તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • China Coronavirus Vaccine Latest News Updates; Pakistan Does Not Trust China COVID Vaccine | Vaccine Trail In Saudi Arabia, Turkey, Indonesia, Brazil

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીન પરથી વિશ્વાસ ઊઠ્યો:કોરોના વેક્સિનની 6 ફોર્મ્યુલા તૈયાર, પણ કોઈ ખરીદનાર નથી; પાકિસ્તાનીઓને પણ તેમની વેક્સિન પર વિશ્વાસ નથી

2 મહિનો પહેલાલેખક: ઈયાન માર્લો, ફસીહ મૈંગી અને કારી સૂ લિંડબર્ગ
  • કૉપી લિંક

બ્લુમબર્ગ અને ભાસ્કરના કરાર આધારિત
કોરોના વાઈરસને સમાપ્ત કરવા માટે ઘણા દેશોએ મોટી કંપનીઓની વેક્સિનનું બુકિંગ કરાવ્યું છે, પણ ચીનની વેક્સિન વિશ્વાસની ટ્રાયલમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. દુનિયાને કોરોના આપનાર ચીને હવે વેક્સિનનો ભંડાર તૈયાર કરી લીધો છે, પરંતુ તેની વેક્સિન પર એકપણ દેશ વિશ્વાસ કરવા માટે તૈયાર નથી.

ચીનની વેક્સિનની સાઉદી અરબ, તુર્કી, ઈન્ડોનેશિયા,બ્રાઝિલ, પાકિસ્તાન જેવા દેશોમાં ટ્રાયલ જરૂર ચાલી રહી છે, પણ જનતામાં સર્વે અને અધિકારીઓનાં નિવેદન જણાવે છે કે ચીન આ દેશોના કરોડો લોકોને એ ખાતરી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે કે તેની વેક્સિન સુરક્ષિત છે.

કરાચીના એક રાઈડ એપના બાઈકચાલક ફરમાન અલી શાહે કહ્યું હતું કે હું વેક્સિન નહીં લગાવડાવું, મને તેની પર વિશ્વાસ નથી. ચીનના પાક્કા મિત્ર પાકિસ્તાનના લોકોનું ચીન પ્રત્યેનું આવું વલણ સામે આવ્યું છે, જ્યારે ચીને આ વર્ષે ત્યાં રસ્તાથી પાવર સ્ટેશન સુધી 5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. આ જ સ્થિતિ છે કે બે ટ્રાયલમાં મોટા સરકારી અધિકારીને સામેલ કરવા પડ્યા છે.

બ્રાઝિલમાં લોકોને ચીન પર વિશ્વાસ નથી
સાથે જ બ્રાઝિલમાં સર્વેમાં સામે આવ્યું છે કે 50% લોકો ચીની વેક્સિન લગાડવા માગતા નથી. 36%એ કહ્યું કે તે રશિયાની વેક્સિન નહીં લગાવડાવે. જોકે વેક્સિને ચીનને ઘણા ગરીબ દેશોને સાધવામાં મોટી રાજકીય સિદ્ધિ અપાવી હોત, જેમને પશ્ચિમ દેશોની વેક્સિન નથી મળતી. આ અવિશ્વાસ અને ગરીબ દેશોની ચીન પર નિર્ભરતાએ દુનિયા સામે મોટું રાજકીય સંકટ ઊભું કર્યું છે. લોકો કહી રહ્યા છે કે તેમને દોયમ દરજ્જાની ચીની વેક્સિન આપવામાં આવશે.

આના પાછળ મોટું કારણ એ છે કે સિનોવેકના અંતિમ સ્ટેજની ટ્રાયલનાં પરિણામની અમુક જ માહિતી બહાર પાડવામાં આવી છે. જ્યારે અમેરિકન્સ અને યુરોપિયન કંપનીઓએ પૂરા આંકડા આપ્યા છે. આ અનિશ્ચિતતાથી ચીનના એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં પ્રભાવ વધવાના અભિયાનને મોટો ઝાટકો વાગ્યો છે.

ચીન પર વિશ્વાસ ન કરવાનાં પૂરતાં કારણો
ચીનની વેક્સિન પર એટલા માટે પણ વિશ્વાસ ન કરી શકાય, કારણ કે તેણે ઘણા દેશોમાં બોગસ માસ્ક, ટેસ્ટ કિટ અને PPE સૂટ આપ્યાં હતાં. ચીનના વિદેશ મંત્રાલયે બ્લુમબર્ગથી કહ્યું હતું કે ચીની વેક્સિન બે ફેઝની ટ્રાયલમાં સુરક્ષિત મળી આવી છે, પણ અત્યારસુધી વિપરીત અસર જોવા મળી નથી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને સોમવારે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે જે સરકારોએ વેક્સિનના ડોઝનું બુકિંગ નથી કરાવ્યું તેમની પાસે ચીનની વેક્સિન એકમાત્ર વિકલ્પ હશે, કારણ કે આગામી વર્ષ સુધી તૈયાર થનારા લગભગ 1200 કરોડ ડોઝનો 75 ટકા ભાગ અમીર દેશોએ બુક કરાવી લીધો છે.

ચીનની વેક્સિન કંપનીઓના 16 દેશમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. અત્યારસુધી UAE અને ચીને પોતે પણ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ચીની વેક્સિન પર પ્રહાર કરી ચૂક્યા છે. તેઓ ઘણી વખત કહી ચૂક્યા છે કે ચીનની વેક્સિન નહીં ખરીદીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો