તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • China Achieves A Temperature Of About 120 Million Degrees Celsius, 10 Times Higher Than The Natural Sun.

ચીનની ઉર્જા ક્ષેત્રમાં સિદ્ધિ:ચીને તેના કૃત્રિમ સૂર્યનું તાપમાન અધધ..120 મિલિયન ડિગ્રી સેલ્સિયસ હાંસલ કર્યું, આ તાપમાન કુદરતી સૂર્ય કરતાં 10 ગણું વધારે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ અગાઉ 100 સેકન્ડ માટે 100 મિલિયન સેલ્સિયસ (10 કરોડ ડિગ્રી સેલ્સિયસ) પ્લાઝ્મા ટેમ્પરેચર હાંસલ કરાયું હતું
  • ટોકમેક ડિવાઈસનો ઉદ્દેશ રેડિઓએક્ટિવ વેસ્ટ પેદા કર્યાં વગર ઉર્જા મેળવવા અને ન્યૂક્લિયર ફ્યુઝન પ્રોસેસનું નિર્માણ કરવાનો છે

ચીનને તેના એક્સપિરીમેન્ટલ એડવાન્સ્ડ સુપરકન્ડક્ટીંગ ટોકામેક (EAST)ફ્યુઝન રિએક્ટરનો અશક્ય કહી શકાય તેવો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ચીને તેના આ રિએક્ટરમાં આશરે 120 મિલિયન ડિગ્રી સેલ્સિયસ જેટલું અધધ...કહી શકાય એટલું ઉંચુ તાપમાન નોંધાવ્યું છે. EASTનું તાપમાન 101 સેકન્ડ સુધી 120 મિલિયન સેલ્સિયસ સુધી મેળવી પ્લાસ્મા ટેમ્પરેચરની સિદ્ધિ હાંસલ કરી છે.

અહેવાલ પ્રમાણે આર્ટીફિસિઅલ સન (Artificial Sun) તરીકે ઓળખ ધરાવતા આ ફ્યુઝન રિએક્ટરમાં 120 મિલિયન સેલ્સિયસની સપાટીએ તાપમાન પહોંચી ગયું હતુ. આ અગાઉ, ચીને 100 સેકન્ડ માટે 100 મિલિયન સેલ્સિયસ (10 કરોડ ડિગ્રી સેલ્સિયસ) પ્લાઝ્મા ટેમ્પરેચર હાંસલ કર્યું હતું. કુદરતી સૂર્યની તુલનામાં તેનું આ તાપમાન 10 ગણું વધારે છે. ટોકમેક ડિવાઈસનો સંપૂર્ણ ઉદ્દેશ ખૂબ જ રેડિઓએક્ટિવ વેસ્ટનું સર્જન કર્યાં વગર અમર્યાદિત ઉર્જા હાંસલ કરવા ન્યૂક્લિયર ફ્યુઝન પ્રોસેસનું નિર્માણ કરવાનો તેમ જ લાંબા સમય સુધી તાપમાનને ઉંચા સ્તરે જાળવી રાખવાનો છે, તેમ ચીનના શેનઝેનમાં આવેલા વિજ્ઞાન અને ટેકનોલોજીના સાઉથર્ન યુનિવર્સિટી ખાતેના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીક્સના ડિરેક્ટર લી મિઆઓએ જણાવ્યું હતું.

(ફાઈલ તસવીર)
(ફાઈલ તસવીર)

ચીનના ગ્રીન ડેવલપમેન્ટને વેગ આપવા માટે ભવિષ્યની ટેકનોલોજી માટે આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. ચીનના સૌથી મોટા અને સૌથી ઉન્નત ન્યૂક્લિયર ફ્યુઝન રિસર્ચ પ્રોજેક્ટ ગરમ પ્લાઝ્માને ફ્યુઝ કરવા માટે એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે. તેના મારફતે અસાધારણ પ્રમાણમાં સ્વચ્છ ઉર્જા ઉપલબ્ધ કરાવવા સૂર્ય અને તારામાં જે કુદરતી રીતે પરમાણુ વિખંડનની પ્રક્રિયા થાય છે તેનું પુનરાવર્તન કરી શકાય તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે.આ ન્યૂક્લિયર ફ્યુઝન રિસર્ચ પ્રોજેક્ટ અત્યંત ગરમ અને શક્તિશાળી હોવાથી તેને કૃત્રિમ સૂર્ય કહેવામાં આવે છે.

(ફાઈલ તસવીર)
(ફાઈલ તસવીર)

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઈલીમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ન્યૂક્લિયર ફ્યુઝન રિસર્ચ પ્રોજેક્ટ ઉર્જા વિકાસમાં ચીનની જરૂરિયાતોને પૂરી કરવા ઉપરાંત ચીનની ઉર્જા તથા રાષ્ટ્રીય અર્થતંત્રને ભવિષ્યમાં સતત વિકાસલક્ષી યોગદાન પૂર્ણ કરવામાં ઘણું મહત્વ ધરાવે છે. ચીન તેના આ ન્યૂક્લિયર ફ્યુઝન રિસર્ચ પ્રોજેક્ટ પર વર્ષ 2006થી કામ કરી રહ્યું છે.

કેવી રીતે કામ કરે છે કૃત્રિમ સુર્ય (Artificial Sun)
EAST ટોકામેક ડિવાઈસએ સૂર્ય અને તારાની માફક ન્યૂક્લિયર ફ્યુઝન પ્રક્રિયા કરે છે. ન્યુક્લિયર ફ્યુઝન એ એવી પ્રક્રિયા છે કે જે વિશાળ પ્રમાણમાં વેસ્ટેજનું સર્જન કર્યાં વગર જ ઉચ્ચ સ્તરે ઉર્જા નિર્માણ કરે છે. અગાઉ ન્યુક્લિયર ફ્યુઝન મારફતે ઉર્જા નિર્માણ કરવા આ પ્રક્રિયામાં બે અથવા વધારે અણુઓનું વિઘટન થતું. આ પ્રક્રિયામાં વધારે પ્રમાણમાં ન્યુક્લિયર વેસ્ટનું સર્જન થતું. આ ફિઝન (Fission)થી તદ્દન વિપરીત ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થતું નથી અને તે એકંદરે કોઈ અકસ્માત સર્જાવાના જોખમને ઘટાડી સલામતીપૂર્ણ ઉર્જા ​​​​​​ નિર્માણની ​સ્થિતિનું સર્જન કરે છે. એક વખત ન્યૂક્લિયર ફ્યુઝન હાંસલ કરી લેવામાં આવે એટલે અમર્યાદિત પ્રમાણમાં ઉર્જા પૂરી પાડી શકાય છે અને ઉર્જા ખૂબ જ ઓછી કિંમતથી સર્જન થઈ શકે છે.

ફ્રાંસમાં તૈયાર થઈ રહ્યો છે વિશ્વનો સૌથી મોંઘો પ્રોજેક્ટ
ચીન ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) પ્રોજેક્ટનો સભ્ય છે. તેમા ભારત, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયા તમામ સભ્ય છે. વર્તમાન સમયમાં ITER નો મુખ્ય ઉદ્દેશ ફ્રાંસમાં વિશ્વનો સૌથી મોંઘો પ્રોજેક્ટ છે. તેમા 15.50 અબજ પાઉન્ડ (1.4 લાખ કરોડ રૂપિયા) સંલયન રિએક્ટર તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમા હજુ સમિતિ સ્તર પર વીજળી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ રિએક્ટર વર્ષ 2025 સુધી કામ કરશે. વર્ષ 1960 ના દાયકામાં સોવિયત સંઘ (હવે રશિયા)એ ટોકામેક નામના સંલયન રિએક્ટર સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.