ભૂતાનને ટાર્ગેટ કરી ભારત પર પ્રહાર:ચીને કહ્યું- ભૂતાન સાથે જોડાયેલી બોર્ડર પર ત્રણ જગ્યાએ બોર્ડર નક્કી ન થવાથી વિવાદ, કોઈ ત્રીજો દેશ દખલગીરી ન કરે

થિંપૂ2 વર્ષ પહેલા
  • ચીને કહ્યું- ભૂતાન સાથે જોડાયેલી સીમાના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં ક્યારે પણ સીમાંકન થયું નથી, તેને લઈને લાંબા સમયથી વિવાદ
  • આ પહેલા ચીને ભૂતાનના સકતેંગ વન્યજીવ અભ્યારણ્યની જમીનને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો, ભૂતાને તેનો વિરોધ કર્યો હતો

ચીને ભૂતાનના વિસ્તારોને લઈને નવો દાવો કર્યો છે. શનિવારે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું ચીન અને ભૂતાનની બોર્ડરની ત્રણ જગ્યાઓ પર ક્યારેય સીમાંકન થયું નથી. સીમા પરના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ વિસ્તાર પર લાંબા સમયથી વિવાદ છે. એવામાં કોઈ પણ ત્રીજી પાર્ટી(ભારત) તેમાં દખલગીરી ન કરે. આ પહેલા ચીને ભૂતાનની સકતેંગ વન્ય અભ્યારણ્યની જમીનને વિવાદિત ગણાવી હતી. આ અંગે ભૂતાને સ્પષ્ટતા કરી હતી કે આ અભ્યારણ્ય તેમના દેશનો અભિન્ન હિસ્સો છે.

સકતેંગ અભ્યારણ્ય અરુણાચલ પ્રદેશના સેલાથી લગભગ 17 કિમી દૂર છે. તે ભૂતાનના ઉતર પૂર્વ ક્ષેત્રમાં 650 વર્ગ કિમીમાં ફેલાયેલું છે. આ અભ્યારણ્ય લાલ પાંડા, હિમાલયન બ્લેક બિઅર જેવા દુર્લભ વન્યજીવોનું ઘર છે.

ચીનના વિરોધ બાદ પણ ભૂતાનને મળ્યું ફન્ડિંગ
ભૂતાને સકતેંગ અભ્યારણ્ય પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્ક અથવા આઈએમએફ પાસેથી ફન્ડિંગ માંગ્યું હતું. એન્વરોમેન્ટ ફેસિલિટી કાઉન્સિલમાં જ્યારે અભ્યારણ્યને ફન્ડ આપવાની વાત આવી તો ચીને નવી ચાલ ચાલી અને જમીનને જ પોતાની ગણાવી. જોકે ચીનના વિરોધનો કોઈ જ ભાર ન પડ્યો. કાઉન્સિલે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કાઉન્સિલમાં ચીનનો એક પ્રતિનિધી છે. જ્યારે સીધી રીતે ભૂતાનનો કોઈ પ્રતિનિધી નથી. ભૂતાનનું પ્રતિનિધિત્વ ભારતીય આઈએએસ અધિકારી અર્પણા સુબ્રમણિએ કર્યું. તેઓ વર્લ્ડ બેન્કમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાઈ, શ્રીલંકાના ઈનચાર્જ છે.

2017માં ભૂતાનમાં ઘુસી હતી ચીનની સેના
2017માં ચીનની સેના ડોકલામમાં ભૂતાનની સીમામાં ઘુસી ગઈ હતી. પછીથી ભારતીય સેનાએ દખલગીરી કરવી પડી હતી. ભારતીય સેનાએ ચીનના સૌનિકોને ઝામફેરી પહાડ સુધી રસ્તો બનાવતા અટકાવ્યા હતા. ભારતીય અને ચીનના સૈનિક લગભગ 72 દિવસ સુધી એક-બીજાની સામ-સામે રહ્યાં હતા. આ વર્ષે પણ સમાચાર આવ્યા કે ચીન ભારતના સિલીગુડી કોરિડોર સુધી પહોંચ બનાવવા માટે ટોરસા સુધીનો રસ્તો બનાવી રહ્યું છે. ભારતે ચીન પર સીમાનો વ્યાપ વધારવાનો આરોપ લગાવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...