તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અંગે વિવાદ:અબ્રાહમ લિંકનની વાતને ટાંકી ચીને અમેરિકાના આરોપને નકાર્યાં, લખ્યું- તમે તમામ લોકોને હંમેશા મૂર્ખ બનાવી શકો નહીં

બેઈજીંગ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચીને કોરોના અંગે પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા છે - Divya Bhaskar
ચીને કોરોના અંગે પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા છે
 • ચીનના વિદેશ મંત્રાલયે તેની વેબસાઈટ પર 30 પેજનો એક આર્ટીકલ પોસ્ટ કર્યો
 • વર્ષ 1861માં અમેરિકાના રાષ્ટ્રપતિ રહેલા અબ્રાહમ લિંકનની લાઈન લેખમાં સૌથી પહેલા લખી

કોરોના વાઈરસ અંગે અમેરિકા સહિત વિશ્વભરમાંથી લગાવવામાં આવી રહેલા આરોપો વચ્ચે ચીને એક આર્ટીકલ મારફતે સ્પષ્ટતા કરી છે.ખાસ વાત એ છે કે આ લેખની પ્રસ્તાવનામાં અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના જાણીતા એક ક્વોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્ટીકલમાં લખ્યું છે કે લિંકને કહ્યું હતું- તમે હંમેશા કેટલાક લોકોને હંમેશા મૂર્ખ બનાવી શકો છો. તમામ લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકો છો, પણ તમે તમામ લોકોને હંમેશા મૂખ બનાવી શકતા નથી.

30 પેજ અને 11 હજાર શબ્દોનો આર્ટીકલ

ચીનના વિદેશ મંત્રાલય છેલ્લા કેટલાક સપ્તાહથી પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના રાજનેતાઓ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓના આરોપોને સતત નકારી રહ્યા છે. શનિવારે વિદેશ મંત્રાલયે વેબસાઈટ પર 30 પેજમાં 11 હજાર શબ્દોનો એક આર્ટીકલ પોસ્ટ કર્યો.

આ આર્ટીકલમાં એ મીડિયા અહેવાલોને પણ ટાંકવામાં આવ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વુહાનમાં પ્રથમ કેસ નોંધાયો તે અગાઉ જ અમેરિકાના લોકો વાઈરસથી સંક્રમિત થઈ ગયા હતા. ચીને એમ પણ કહ્યું કે આ વાઈરસ માનવ સર્જીત નથી. વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી વાઈરસનું એડિટ કરી શકતી નથી. આર્ટીકલમાં એક ટાઈમલાઈન પણ આપવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યું છે કે ચીને આંતરરાષ્ટ્રીય સમુદાયને સમયસર જાણકારી આપી હતી. તેણે માહિતીને પારદર્શક રાખી હતી.

જર્મનીના રિપોર્ટમાં ચીનની ભૂલ સામે આવી

ચીન પર લાગ્યા છે કે વુહાનની લેબમાંથી કોરોન વાઈરસ નિકળ્યો છે અને ચીને જાણ જોઈને વિશ્વને યોગ્ય સમયે ચેતવણી આપી નથી. ગત શુક્રવારે ડે સ્પીગલ મેગેઝીનના એક અહેવાલમાં જર્મનીની બીએનડી સ્પાઈ એજન્સીને ટાંકી કહેવામાં આવ્યું હતું કે ચીને શરૂઆતી ચારથી છ સપ્તાહ સુધી માહિતીને દબાવી રાખી હતી, જ્યારે આ સમયનો ઉપયોગ વાઈરસ સામે લડવા માટે કરી શકાય તેમ હતો.

પશ્ચિમી દેશોની ટીકાને પણ નકારી
આ આર્ટીકલમાં પશ્ચિમી દેશોની એ ટીકાઓને નકારી દીધી છે કે જેમાં કહેવામાં આવ્યુ છે કે વાઈરસની સૌથી પહેલા માહિતી આપનાર ડોક્ટર લી વેનલિયાંગને જેલમાં પૂરી દીધા હતા બાદમાં તેમનું મોત પણ આ વાઈરસને લીધે થયું હતું. આર્ટીકલમાં કહેવામાં આવ્યુ છે કે ડો.લીએ સૌથી પહેલા જાણકારી આપી ન હતી અને તેમની ધરપકડ કરવામાં આવી ન હતી. આર્ટીકલમાં જણાવ્યા પ્રમાણે ડો.લી.એ અફવા ફેલાવી હતી, જેને લીધે પોલીસે તેમને ફટકાર લગાવી હતી. તેમના મોત બાદ ચીને તેમને શહીદોમાં સામેલ કર્યા છે.   

વુહાન વાઈરસ કે ચીની વાઈરસ કહેવા પર વિરોધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ તાજેતરમાં એવું સૂચન આપ્યું હતું કે કોરોના વાઈરસને ચીની વાઈરસ કે વુહાન વાઈરસ કહેવો જોઈએ. આર્ટીકલમાં તેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ટાંકી કહેવામાં આવ્યુ છે કે કોઈ પણ વાઈરસનું નામ દેશના નામ પરથી રાખી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો