ચીનમાં કોરોનાની રિએન્ટ્રી:સપ્તાહમાં ડેલ્ટા વેરિયન્ટના સૌથી વધુ 1308 કેસ; એક યુનિવર્સિટી કેમ્પસ સીલ, 1500 વિદ્યાર્થી આઈસોલેટ કરાયા

13 દિવસ પહેલા
  • ડેલ્ટા વેરિયન્ટ 21 પ્રાંતો, પ્રદેશો અને નગરપાલિકાઓને અસર કરે છે
  • ડાલિયાન શહેરને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે

ચીન હાલમાં કોરોના વાઈરસના સૌથી ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયન્ટ સામે લડી રહ્યું છે. આ કારણે ચીનના પૂર્વીય વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ વેરિયન્ટ છેલ્લા અઠવાડિયાથી સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. મહામારીની શરૂઆતથી, ચીનમાં માત્ર 98,315 કેસ નોંધાયા છે. ચીનની ઝુંગાઝે યૂનિવર્સિટીમાં કોરોના સંક્રમણમાં ઉછાળો આવવાથી આશરે 1500 વિદ્યાર્થીને હોટલ્સમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.

એક સપ્તાહમાં સૌથી વધુ 1308 કેસ
સત્તાવાર માહિતી અનુસાર, રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ઓક્ટોબર 17 અને નવેમ્બર 14 વચ્ચે, ડેલ્ટા વેરિયન્ટના કુલ 1,308 કેસ મળી આવ્યા હતા, જે ઉનાળાની ઋતુમાં નોંધાયેલા 1,280 કેસ કરતાં વધુ છે. આ રીતે તે ચીનમાં સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ બની ગયો છે. 14 નવેમ્બર સુધીમાં, ચીનમાં 98,315 પુષ્ટિ થયેલ કોરોના વાઈરસ કેસ છે. જેમાં દેશ-વિદેશમાંથી આવતા લોકોનો પણ સમાવેશ થાય છે. તેમજ અત્યાર સુધીમાં 4,636 મૃત્યુ નોંધાયા છે.

21 પ્રાંતો સુધી ફેલાયું સંક્રમણ
ડેલ્ટા વેરિયન્ટ 21 પ્રાંતો, પ્રદેશો અને નગરપાલિકાઓને અસર કરે છે. ચીનની સરકાર આને ગંભીરતાથી લઈ રહી છે. આ કારણે, સરકાર ચેપગ્રસ્ત લોકોની ઓળખ, જોખમવાળા વિસ્તારોમાં લોકોનું પરીક્ષણ, મનોરંજન, સાંસ્કૃતિક, પર્યટન અને જાહેર પરિવહન જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી રહી છે.

ડાલિયાન શહેરમાં પ્રથમ કેસ મળ્યો
નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વુ લિયાંગયોએ શનિવારે એક ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, વાઈરસ મળ્યા બાદ પૂર્વી ક્ષેત્રના ડાલિયાન શહેરને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ડાલિયાન એ શહેર છે જ્યાં 4 નવેમ્બરે પહેલો કેસ નોંધાયો હતો.

એક દિવસમાં એવરેજ 24 કેસ મળે છે
ડાલિયાન શહેરની કુલ વસ્તી 7.5 લાખની છે. આ શહેરમાં એક જ દિવસમાં સરેરાશ 24 નવા સંક્રમિત કેસ મળી આવ્યા છે. રોઇટર્સના ડેટા અનુસાર, ચીનના અન્ય શહેરોની સરખામણીમાં આ સૌથી વધુ છે. ડાલિયન નજીકના કેટલાક શહેરોમાં ડંડોંગ, અનશન અને શેનયાંગનો સમાવેશ થાય છે. ડાલિયાનથી આવતા લોકોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...