• Gujarati News
  • International
  • Children Need To Be Rescued Until The Vaccine Arrives; 828 Epidemiology And Opinion Of Pediatricians, Beware Of Mask Distance

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી...:વેક્સિન આવે ત્યાં સુધી બાળકોને બચાવવાની જરૂર; 828 મહામારી અને બાળરોગ વિશેષજ્ઞોનો અભિપ્રાય, માસ્ક ડિસ્ટન્સિંગ જેવી સાવચેતી રાખો

ન્યૂયોર્ક2 વર્ષ પહેલાલેખક: ક્લેયર કેન મિલર, માર્ગોટ સાંગેર - કેટ્ઝ, કેવિન ક્વીલી
  • કૉપી લિંક
  • સવાલ: વયસ્કોને વેક્સિન તો બાળકોનું શું થશે?
  • સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે બાળકોના સામાજિક અલગતાપણાને દૂર કરવા અંગે પણ વિચારાય
  • વિશેષજ્ઞોએ કેટલીક પરિસ્થિતિઓ અંગે આ સૂચનો આપ્યા છે

અમેરિકા સહિત અનેક દેશોમાં લોકોના મગજમાં કોરોના વાઈરસથી બાળકોની સુરક્ષાનો સવાલ ચિંતા પેદા કરી રહ્યો છે. માતા-પિતા વિચારે છે કે, વયસ્કોને તો કોરોના વાઈરસ વેક્સિન આપવામાં આવી રહી છે, પરંતુ બાળકોનું શું? ન્યૂયોર્ક ટાઈમ્સે એક સરવેમાં સંક્રમક બીમારીઓ અને બાળ રોગ વિશેષજ્ઞો સાથે આ અંગે વાતચીત કરી છે. જેમાં 828એ જવાબ આપ્યો છે. સરવેમાં ભાગ લેનારા 92 ટકા લોકોએ જણાવ્યું કે, તેઓ બાળકોને ઝડપથી વેક્સિન અપાવવા માગે છે.

વિશેષજ્ઞો માને છે કે, વેક્સિન આવતા સુધી બાળકોનાં પરિવારોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતી રાખવાની જરૂર છે. અમેરિકામાં 12 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકોને વેક્સિન અપાવતા ખચકાઈ રહ્યા છે. મોટાભાગના વિશેષજ્ઞો બાળકોની વેક્સિન આવતા સુધી પરિવારોને સાવચેત રહેવાની સલાહ આપે છે. માતા-પિતાએ બાળકોને સામાજિક રીતે અલગ પડી જવાના જોખમો પર પણ ધ્યાન આપવું જોઈએ. વિશેષજ્ઞો મહામારીના શારીરિક પ્રભાવ કરતાં વધુ માનસિક અસર બાબતે ચિંતિત છે.

ભીડવાળા આઉટડોર જાહેર સ્થળ
અમેરિકામાં બીમારી નિયંત્રણ સેન્ટરો (સીડીસી)એ વેક્સિન લગાવી ચુકેલા લોકોને માસ્ક વગર લગભગ દરેક જગ્યાએ જવાની સલાહ આપી છે. જોકે, એવા પરિવાર શું કરે, જેમના બાળકોને વેક્સિન અપાઈ નથી. સંખ્યામાં થોડા વધુ વિશેષજ્ઞોએ કહ્યું કે, અનિશ્ચિતતા છતાં બાળકો આઉટડોર ભીડ ભરેલા સ્થળોએ માસ્ક પહેરીને જઈ શકે છે. સેન ડિયાગો સ્ટેટ યુનિવર્સિટીના જાહેર આરોગ્ય ઈન્સ્ટીટ્યૂટના ડિરેક્ટર કોરિને ડેવિડસન કહે છે, હું માસ્ક પહેરાવીને બાળકોને બહાર લઈ જઈશ.

ઈનડોર: જ્યાં માસ્ક જરૂરી નથી
ત્રણ ચતુર્થાંશ વિશેષજ્ઞોએ કહ્યું, અત્યાર સુધી કેટલાક મહિના સુધી બાળકો એવા ઈનડોર સ્થળોએ સુરક્ષિત નથી, જ્યાં દરેક સમયે મસ્ક પહેરવો શક્ય નથી. બીકન ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ફિઝિશિયન અસદ અંસારીએ કહ્યું કે, અંદર કોઈ પણ સ્થળે સંક્રમણનું વધુ જોખમ રહે છે. વાઈરસના વધુ વેરિયન્ટ સામે આવ્યા છે. જેમાંથી કેટલાક બાળકો માટે વધુ ગંભીર હોઈ શકે છે. કેટલાક વિશેષજ્ઞો કહે છે, અત્યારે બાળકો માટે રેસ્ટોરન્ટની અંદર બેસીને જમવું જરૂરી નથી લાગતું.

આઉટડોર: જ્યાં માસ્ક જરૂરી નથી
જે બાળકોને વેક્સિન અપાઈ નથી, તેમણે બીજા લોકોની આજુબાજુમાં માસ્ક પહેરીને જ જવું જોઈએ. દસમાંથી આઠ વિશેષજ્ઞોએ કહ્યું, જો બાળકો ખુલ્લા સ્થળે છે અને જોખમ ઓછું છે તો તેઓ બીજાને મળી શકે છે. આયોવા યુનિવર્સિટીમાં મહામારી વિજ્ઞાનના પ્રોફેસર રાયન કારનાહન કહે છે, હું ભીડવાળા સ્વીમિંગ પૂલ જેવા સ્થળોમાં પોતાના બાળકોને એવા અજાણ્યા લોકો પાસે જવા નહીં દે જેમણે માસ્ક પહેર્યા નથી. હું બાળકોને કહીશ કે તેઓ આવા લાકોથી અંતર જાળવી રાખે.

અન્ય બાળકો સાથે ઈનડોર મુલાકાત
વેક્સિન લગાવી ચુકેલા વયસ્કોના બે પરિવારોમાં મુલાકાતની સ્થિતિમાં શું કરવું જોઈએ. અડધાથી વધુ વિશેષજ્ઞોએ જણાવ્યું કે, વિવિધ પરિવારોના વેક્સિન રહિત બાળકોની ઈનડોર મુલાકાત ન થવી જોઈએ. એક તૃતિયાંશથી વધુ એ કહ્યું કે, લોકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવે તો પરિવારમાં મેળ-મિલાપ વધી શકે છે. પોર્ટલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં મહામારી વિજ્ઞાનના આસિસ્ટન્ટ પ્રોફેસર એમિલી હેન્ક કહે છે, અમે બહાર જ રહેવાનો પ્રયાસ કરીશું. કેટલાક પરિવારોની સાથે જ બાળકોને મળવાની મંજૂરી આપીશું.

હવાઈ યાત્રાઓ અને ગ્રાઉન્ડમાં હલચલ
86 ટકા વિશેષજ્ઞોએ કહ્યું,અમેરિકામાં બાળકો માટે હવાઈ યાત્રા કરવું એ સ્થિતિમાં સુરક્ષિત છે, જ્યારે બાળકો અને બીજા તમામ લોકોએ માસ્ક પહેર્યું હોય. જોન્સ હોપકિન્સ જનસ્વાસ્થ્યના આસિસ્ટન્ટ પ્રોફેસર લારા હેમિટ કહે છે, લાંબી ફ્લાઈટમાં સંક્રમણનું જોખમ વધે છે. જો દરેકે માસ્ક પહેર્યું છે તો હવાઈ યાત્રા સુરક્ષિત છે. 66 ટકા વિશેષજ્ઞોએ કહ્યું કે, વાઈરસના ખુલ્લા સ્થળે ફેલાવાની આશંકા ઓછી રહે છે, તેમ છતાં બાળકોએ મેદાનો અને ઘરની બહાર રમતા સમયે માસ્ક પહેરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...