તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ચીને વુહાનમાં 50 હજાર ચેપગ્રસ્ત બતાવ્યા હતા, હવે 5 લાખની આશંકા

બૂમબર્ગમાંથી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બ્રાઝિલના સાઓ પાઉલોમાં બુધવારે ચીનથી સાઈનોવેક વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચ્યો છે. - Divya Bhaskar
બ્રાઝિલના સાઓ પાઉલોમાં બુધવારે ચીનથી સાઈનોવેક વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચ્યો છે.
 • ચીનના પોતાના સરવેમાં ખુલાસો - વુહાનમાં અંદાજ કરતાં 10 ગણા વધુ ચેપગ્રસ્ત

કોરોના મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઇ હતી. ચીને દુનિયાને જણાવ્યું કે આ શહેરમાં કોરોનાના કુલ 50 હજારથી વધુ કેસ મળ્યા. જોકે હવે નવા રિસર્ચ મુજબ આ આંકડો 10 ગણો વધુ હોઈ શકે છે. એટલે કે વુહાનમાં આશરે 5 લાખથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત થયા હતા. આ માહિતી ખુદ ચીનના સ્વાસ્થ્ય વિભાગના રિસર્ચમાં સામે આવી હતી. ચીનના સ્વાસ્થ્ય વિભાગે વુહાનમાં 34 હજારથી વધુ લોકો પર સેરોલોજિકલ સરવે કરાવ્યો. તેમાં 4.4 ટકા લોકોમાં કોરોનાનો સામનો કરનારા એન્ટિબોડી મળી આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ છે કે તે અગાઉ કોરોનાથી ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. આ સરેરાશ વુહાનની સંપૂર્ણ વસતી પર લાગુ કરતા જાણ થાય છે કે ત્યાં આશરે 5 લાખ લોકોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. ચીન દ્વારા કરાયેલા સરવેમાં આ માહિતી સામે આવી છે કે હુબેઈ પ્રાંતમાં પોઝિટિવિટી રેટ 0.44% છે. ઉપરાંત અન્ય શહેરોનાં 12 હજાર સેમ્પલમાં ફક્ત બે પોઝિટિવ મળ્યાં છે.

ધનિક અને ગરીબ દેશો વચ્ચે દક્ષિણ આફ્રિકા ફસાયું
દુનિયાભરમાં શરૂ થઈ રહેલાં રસીકરણના દોરમાં દ.આફ્રિકા વિચિત્ર સંકટમાં ફસાયું છે. ડબ્લ્યૂએચઓએ ગરીબ દેશોની મદદ માટે જે માપદંડ નક્કી કર્યા છે તે મુજબ તે ધનિક દેશ છે. જોકે દેશ પાસે એટલા પૈસા નથી કે તે જાતે વેક્સિન તૈયાર કરી શકે. ત્યાંની સરકારે આગામી વર્ષના મધ્ય સુધી વેક્સિન મળવાની આશા વ્યક્ત કરી છે.

અમેરિકા : બે કરોડ ચેપગ્રસ્તોનો આંકડો પાર, હજુ દરરોજ બે લાખ કેસ મળી રહ્યા છે
કોરોના મહામારીનો સૌથી કપરો માર સહન કરનારા અમેરિકામાં બુધવારે બે કરોડ ચેપગ્રસ્તો થઇ ગયા. આટલા દર્દી ધરાવનાર અમેરિકા એકમાત્ર દેશ છે. દુનિયાભરમાં અત્યાર સુધી 8.24 કરોડ કેસ મળ્યા છે. એટલે કે કોરોના ચેપના આશરે એક ચતુર્થાંસ કેસ અમેરિકામાં મળ્યા છે. ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર મંગળવારે અમેરિકામાં 2,00,902 નવા કેસ મળ્યા. આ બે અઠવાડિયાં પૂર્વે મળી રહેલા દરરોજના કેસની તુલનાએ 11 ટકા ઓછા છે. જ્યારે 29 ડિસેમ્બરે 3626 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઓસ્ટ્રેલિયા : નવા વર્ષના આગમન પૂર્વે પ્રતિબંધ કડક કરાયા, ક્રિસમસ બાદથી કેસ વધ્યા
ઓસ્ટ્રેલિયાએ લાંબા સમય સુધી કોરોનાના ફેલાવાને નિયંત્રણમાં રાખ્યો હતો પણ ગત અમુક દિવસોથી ત્યાંનાં અમુક શહેરો ખાસ કરીને સિડનીમાં કેસમાં ઝડપથી વધારો નોંધાયો છે. આ કારણે સિડનીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રતિબંધો કડક કરાયા હતા. હવે ત્યાં એક પરિવાર મહત્તમ 10 ગેસ્ટને આમંત્રણ આપી શકશે. સિડનીના બીચ પર બ્રિટનના અમુક યુવાઓની ઉજવણી કરતી તસવીરો સામે આવ્યા બાદ નિયમને કડક કરાયા છે. ક્રિસમસ બાદ દેશમાં કેસ વધ્યા પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો