ભૂતકાળની યાદ:ચીન: ઘોંઘાટમાં ખોવાયેલાં પક્ષીઓના અવાજથી ફરી એકવાર બેજિંગ ગૂંજશે

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મેથી શરૂ થશે ધ્વનિનું અનોખું મ્યુઝિયમ

ચીનની રાજધાની બેજિંગના રસ્તાઓ પર હવે ટ્રાફિક વચ્ચે કાર, બસ અને અન્ય વાહનોનો ઘોંઘાટ જ સંભળાય છે. ક્યારેક ભાડે લીધેલી સાઈકલોની ઘંટડીઓ પણ સંભળાય છે. હવે આ 25 વર્ષ પહેલાંનું બેજિંગ નથી રહ્યું, જ્યાં ઝૂંપડીઓમાં મૂકેલાં પાંજરામાં પૂરેલાં તમરાનો કર્કશ અવાજ, કબૂતરોનું ઘૂઘૂ અને બીજાં પક્ષીઓના અવાજ-કલબલાટ સંભળાતો નથી.

અગાઉ ઘરો કે નાની દુકાનોના દરવાજા પર પણ ચર્ર-ચર્ર અવાજ આવતા હતા. આવો અવાજ ગલીઓમાં સાઈકલ રિક્ષા અને રેંકડીમાં સામાન વેચતા લોકો કરતા હતા. આ રીતે સ્ટિકથી સ્ટીલની પ્લેટોનો ધ્વનિ પણ બેજિંગમાં સામાન્ય હતો.

એ જમાનાની આ પરંપરાઓને કાયમ રાખનારા આજે પણ કેટલાક લોકો મોજૂદ છે. લગભગ લુપ્ત થઈ ગયેલા બેજિંગના આ ધ્વનિ ફરી એકવાર જીવંત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ માટે એક મ્યુઝિયમ બનાવાઈ રહ્યું છે, જેમાં ઊડતા યાનનો અવાજ, કબૂતરોની સિટી, વાંસમાંથી બનેલી નાનકડી વાંસળીની ધૂન વગેરેનો સંગ્રહ કરાશે. આ મ્યુઝિયમ બનાવવા માટે ઝાંગ બાઓતોંગ જેવા લોકો યોગદાન આપી રહ્યા છે. ઝાંગ કબૂતર સિટી બનાવતા બેજિંગના છેલ્લા શખ્સ છે.