હટકે સેન્ડવિચ:ઇંગ્લેન્ડના શેફે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ગ્રાહકો માટે 2 મીટર લાંબી સેન્ડવિચ બનાવી

લંડન3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં હાલ ઘણા બધા લોકો રેસ્ટોરાંનું ભોજન યાદ કરી રહ્યા છે. લોકડાઉન પૂરું થયા પછી પણ રેસ્ટોરાંમાં આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનું પૂરું ધ્યાન રાખવું પડશે. સાઉથ ઇંગ્લેન્ડના ગ્લોસ્ટરશાયર જીલ્લાની રેસ્ટોરાંના શેફે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને 2 મીટર લાંબી સેન્ડવિચ બનાવી છે. તેની કિંમત 20 પાઉન્ડ એટલે કે 1800 રૂપિયા રાખી છે. 

એથન નામનાં શેફ હાલ તેમની રેસ્ટોરાં ગ્રાહકો માટે ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને નવી વાનગીઓ પણ બનાવી રહ્યા છે, આ સેન્ડવિચ બનાવવામાં તેમને આખી ટીમે સપોર્ટ કર્યો હતો. એથને કહ્યું કે, અમે લોકડાઉનમાં સમયનો ઉપયોગ કરી રહ્યા છે. હાલ અમે જરૂરિયાતમંદ સુધી કરિયાણું મોકલી રહ્યા છે. લોકડાઉન પૂરું થયા બાદ મને આશા છે કે રેસ્ટોરાંમાં આવતા ગ્રાહકોને આ સ્પેશિયલ સેન્ડવિચ ભાવશે. 

અન્ય સમાચારો પણ છે...