ભૂટાનમાં 166 બિલ્ડીંગ્સ-રોડ બનાવી રહ્યું છે; તે ડોકલામથી માત્ર 30 કિમી દૂર, જ્યાં 2017માં વિવાદ થયો હતો

નવી દિલ્હી6 દિવસ પહેલા
સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ચીન ડોકલામ વિસ્તારથી 30 કિમી દૂર ભૂટાનમાં બે મોટા ગામો બનાવી રહ્યું છે.
  • 2017માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો

ચીન હવે ભૂટાનના રસ્તેથી ભારતને ઘેરી રહ્યું છે. કેટલીક નવી સેટેલાઇટ તસવીરો સામે આવી છે. તસવીરો જોઈ શકાય છે કે ડોકલામ વિસ્તારથી 30 કિમી દૂર ભૂટાનમાં ચીન બે મોટા ગામો બનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ એકબીજા સાથે જોડાયેલા હશે. ડોકલામ એ જ જગ્યા છે, જ્યાં 2017માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો. ચીન અહીં રોડ બનાવવાના પ્રયાસ કરી રહ્યુ હતુ અને ભારતે તેને અટકાવ્યુ હતુ. ચીન અહીં 166 ઈમારતો અને રસ્તાઓ બનાવી રહ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં તેનું બાંધકામ જોઈ શકાય છે.

સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે કેટલીક ઇમારતો બનાવવામાં આવી છે અને કેટલીક નિર્માણાધીન બાંધકામ છે.
સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે કેટલીક ઇમારતો બનાવવામાં આવી છે અને કેટલીક નિર્માણાધીન બાંધકામ છે.

સ્ટ્રેટેજીમાં ફેરફાર
NDTVએ આ તસવીરો સાથે ચીનના આ નવા કૃત્ય પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. તે મુજબ ડોકલામ વિવાદ બાદ ચીને પોતાની રણનીતિ બદલી છે. તે એવા સ્થળોથી દૂર બાંધકામ કરી રહ્યુ છે જ્યાં ભારતની હાજરી નથી. ડોકલામના જે વિસ્તાર મુદ્દે 2017માં ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો હતો, ત્યાંથી ચીનની બાંધકામ સાઇટ 9 કિમી દૂર છે અને તે ભૂટાનની જમીન છે. નવેમ્બર 2020માં NDTVએ એક અહેવાલ આપ્યો હતો કે ચીની સેનાએ ભૂટાનમાં એક ગામ તૈયાર કર્યું છે.

1 જાન્યુઆરી, 2022ની આ સેટેલાઇટ તસવીરમાં કેટલીક બાંધકામ સાઇટ્સ જોવા મળે છે.
1 જાન્યુઆરી, 2022ની આ સેટેલાઇટ તસવીરમાં કેટલીક બાંધકામ સાઇટ્સ જોવા મળે છે.
તસવીર વિશ્લેષણ દર્શાવે છે કે એક એન્ક્લેવમાં 34 ઇમારતો બાંધવામાં આવી રહી છે.
તસવીર વિશ્લેષણ દર્શાવે છે કે એક એન્ક્લેવમાં 34 ઇમારતો બાંધવામાં આવી રહી છે.

એકદમ સાચા પુરાવા
જિયોનેટના રિસર્ચર ડેમિયન સાયમને ગયા વર્ષે નવેમ્બરમાં પહેલીવાર આ સેટેલાઇટ તસવીરો મેળવી હતી. તેમના અનુસાર - આ તસવીરો એકદમ સાચો પુરાવો આપે છે કે ચીન હવે ભૂટાનના તે ભાગમાં નિર્માણ કરી રહ્યું છે, જ્યાં બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અહીં ઘણા સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે અને કેટલાક નિર્માણાધીન છે. અહીં ભારે મશીનો અને અર્થ મૂવિંગ સાધનો પણ ઉપલબ્ધ છે. બાંધકામ સ્થળ તરફ જતા રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જો કે, હાલ માટે એ કહી શકાય નહીં કે ચીન આ જગ્યાઓનો સૈન્ય ઉપયોગ કરવા માંગે છે કે અન્ય. એક વાત ચોક્કસ છે કે ભૂતાન જેવો નાનો અને નબળો દેશ ચીનનો વિરોધ કરવા સક્ષમ નથી. બંને દેશો વચ્ચે 40 વર્ષથી સરહદ વિવાદ પર વાતચીત ચાલી રહી છે. અત્યાર સુધી ભૂતાન તરફથી ક્યારેય એવું કહેવામાં આવ્યું નથી કે તેણે ચીનને પોતાની એક ઇંચ પણ જમીન આપી છે કે નહીં.

ભૂટાનની વિદેશ નીતિ
ઐતિહાસિક રીતે ભૂટાન હંમેશા ભારતની નજીક રહ્યું છે, જો કે ભારતે તેની વિદેશ નીતિમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. ભૂતાન ચીનને લઈને ભારતની ચિંતાઓથી સારી રીતે જાણે છે. ચીનના ષડયંત્ર પર ભારતના સીડીએસ જનરલ બિપિન રાવતે પણ ચેતવણી આપી હતી. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લગભગ બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે.

ચીન આ બાંધકામનો ઉપયોગ સૈન્ય ગતિવિધિઓ માટે પણ કરી શકે છે.
ચીન આ બાંધકામનો ઉપયોગ સૈન્ય ગતિવિધિઓ માટે પણ કરી શકે છે.

ભારત પણ સતર્ક
બુધવારે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આર્મી ચીફ જનરલ નરવણેએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વિવાદનું કારણ એ છે કે LAC પર તેમના વિચારો મેળ ખાતા નથી. આર્મી ચીફે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે અરુણાચલમાં ચીનને કોઈ બાંધકામની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું - અમે અમારી સરહદોની સુરક્ષા માટે સતર્ક છીએ. આજે જે સ્થિતિ છે, તેને કોઈ પણ તાકાતથી બદલી શકાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...