આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી સંચાલિત ચેટ જીપીટી માત્ર 2 મહિનામાં સમગ્ર દુનિયામાં ચર્ચામાં છે. તાજેતરમાં જ એક યુનિવર્સિટીની પરીક્ષામાં ચેટ જીપીટીને સામેલ કરાયું હતું. આ પરીક્ષામાં ચેટ જીપીટીએ માણસો કરતાં વધુ સારી રીતે જવાબ આપ્યા હતા. જ્યોર્જ મેસન યુનિવર્સિટીના પ્રોફેસર એલેક્સ ટેબારોકે જણાવ્યું કે ચેટ જીપીટીએ લૉ અને ઇકોનોમિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
બીજી તરફ રિસર્ચ ચેટ જીપીટીને રિસર્ચ પેપરમાં લેખક તરીકે સામેલ કરાય છે. જોકે તેનો વિરોધ પણ થઇ રહ્યો છે. કેલિફોર્નિયાની ઓપન એઆઇ ટેક્ કંપનીએ નવેમ્બરમાં દરેક માટે તેનો ઉપયોગ ફ્રી કર્યો હતો. અનેક પબ્લિકેશને ચેટ જીપીટીને રિસર્ચ પેપરમાં લેખક તરીકે લિસ્ટિંગ કર્યું છે. અનેક જર્નલના સંપાદક, સંશોધક તથા પ્રકાશક હવે પ્રકાશિત સાહિત્યમાં આવા AI ઉપકરણોને સામેલ કરવાને મામલે દલીલ કરી રહ્યાં છે. પ્રકાશક ચેટબોટ માટે નીતિઓ બનાવવાનું પણ કહી રહ્યા છે. નેચર ન્યૂઝની ટીમે પ્રકાશકો સાથે વાતચીત કરી.
આ દરમિયાન જાણવા મળ્યું કે ચેટ જીપીટી જેવું AI ટૂલ સ્ટડી અને લેખકના માપદંડોને પૂરા કરતું નથી, કારણ કે તે રિસર્ચ પેપરની જવાબદારી ન લઇ શકે. જોકે કેટલાક પ્રકાશકોના મતે લેખ લખવામાં AIના યોગદાનને લેખક યાદી ઉપરાંત અન્ય વર્ગોમાં સ્વીકારાય તેવી શક્યતા છે. ચેટ જીપીટીને સહ-લેખક દ્વારા કરાયેલી ભૂલોને ઠીક કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
અનેકવાર એક જ સવાલ પર અલગ જવાબ મળે છે
ચેટજીપીટી અંગે વિજ્ઞાનીઓએ જાણ્યું કે એક જ સવાલ વારંવાર પૂછવા પર તે દર વખતે બદલીને જવાબ આપે છે. જોકે ડોમેનની નિપુણતા વગર લોકો રિસર્ચ આધારિત ડોક્યુમેન્ટ્સ માટે તેની મદદ લઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.