ચીન તરફથી વધુ એક જોખમ:ચીને LAC પાસે તેની અત્યાધુનિક MLRS રોકેટ સિસ્ટમ ગોઠવી, જૂની સિસ્ટમનું સ્થાન લીધુ હોવાનો ચીનનો દાવો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસવીર)

ભારત સહિત સમગ્ર વિશ્વની માનવજાતને કોરોના વાયરસની મોટી આપદામાં ધકેલી દેનારા ચીન ફરી એક વખત ભારત માટે મોટો પડકાર સર્જી રહ્યું હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. ભારત-ચીન સરહદ પર નવેસરથી ઉદભવી રહેલી તંગ સ્થિતિ વચ્ચે ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ નવી મલ્ટીપલ લોંચ રોકેટ સિસ્ટમ (MLRS) લાઈન ઓફ એક્ચ્યુઅલ (LAC) નજીક ગોઠવી છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના 10મી મેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે PLAની ઝીંજીઆંગ મિલિટરી કમાન્ડ દ્વારા નવી MLRSને ઉંચાણવાળા પ્રદેશમાં ગોઠવવામાં આવી છે.

અગાઉ આ જગ્યા પર જૂન આર્ટીલરી 10 ન્યુ PHL-03 લાંબી રેન્જ ધરાવતી રોકેટ સિસ્ટમ્સ હતી.જેનું સ્થાન હવે MLRS દ્વારા લેવામાં આવ્યું છે. નવી MLRSએ તદ્દન નવી રોકેટ પ્રણાલી છે,જે ગાઈડન્સ સિસ્ટમની વિશેષતા ધરાવે છે અને તે દુર્ગમ તથા જટિલ વિસ્તારોમાં પણ સચોટપણે લક્ષ્યને ભેદવાની ક્ષમતા ધરાવે છે.

આ સિસ્ટમ ભારત સામે ગોઠવવામાં આવી હોવાનો ચીનના નિષ્ણાતોએ આ સાથે એવો સ્પષ્ટ સંકેત આપતા કહ્યું છે કે વર્તમાન ભૌગોલિક સ્થિતિને બદલવાનો ભારત ઈરાદાપૂર્વક પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે PLA તેની અખંડિતતાનું રક્ષણ કરી રહી છે.

વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે 5200 મીટરથી પણ વધારે ઉંચાઈ ધરાવતા વિસ્તારોમાં પર આ સિસ્ટમ તિબેટને ધ્યાનમાં રાખી ગોઠવવામાં આવી છે,જે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)ની નજીક છે. ચીન દ્વારા રોકેટ્સને ગોઠવવાનું આ કૃત્યુ ચાઈનીઝ PLA તરફથી વધુ એક જોખમી તરીકે જોઈ શકાય છે.

ચીનની આ રોકેટ પ્રણાલી વિવિધ મિશનની પ્રોફાઈલ્સ ધરાવે છે, તમામ હવામાન અને પરિસ્થિતિમાં કામ કરવા સક્ષમ છે. ચીન તરફથી આવી રહેલા અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ન્યુ રોકેટ આર્ટીલરી યુનિટને જૂની મેન્યુઅલ આર્ટીલરીની જગ્યાએ બદલવામાં આવી છે. અલબત આ આર્ટીલરી ઉચ્ચ વિસ્તારોમાં ગોઠવવામાં આવી છે, તે અંગે ચીન તરફથી વધારે કોઈ જ માહિતી આપવામાં આવી નથી.