12 વર્ષથી નાની વયનાં જે બાળકો પોતાની ટીકા અને બીજાનો ગુસ્સો સહન નથી કરી શકતાં તે યુવાવસ્થામાં ડિપ્રેશનનો ભોગ બની જાય છે. સામાજિક તણાવ પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે. મહિલાઓમાં પુરુષોની તુલનાએ આ પ્રવૃત્તિ 3 ગણી વધુ હોય છે.
તાજેતરમાં એક અભ્યાસમાં જાણ થઇ કે ડિપ્રેશન અને ચિંતા સામાન્ય અને જીવનને બદલી નાખતી સ્થિતિઓ છે. જે અનેકવાર કિશોરાવસ્થામાં શરૂ થાય છે. આ ઉપરાંત કિશોરાવસ્થાના અંત સુધી સામાજિક ચિંતાનાં લક્ષણ અનેકવાર સ્પષ્ટ થઈ જાય છે. પોતાના અભ્યાસ માટે મેરી વૂડ અને તેમના સહયોગીઓએ 11થી 12 વર્ષની વયનાં બાળકો પર આ પ્રયોગ કર્યો. પ્રયોગ દરમિયાન તેમનામાં થતાં પરિવર્તન પર 24 મહિના સુધી નજર રખાઈ હતી.
આ દરમિયાન સ્વભાવ, ડિપ્રેશન અને ચિંતા સંબંધિત ભાવનાત્મક વિકારો અંગે પણ અભ્યાસ કરાયો. એપ્રોચ એવોઇડન્સ ટાસ્ક(એએટી)નું સંચાલન કરાયું. જે એક કમ્પ્યૂટર આધારિત પ્રોગ્રામ છે. જેમાં સ્ક્રીન પર વયસ્ક ચહેરા બતાવાય છે. ગુસ્સો કે ખુશીના ચહેરા પણ બતાવાયા.
પછી એક જોયસ્ટિકનો ઉપયોગ કરીને વિશેષ પ્રકારનો ચહેરો બતાવી તેને ધક્કો મારવા કે ખેંચવા કહેવાયું. પરિણામોનું વિશ્લેષણ કરતા જાણ થઈ કે એટીટી દ્વારા મપાયેલા ગુસ્સાવાળા ચહેરાથી બચવા માટે જે બાળકોએ વધુ પ્રયાસ કર્યા તે ભવિષ્યમાં ડિપ્રેશનથી પીડાયાં.
ખુશ રહેતાં બાળકોનું 69% બહેતર સ્વાસ્થ્ય
જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રો.ફરાહ કુરૈશીએ નોંધ્યું કે જે બાળકો કિશોરાવસ્થામાં આશાવાદી કે ખુશ રહે છે તે વયસ્ક થતાં 69% સુધી બહેતર સ્વાસ્થ્ય ધરાવે છે. તે 55% સુધી સકારાત્મક હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.