રિપોર્ટ / ચીને ગયા સપ્તાહે એક ભારતીય સૈનિકને બંધક બનાવ્યો હતો, બાદમાં મુક્ત કરાયો હતો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો
X
ફાઈલ ફોટોફાઈલ ફોટો

  • ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ચાલી રહ્યો છે.
  • તાજેતરમાં બન્ને દેશની સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 11:35 PM IST

નવી દિલ્હી. ભારત અને ચીન વચ્ચે લદ્દાખ ક્ષેત્રમાં તણાવ જારી છે. મીડિયા અહેવાલ પ્રમાણે ચીને ગયા સપ્તાહમાં ભારતના એક સૈનિકને બંદી બનાવી લીધો. બાદમાં સૈનિકને મુક્ત કરવામાં આવ્યો હતો. સરકાર તરફથી આ ઘટના અંગે માહિતી આપવામાં આવી નથી.
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ મહિને ત્રીજી વખત ઝપાઝપી થઈ છે. આ ઘટનાને લઈ ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જારી કર્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય સૈનિક પોતાની સીમામાં રહી ગતિવિધિઓ કરી રહ્યા છે. ભારતીય સેનાની લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પાર એક્ટિવિટી કરે છે તે વાત ખરી નથી.વાસ્તવિકતા એ છે કે ચીન આ પ્રકારની હરકત કરી રહ્યું છે. જેને લીધે નિયમિત જે પેટ્રોલિંગ થઈ રહ્યું હતું તેમાં આવરોધ સર્જાયો છે. આ મહિને 5 અને 9 મે નારોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૂર્વ લદ્દાખમાં ઝપાઝપીની ઘટના બની હતી. ત્યારબાદ 9 મેના રોજ સિક્કીમના નાકુલામાં પણ આ પ્રકારની ઘટના બની હતી.

વિવાદ ઉકેલવા માટે બન્ને દેશના કમાન્ડરની બેઠક

ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં લદ્દાખના ગાલવન નદી ક્ષેત્રમાં વિવાદ વધી ગયો હતો. હવે તેને ઉકેલવા માટે બન્ને દેશના ફિલ્ડ કમાન્ડરોની બેઠક છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણેઆ બેઠક દરમિયાન બેગ ઓલ્ડી સેક્ટરમાં યોજાઈ હતી. તેમા ભારતના 81 બ્રિગેડ અધિકારી અને  ચીનના સમકક્ષોએ ભાગ લીધો હતો. નિર્માણ કાર્યોને લઈ ગાલવન નદી ક્ષેત્રમાં બન્ને પક્ષ વચ્ચે ગત સપ્તાહ તણાવ ચાલી રહ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી