વિવાદ / હોંગકોંગ માટે ચીને વિવાદિત કાયદો બનાવ્યો, અમેરિકાએ સંરક્ષણ નિકાસ અટકાવી

નવો કાયદો પસાર થયા બાદ પોલીસે હોંગકોંગના મોલમાં સુરક્ષા વધારી.
નવો કાયદો પસાર થયા બાદ પોલીસે હોંગકોંગના મોલમાં સુરક્ષા વધારી.
X
નવો કાયદો પસાર થયા બાદ પોલીસે હોંગકોંગના મોલમાં સુરક્ષા વધારી.નવો કાયદો પસાર થયા બાદ પોલીસે હોંગકોંગના મોલમાં સુરક્ષા વધારી.

  • ચીને વિરોધને દબાવી દેવા પગલાં ભર્યા
  • ટીકાકારોએ કહ્યું- પોલીસના હવાલે કરાશે હોંગકોંગ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:00 AM IST

હોંગકોંગ/વોશિંગ્ટન. ચીનની સંસદે મંગળવારે હોંગકોંગ માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને મંજૂરી આપી દીધી. હોંગકોંગની સંસદની કાયમી સમિતિના સભ્ય ટેમ યિયુ ચૂંગે તેની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે સમિતિએ આ નવા કાયદાને સર્વાનુમતે પસાર કર્યો છે. હાલ તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. સરકારી સૂત્રો કહે છે કે તેનાથી અધિકારીઓએ હોંગકોંગમાં ભાગલાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહીનો અધિકાર મળી જશે. 

ટીકાકારો કહે છે કે ચીન તેનો ઉપયોગ હોંગકોંગમાં વિરોધનો અવાજ દબાવવા માટે કરશે. 40 દિવસ પહેલાં સાંસદો આ કાયદાનો પ્રસ્તાવ લાવ્યા હતા. હોંગકોંગના એક આંદોલનકારી નેતા જોશુઆ વોંગે ટિ્વટ કરી કહ્યું કે જે હોંગકોંગને દુનિયા આજથી પહેલાં જાણતી હતી, તેનો અંત થઈ ચૂક્યો છે. અસંતુલિત શક્તિ ખરાબ રીતે વ્યાખ્યાયિત કાયદો શહેરને રહસ્યમયી પોલીસ રાજ્યમાં બદલી નાખશે. બીજી બાજુ અમેરિકી સરકારે હોંગકોંગને સંરક્ષણ નિકાસ અટકાવી દીધી છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ આ અંગે જાહેરાત કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી