તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાની રિપોર્ટરના વીડિયોની હરાજી:ચાંદ નવાબ ઈદના રિપોર્ટિંગ દરમિયાન લોકોની દરમિયાનગીરીનો વીડિયોની હરાજી થશે, શરૂઆત 46 લાખ રુપિયાથી

કરાચી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'બજરંગી ભાઈજન' ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ આ જ રિપોર્ટરનું પાત્ર ભજવ્યું હતું

'બજરંગી ભાઈજાન' ફિલ્મનો એ સીન કદાચ લોકોને યાદ જ હશે, જેમાં પાકિસ્તાની રિપોર્ટર બનેલા નવાઝુદ્દીન સિદ્દીકી ઈદ પર કરાચી રેલવે સ્ટેશન પરથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા, પરંતુ લોકોના વારંવાર આવન-જાવનને લીધે રિપોર્ટિંગ ઠીકથી થઈ શકતું નહોતું. હકીકતમાં આ સીન રિયલ લાઈફથી પ્રેરિત હતો. વીડિયો કરાચીના પત્રકાર ચાંદ નવાબનો હતો અને 2008માં એ વીડિયો યૂટ્યૂબ પર અપલોડ થયો હતો. એ વીડિયો એટલો વાઇરલ થયો હતો કે ચાંદ નવાબ રાતોરાત પોપ્યુલર બની ગયા.

હવે ચાંદ નવાબ પોતાના આ વીડિયોની હરાજી કરી રહ્યા છે. આ વીડિયો ચાંદ નવાબ કરાચીની એક ન્યૂઝ ચેનલમાં કામ કરી રહ્યા હતા ત્યારનો છે.

ચાંદ નવાબે ફાઉન્ડેશન એપ્લિકેશન પર હરાજી માટે આ વીડિયોને નોન-ફંગિબલ ટોકન (NFT) તરીકે મૂક્યો છે. NFTએ પ્લેટફોર્મ છે, જેના પર ક્રિએટર્સ ડિજિટલ સંપત્તિ મારફત પૈસા કમાય છે. લઘુતમ કિંમત 20 ઇથેરિયમ ટોકન એટલે કે 63,604 ડોલર છે. ભારતીય ચલણમાં એની કિંમત 46 લાખ 74 હજાર રૂપિયા છે.

લોકોની દરમિયાનગીરીને લીધે જ વીડિયો વાઈરલ થઈ ગયો
ચાંદ નવાબે હરાજી પ્લેટફોર્મ પર લખ્યું છે કે હું ચાંદ નવાબ છું અને હું વ્યવસાયે પત્રકાર છું. 2008માં યુટ્યૂબ પર મારો એક વીડિયો આવ્યો હતો. એમાં હું ઈદને લઈને રેલવે સ્ટેશન પર ભીડ અને અંધાધૂંધીનો ઉલ્લેખ કરી રહ્યો છું. આ સમય દરમિયાન મારે ઘણીવાર રોકાવું પડ્યું, કારણ કે લોકો સતત રિપોર્ટિંગની વચ્ચે આવતા હતા. સતત વિક્ષેપને કારણે વીડિયો વાઇરલ થઈ ગયો હતો અને લાખો લોકોએ એને ફેસબુક અને યુટ્યૂબ પર જોયો હતો.

ભારત અને પાકિસ્તાનના લોકોનો મને પ્રેમ મળ્યો
ત્યાર બાદ મને 2016માં આ જ વીડિયો સાથે ફરીથી ખ્યાતિ મળી હતી. ત્યારે ભારતીય ફિલ્મમેકર કબીર ખાને નવાઝુદ્દીનને તેમની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પાકિસ્તાની પત્રકારનો રોલ આપ્યો હતો, જે મારાથી પ્રેરિત હતો. મને રાતોરાત ભારત અને પાકિસ્તાનના લોકોનો પ્રેમ મળ્યો, ખાસ કરીને બોલિવૂડમાં સલમાન ખાન અને બજરંગી ભાઈજાનની આખી ટીમનો.

અન્ય સમાચારો પણ છે...