તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Children Do Not Improve With Beatings Or Corporal Punishment, Their Behavior Worsens, Revenge Also Increases: Report

ભાસ્કર ખાસ:બાળકો માર કે શારીરિક સજાથી નથી સુધરતાં, તેમનો વ્યવહાર વધુ ખરાબ થાય છે, બદલાની ભાવના પણ વધી જાય છે: રિપોર્ટ

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા, ચીન, બ્રિટન જેવા 69 દેશમાં સંશોધન, મેડિકલ મેગેઝિન ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત
  • બાળકો જિદ્દી થવા લાગે છે, ખોટાં કામ પણ કરવા માંડે છે

બાળકો માર મારવાથી કે શારીરિક સજા આપવાથી સુધરતા નથી, ઊલટાનો તેમનો વ્યવહાર વધુ બગડી જાય છે અને તેઓ હિંસક પણ થઈ જાય છે. બ્રિટીશ મેડિકલ મેગેઝિન ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં આ દાવો કરાયો છે.

અમેરિકા, ચીન, બ્રિટન, કેનેડા અને જાપાન સહિત 69 દેશમાં આ સંશોધન કરાયું છે. આ સંશોધન સાથે સંકળાયેલા વરિષ્ઠ લેખક એલિઝાબેથ ગેર્શાફે કહ્યું કે, શારીરિક સજા બાળકોના વિકાસમાં સૌથી મોટી મુશ્કેલી છે. એ ધારણા ખોટી છે કે, બાળકોને મારવાથી તેઓ સુધરી જાય છે. તેનાથી તેઓ વધુ બગડી શકે છે. અમારા સંશોધનમાં તેના સ્પષ્ટ પુરાવા મળ્યા છે.એલિઝાબેથે માહિતી આપી કે, આ સંશોધનમાં માર મારવાની અને બીજી શારીરિક સજાઓ સામેલ કરાઈ હતી. માતા-પિતા માને છે કે, શારીરિક સજા આપવાથી બાળકો શિસ્તમાં આવી જાય છે.

આ પ્રકારની સજામાં અમે બાળકોને માર મારવો, ચહેરા-માથા કે કાન પર મારવું, થપ્પડ મારવી, તેમના પર કોઈ વસ્તુ ફેંકવી, મુક્કો મારવો કે લાત મારવી વગેરે સામેલ કર્યું હતું. આ ઉપરાંત બાળકોનું મ્હોં જબરદસ્તીથી સાબુથી ધોવું, ચાકૂ કે બંદૂકથી ધમકી આપવી પણ અમે સામેલ કર્યું હતું. આ સંશોધનમાં માલુમ પડ્યું કે, શારીરિક સજાથી તો બાળકો વધુ નફ્ફટ બની જાય છે. આક્રમક થઈ જાય છે. સ્કૂલ-કોલેજમાં પણ અસામાજિક વ્યવહાર શીખે છે.

આ સંશોધન પ્રમાણે, શારીરિક સજા ભોગવનારા બાળકોમાં જ્ઞાનપૂર્ણ કુશળતાનો વિકાસ નથી થતો. જેમ જેમ શારીરિક સજા વધે છે, તેમ તેમ તેમનું વર્તન વધુ ખરાબ થાય છે. તેઓ ગંભીર હિંસા કરે છે. નોંધનીય છે કે, યુએનએ 2006ના કન્વેન્શનમાં કહ્યું હતું કે, અમે બાળકોને શારીરિક સજાથી બચાવવા પ્રતિબદ્ધ છીએ.

62 દેશમાં બાળકોને શારીરિક સજા ગેરકાયદે, 31 દેશમાં મંજૂરી
ગ્લોબલ પાર્ટનરશિપ ટુ એન્ડ વાયોન્સ અગેઈન્સ્ટ ચિલ્ડ્રનના મતે, દુનિયાના 62 દેશમાં બાળકોને શારીરિક સજા ગેરકાયદે છે, જ્યારે 27 દેશ શારીરિક સજા રોકવા પ્રતિબદ્ધ છે અને 31 દેશ હજુ પણ બાળકોને મારવાની મંજૂરી આપે છે. યુનિસેફનો 2017નો રિપોર્ટ કહે છે કે, બેથી ચાર વર્ષના 25 કરોડ બાળકો એ દેશમાં રહે છે, જ્યાં શિસ્ત રાખવા બાળકોને માર મારવો કાયદેસર છે.

અન્ય સમાચારો પણ છે...