તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લાઇમેટ ચેન્જ મુદ્દે બાળકોનું જાગૃતિ અભિયાન:પોર્ટુગલ, જર્મનીમાં બાળકો-યુવાનો ક્લાઇમેટ ચેન્જ મુદ્દે સરકારોને કોર્ટમાં ઢસડી રહ્યાં છે, કેસ જીતે છે પણ ખરાં

બર્લિન, લિસ્બન3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરમાં બાળકો ક્લાઇમેટ ચેન્જ મુદ્દે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે અને હવે તો આ મુદ્દે સરકારોને કોર્ટમાં ઢસડી રહ્યા છે તેમ જ કેસ જીતી પણ રહ્યા છે. જર્મનીની લુઇસા નૉઇબારે (25) ક્લાઇમેટ ચેન્જ મુદ્દે પોતાના દેશની સરકાર સામે ગયા વર્ષે કેસ કર્યો હતો. ગત 29 એપ્રિલે જર્મનીની સુપ્રીમકોર્ટે લુઇસાની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટનું કહેવું હતું કે ક્લાઇમેટ ચેન્જ એક્ટ, 2019ની કેટલીક જોગવાઇઓ ગેરબંધારણીય છે, સરકાર નવી જોગવાઇઓ ઘડે.

દરમિયાન, ગત ઓક્ટોબરમાં પોર્ટુગલના 6 લોકોએ ક્લાઇમેટ ચેન્જ મામલે યુરોપની માનવાધિકાર કોર્ટમાં કેસ કર્યો હતો. તેમની ઉંમર 9 વર્ષથી 22 વર્ષ સુધીની છે. આ કેસમાં 33 દેશની સરકારોને કોર્ટમાં ઢસડવામાં આવી છે. ગ્લોબલ લીગલ એક્શન નેટવર્કના ક્લાઇમેટ સંબંધી કેસોના વડા ગેરી લિસ્ટન તેમનો કેસ લડી રહ્યા છે. તેઓ જણાવે છે કે કેસ કરનારાઓમાં પોર્ટુગલના લીરિયા શહેરનું 4 વર્ષનું બાળક પણ સામેલ છે. 2017માં આ ક્ષેત્ર જંગલની આગમાં નષ્ટ થઇ ગયું હતું, જેમાં 62 લોકોના મોત થયા હતા.

લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સનાં પર્યાવરણ નિષ્ણાત જોઆના સેજર કહે છે કે પહેલાં બાળકો રસ્તા પર અને સંસદની બહાર આંદોલન કરતા હતા. હવે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે એક સ્થળે ભેગા નથી થઇ શકતા. તેથી હવે તેઓ અદાલતના દ્વાર ખટખટાવે છે અને જીતી પણ રહ્યા છે.

‘લુઇસા નૉઇબાર વિ. જર્મની’ સાંભળીને બહુ આનંદ થયો
​​​​​​​
કેસ ‘લુઇસા નૉઇબાર વિરુદ્ધ જર્મની’ કહેવાયો ત્યારે મને ઘણી ખુશી થઇ. આ કેસ મારા જીવનમાં મોટું પરિવર્તન લાવ્યો. સરકાર આપણને ક્લાઇમેટ ચેન્જના જોખમોથી બચાવે તે આપણો મૂળભૂત અધિકાર છે.’ -લુઇસા નૉઇબાર, જર્મનીની પર્યાવરણ કાર્યકર

અન્ય સમાચારો પણ છે...